મોદીની મેગા હેલ્થ સ્કીમ 'આયુષમાન ભારત'ની બની 64 નકલી એપ્લિકેશન્સ, સરકારે આપી ચેતવણી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની દેશના મધ્યમ અને ગરીબ વર્ગ માટેની મેગા હેલ્થ સ્કીમ 'આયુષમાન ભારત'ના નામને મળતી આવતી Apps ઓનલાઈન ફરતી થઈ છે અને તેના દ્વારા લોકોને છેતરવાના કારસા રચાયા છે, જો તમારા મોબાઈલમાં પણ આવી કોઈ નકલી App હોય તો તેને તાત્કાલિક ડિલીટ કરી નાખજો, નકલી આપની યાદી જૂઓ નીચે.....

મોદીની મેગા હેલ્થ સ્કીમ 'આયુષમાન ભારત'ની બની 64 નકલી એપ્લિકેશન્સ, સરકારે આપી ચેતવણી

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય તરફથી નકલી, ભ્રામક અને અનધિકૃત વેબસાઈટ અને એપ્લિકેશન્સનું એક લીસ્ટ બહાર પાડવામાં આવ્યું છે, જેને ચકાસીને તમારે પણ સાવચેત થઈ જવાની જરૂર છે. તેના દ્વારા લોકો સુધી ખોટી માહિતી પહોંચાડવામાં આવી રહી છે. ઈન્ટરનેટ  પર એવી હજારો વેબસાઈટ છે, જે સરકારની યોજનાઓના નામને મળતી આવે છે અને તેના દ્વારા લોકોને છેતરવાનું કામ કરવામાં આવે છે. 

નેશનલ હેલ્થ એજન્સીએ તાજેતરમાંજ 'આયુષમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના' અંગે માહિતીનો પ્રસાર કરતી આવી જ નકલી વેબસાઈટ્સ અને એપ્લિકેશન્સની એક યાદી બહાર પાડી છે. જો તમે પણ આયુષમાન ભારત સાથે જોડાયેલી કોઈ એપનો ઉપયોગ કરી રહ્યો છો તો સાવચેત થઈ જજો અને તેને બરાબર ચકાસી લેજો. 

વાંચો સરકારે જાહેર કરેલી નકીલ એપ્સની યાદી....

  • Ayushman Bharat Yojana aub
  • Ayushman bharat yojna list, apply online 201819
  • Aushman Yojanaआयु$मान भारत जन आरो4य अभयान
  • Ayushman Bharat Yojana All Pradhan Mantri Yojana
  • Ayushman Bharat Yojana Mera PMJAY App
  • Ayushman Bharat ( PMJAY )
  • PMJAY  AYushman Bharat Yojana
  • PMJAY Search Your Eligibility
  • Ayushman Bharat Yojana PMJAY 2018
  • Ayushman BharatPMJAY
  • Ayushman Bharat  PMJAY
  • Ayushman Bharat Yojana Full List
  • Pradhan Mantri Jan Arogya Yojana  Ayushman Bharat
  • Ayushman Bharat Yojana 2018 : Jan Arogya yojana
  • Pradhan Mantri Sarkari Yojana  All States
  • Ayushman Bharat (AB)
  • Jan Arogya Yojana  Check Eligibility
  • Ayushman Bharat Yojana Registration Online Ayushman Bharat Yojana 20182019 (ABY)
  • Ayushman Bharat Yojana (PmJay 2018)
  • Ayushman Bharat Yojana List App(Pm ayushman 2018)
  • Ayushman Bharat yojana list
  • Ayushman Bharat 2019 Pradhan Mantri Swasthya Bhima
  • PMAYG LIST
  • Ayushman Bharat Yojana, PMJAY (Check Name List)
  • PMJAYPM Jan Arogya yojna/Pradhan Mantri Jan Arogya
  • ayushman bharat scheme (PMJAY)
  • Aushman YojanaAyushman Bharat  Jan Arogya Abhiyan
  • Pradhan Mantri Jan Aushadhi Yojana
  • Ayushman Bharat Yojana list  All States
  • Ayushman Bharat Yojna labharthi list
  • Ayushman Bharat Yojana 2018 : Jan Arogya yojana
  • Ayushman bharat yojna 201819
  • Ayushman Bharat Yojana 2018
  • Ayushman Yojana | Ayushman Yojana | PMJAY
  • Ayushman Bharat Yojana Info
  • Ayushman Bharat Scheme Details
  • Ayushman Bharat Bima Yojana 2018
  • Ayushman Bharat Yojana PMJAY
  • Ayushmaan Bharat PharmacyBIOCAR
  • PradhanMantri Yojana  Pradhanmantri Yojana
  • Pradhan Mantri Yojana  India
  • Ayushman Bharat Yojana Yogya Suchi
  • ayushman bharat yojana
  • Ayushman Bharat Yojana and Ayushman mitra job 2018
  • Ayushman Bharat Yojana
  • Pradhan Mantri Suraksha Bima Yojana  PMSBY
  • Ayushman Mitra Bharati 2018
  • Ayushman Bharat Yojana
  • Ayushman Bharat Yojana List 2018 All India
  • Ayushman Bharat Yojana Hindi English  2018  19
  • Modicare Scheme  Ayushman Bharat Yojana
  • Ayushman Bharat PM  Jan Arogya Yojana Mahiti
  • Ayushman bharat yojna 201819
  • Ayushman Bharat Yojana  Ayushman Bharat
  • Ayushman Bharat Pharmacy  PSD
  • Ayushman Bharat Yojana
  • Ayushman Bharat Yojana | Modi Yojana
  • Ayushman Yojana
  • AAYUSHMAAN BHARAT

જો તમારું સ્વાસ્થ્ય સારું રહેશે તો દેશનું આરોગ્ય પણ સારું રહેશે. આ લક્ષ્યને ધ્યાનમાં રાખીને જ ભારત સરકારે 'આયુષમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના' લોન્ચ કરી હતી. આ દુનિયાની સૌથી મોટી આરોગ્ય વીમા યોજના છે. તેમાં ભારતના 50 કરોડ લોકોને આવરી લેવાનું લક્ષ્ય છે. 

આ યોજના અંતર્ગત એક પરિવારમાં 5 સભ્યોના હિસાબે ગણતરી કરીએ તો લગભગ 50 કરોડ લોકો તેના દાયરામાં આવી જાય છે. એટલે કે ભારતની લગભગ 40 ટકા વસતીને આ યોજનાનો લાભ મળશે. આ યોજના અંતર્ગત દરેક પરિવારને હોસ્પિટલમાં દાખલ થવાના સંજોગોમાં દર વર્ષે રૂ.5 લાખનું કવર મળશે. એટલે કે કોઈ પણ પ્રકારનો રૂ.5 લાખ સુધીનો ઈલાજ મફતમાં થશે. 

સરકારે જુદી-જુદી બિમારીઓ માટે જુદા-જુદા પેકેજ નક્કી કર્યા છે અને કઈ બિમારી પાછળ કેટલો ખર્ચ કરી શકાય તેના અંગે એક મર્યાદા નક્કી કરી છે. સરકારે આ યોજના અંતર્ગત હોસ્પિટલોનું પણ એક લીસ્ટ બહાર પાડ્યું છે જ્યાં જઈને લોકો આ યોજના અંતર્ગત પોતાનો ઈલાજ મફતમાં કરાવી શકશે. દરેક હોસ્પિટલમાં લોકોની મદદ માટે એક આયુષમાન મિત્રની પણ નિમણૂક કરવામાં આવનારી છે. 

સરકાર આ યોજના સાથે સંકળાયેલા લોકો માટે એક QR Code પણ આપવાની છે, જેને સ્કેન કર્યા બાદ લોકોની ઓળખ થઈ જશે અને સાથે એ પણ ખબર પડી જશે કે તેઓ આ યોજનાનો લાભ લેવાને લાયક છે કે નહીં? સરકારે એક હેલ્પલાઈન નંબર- 14555 પણ બહાર પાડ્યો છે. આ નંબર પર ફોન કરીને લોકો આ યોજના અંગેની કોઈ પણ માહિતી મેળવી શકો છો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news