'દેશમાં 994 સંપત્તિઓ પર વક્ફનો ગેરકાયદેસર કબજો...', કેન્દ્ર સરકારે સંસદમાં જણાવી કુલ 872352 સંપત્તિઓની માહિતી

ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી)ના નેતા જ્હોન બ્રિટાસના સવાલોના એક લેખિત જવાબમાં અલ્પસંખ્યક મામલાઓના મંત્રાલયે વક્ફ પર ઉપલબ્ધ જાણકારીઓનો હવાલો આપતા જણાવ્યું કે દેશમાં વક્ફ અધિનિયમ હેઠળ 872,352 અને 16,713 ચલ વક્ફ સંપત્તિઓ રજિસ્ટર્ડ છે. 

'દેશમાં 994 સંપત્તિઓ પર વક્ફનો ગેરકાયદેસર કબજો...', કેન્દ્ર સરકારે સંસદમાં જણાવી કુલ 872352 સંપત્તિઓની માહિતી

કેન્દ્ર સરકારે સોમવારે સંસદમાં જણાવ્યું કે દેશભરમાં કુલ 994 સંપત્તિઓ પર વક્ફ દ્વારા ગેરકાયદેસર રીતે અતિક્રમણ કર્યુ હોવાની સૂચના મળેલી છે. જેમાં એકલા તમિલનાડુમાં જ સૌથી વધુ 734 એવી સંપત્તિઓ છે. ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી)ના નેતા જ્હોન બ્રિટાસના સવાલોના એક લેખિત જવાબમાં અલ્પસંખ્યક મામલાઓના મંત્રાલયે વક્ફ પર ઉપલબ્ધ જાણકારીઓનો હવાલો આપતા જણાવ્યું કે દેશમાં વક્ફ અધિનિયમ હેઠળ 872,352 અને 16,713 ચલ વક્ફ સંપત્તિઓ રજિસ્ટર્ડ છે. 

કેન્દ્ર સંસદમાં આપી જાણકારી
અલ્પસંખ્યક મામલાઓના મંત્રી કિરેન રિજિજૂએ એક જવાબમાં કહ્યું કે ઉપલબ્ધ જાણકારીઓ મુજબ 994 સંપત્તિઓ પર ગેરકાયદેસર કબજો હોવાની જાણકારી મળી છે. મંત્રાલયે વધુમાં જણાવ્યું કે દેશભરમાં આવી કુલ 994 સંપત્તિઓમાંથી તમિલનાડુ સૌથી વધુ 734 સંપત્તિઓ છે ત્યારબાદ આંધ્ર પ્રદેશમાં 152, પંજાબમાં 63, ઉત્તરાખંડમાં 11 અને જમ્મુ કાશ્મીરમાં 10 એવી સંપત્તિઓ છે. 

2019 બાદથી વક્ફને જમીન મળી નથી
બીજી બાજુ કેન્દ્રીય આવાસ અને શહેરી મામલાઓના મંત્રાલયે સોમવારે રાજ્યસભામાં જણાવ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા 2019 બાદ વક્ફ બોર્ડને કોઈ જમીન ઉપલબ્ધ કરાવવામાં આવી નથી. 2019થી અત્યાર સુધીમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા વક્ફ બોર્ડને અપાયેલી જમીનની જાણકારી અંગે પૂછાયેલા એક સવાલના જવાબમાં મંત્રાલયે કહ્યું કે રાજ્ય સરકારો દ્વારા અપાયેલી જમીનનો કોઈ ડેટા નથી. 

જો કે તેમણે કહ્યું કે જ્યાં સુધી આવાસ અને શહેરી મામલાઓના મંત્રાલયનો સવાલ છે તો 2019 બાદથી ભારત સરકાર દ્વારા વક્ફ બોર્ડને કોઈ જમીન ઉપલબ્ધ કરાવવામાં આવી નથી. ગત અઠવાડિયે JPC ના અધ્યક્ષ જગદંબિકા પાલે કહ્યું હતું કે પેનલે રાજ્ય સરકારોને પત્ર લખીને તેમના અધિકાર ક્ષેત્રમાં વિવાદિત વક્ફ સંપત્તિઓનું વિવરણ માંગ્યુ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news