કોરોના વાયરસઃ રાજ્યોએ માગ્યા હતા પૈસા, કેન્દ્રએ ખોલી તિજોરી, કરી 11,092 કરોડની ફાળવણી


ગૃહ મંત્રાલયે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગુરૂવારે વીડિયો કોન્ફરન્સ દરમિયાન મુખ્યમંત્રીઓને આપેલા આશ્વાસન બાદ આ રકમને મંજૂરી આપવામાં આવી છે. 

કોરોના વાયરસઃ રાજ્યોએ માગ્યા હતા પૈસા, કેન્દ્રએ ખોલી તિજોરી,  કરી 11,092 કરોડની ફાળવણી

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે શુક્રવારે તમામ રાજ્યો આપદા જોખમ મેનેજમેન્ટ કોષ (SDRMF) હેઠળ આઈસોલેશન બનાવવા તથા અન્ય સુવિધાઓ માટે 11,092 કરોડ રૂપિયાની રકમ રિલીઝ કરવાની મંજૂરી આપી છે. ગૃહ મંત્રાલયે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગુરૂવારે વીડિયો કોન્ફરન્સ દરમિયાન મુખ્યમંત્રીઓને આપેલા આશ્વાસન બાદ આ રકમને મંજૂરી આપવામાં આવી છે. 

મંત્રાલયના એક નિવેદન અનુસાર ગૃહ મંત્રીએ તમામ રાજ્યોના એસડીઆરએમએફ હેઠળ 11,092 કરોડ રૂપિયાની રકમ જારી કરવા માટે મંજૂરી આપી દીધી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આઇસોલેશન સુવિધા બનાવવા, નમૂના એકત્ર કરવા અને સ્ક્રીનિંગ કરવા, વધારાની લેબ બનાવવા, સ્વાસ્થ્ય, કોર્પોરેશન, પોલીસ તથા ફાયર કર્મિઓ માટે ખાનગી સુરક્ષા સાધનો ખરીદવા, થર્મલ સ્કેનર, વેન્ટિલેટર, એર પ્યૂરીફાયર, ખરીદવામાં આ ભંડોળનો ઉપોયોગ કરવામાં આવશે. 

ગૃહ મંત્રાલયે કહ્યું કે, રાજ્ય સરકારોને કોવિડ-19ના નિવારણ માટે પગલાં ભરવા પ્રમાણે વધારાનું ભંડોળ ઉપલબ્ધ કરાવવા માટે કેન્દ્ર સરકારે 14 માર્ચે એસડીઆરએફનો વિશેય ઉપયોગ માટે જોગવાઈ કરી છે. 

શું હવામાં ફેલાય છે કોરોના? WHOએ આખરે જણાવ્યું સત્ય, તમે પણ વાંચો

કેન્દ્ર સરકારે 28 માર્ચે રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોને રાજ્ય આપત્તિ નિવારણ ભંડોળનો ઉપયોગ કરવાનું કહ્યું જ્યાં આગામી વર્ષ માટે 29,000 કરોડ રૂપિયાની રકમ ફાળવવામાં આવી છે જેથી 21 દિવસના લૉકડાઉન દરમિયાન પ્રવાસી મજૂરોના ભોજન અને રહેવાની વ્યવસ્થા કરી શકાય. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news