Haridwar Kumbh Mela 2021: કેન્દ્રએ જાહેર કરી ગાઇડલાઇન, શ્રદ્ધાળુઓ રાખે આ વાતોનું ધ્યાન
હરિદ્વારમાં યોજાનારા મહાકુંભને લઈને કેન્દ્ર સરકાર તરફથી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. તે પ્રમાણે મહાકુંભમાં આવનાર ભક્તોએ રજીસ્ટ્રેશન કરાવવું પડશે.
Trending Photos
દેહરાદૂનઃ કેન્દ્ર સરકારે હરિદ્વાર (Haridwar) માં યોજાનારા મહાકુંભને લઈને ગાઇડલાઇન (Guideline) જાહેર કરી દેવામાં આવી છે. કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય સરકારને નિર્દેશ આપવામાં આવ્યા છે કે મેળામાં એવા હેલ્થ કેર વર્કરને ડ્યૂટી પર તૈનાત કરે, જેને વેક્સિન આપવામાં આવી છે. સાથે કુંભ મેળા (Kumbh mela) માં ડ્યૂટી કરનાર સ્વાસ્થ્ય કર્મચારીઓને વેક્સિન લગાવવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.
કરાવવું પડશે રજીસ્ટ્રેશન
કેન્દ્ર સરકાર તરફથી જારી ગાઇડલાઇન પ્રમાણે મહાકુંભ (Kumbh mela) માં આવનાર બધા ભક્તો અને શ્રદ્ધાળુઓએ ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવવું પડશે. આ સાથે કોરોના નેગેટિવ (Corona Report) મેડિકલ સર્ટિફિકેટ લાવવુ જરૂરી હશે. ગાઇડલાઇનમાં ગર્ભવતી મહિલાઓ, 65 વર્ષથી વધુ ઉંમરના લોકો, 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને ગંભીર બીમારીઓથી ગ્રસ્ત લોકોને મહાકુંભમાં ન આવવાનું કહેવામાં આવ્યું છે.
Centre has issued guidelines (SOP) for Kumbh Mela amid #COVID19: All devotees desirous of attending the 'mela' should register with Uttarakhand Govt & obtain a compulsory medical certificate from Community Health Centre/ District hospital/ Medical college in their State
— ANI (@ANI) January 24, 2021
તૈયારીઓ જોરમાં
ઉલ્લેખનીય છે કે ધર્મનગરી હરિદ્વારને મહાકુંભ માટે શણગારવામાં આવી રહ્યું છે. દીવાલો પર પેઇન્ટિંગ કરવામાં આવી રહ્યાં છે. નવા રસ્તાઓ બની રહ્યાં છે. સંત-મહાત્માઓ માટે ટેન્ટોની વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને તે માનવામાં આવી રહ્યું છે કે 27 ફેબ્રુઆરીથી કુંભની શરૂઆત થશે. તેવામાં તંત્રની પાસે એક મહિનાનો સમય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે