કાવડ યાત્રા પર ફરી વિચાર કરે UP સરકાર, જીવનનો અધિકાર સૌથી ઉપર: સુપ્રીમ કોર્ટ

દેશમાં કોરોના વાયરસની બીજી લહેર ચાલુ છે છતાં યુપી સરકારે શ્રાવણમાં થનારી કાવડ યાત્રાને મંજૂરી આપેલી છે. જેના પર કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું છે.

કાવડ યાત્રા પર ફરી વિચાર કરે UP સરકાર, જીવનનો અધિકાર સૌથી ઉપર: સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસની બીજી લહેર ચાલુ છે છતાં યુપી સરકારે શ્રાવણમાં થનારી કાવડ યાત્રાને મંજૂરી આપેલી છે. જેના પર કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું છે. કેન્દ્ર સરકારે કહ્યું કે યુપી સરકારે કાવડ યાત્રાને મંજૂરી આપવી જોઈએ નહીં. 

સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલા સોગંદનામામાં યુપી સરકારે કહ્યું છે કે કાવડ યાત્રા સાંકેતિક રીતે ચલાવવામાં આવશે. આ સાથે જ સરકાર દ્વારા આ મુદ્દે માર્ગદર્શિકા બનાવવામાં આવી શકે છે. 

— ANI (@ANI) July 16, 2021

કેન્દ્રએ આ સૂચન આપ્યું
કેન્દ્ર સરકારે આ મામલે કોર્ટમાં સોગંદનામું રજુ કરીને કહ્યું છે કે રાજ્ય સરકારે કોરોના પ્રોટોકોલ હેઠળ યોગ્ય નિર્ણય લેવો જોઈએ. કેન્દ્ર સરકાર દ્વારા તમામ એડવાઈઝરી અગાઉ બહાર પાડવામાં આવી ચૂકી છે. કેન્દ્ર સરકાર તરફથી કોર્ટમાં કહેવાયું છે કે કાવડ યાત્રાને ઉત્તરાખંડ જવાની મંજૂરી અપાવી જોઈએ નહીં. જો કે ગંગાજળને એવી જગ્યાએ ઉપલબ્ધ કરાવવું જોઈએ જેથી કરીને કાવડિયાઓ નજીકના શિવ મંદિરમાં પૂજા કરી શકે. 

અત્રે જણાવવાનું કે કોરોના સંકટને જોતા આ વખતે ઉત્તરાખંડ સરકારે કાવડ યાત્રા પર રોક લગાવી છે. જો કે યુપી સરકાર દ્વારા સંપૂર્ણ રીતે રોક લગાવવામાં આવી નહતી. આવામાં સુપ્રીમ કોર્ટ દ્વારા આ મામલો ગંભીરતાથી લેવામાં આવ્યો છે. 

— ANI (@ANI) July 16, 2021

એક્સપર્ટ દ્વારા સતત ચેતવણી આપવામાં આવી રહી છે કે કોરોનાની ત્રીજી લહેર ગમે ત્યારે આવી શકે છે. પહાડી વિસ્તારોમાં ઉમટી પડેલી ભીડ પર સરકાર તરફથી ચિંતા વ્યક્ત કરાઈ છે. આવામાં કાવડ યાત્રાને લઈને અનેક પ્રકારના સવાલ ઊભા થઈ રહ્યા હતા. 

કાવડ યાત્રા પર ફરી વિચારે યુપી સરકાર
અત્રે જણાવવાનું કે સુપ્રીમ કોર્ટે યુપી સરકારને કાવડ યાત્રા પર ફરીથી વિચાર કરવા માટે જણાવ્યું છે. યુપી સરકારને જવાબ આપવા માટે સોમવાર સુધીનો સમય અપાયો છે. 

જીવનના મૌલિક અધિકારના કેન્દ્રમાં છે આ નિર્ણય
સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ નિર્ણય આપણા બધા સંબંધિત છે અને જીવનના મૌલિક અધિકારના કેન્દ્રમાં છે. ભારતના નાગરિકોના સ્વાસ્થ્ય અને જીવનનો અધિકાર સર્વોપરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news