મોદી સરકારની કાર્યવાહી, શીખ ફોર જસ્ટિ સાથે જોડાયેલ એપ્સ, વેબસાઇટ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ બ્લોક

સૂચના તથા પ્રસારણ મંત્રાલયે ખાલિસ્તાની સંગઠન શીખ ફોર જસ્ટિસ સાથે જોડાયેલ પંજાબ પોલિટિક્સ ટીવી વિરુદ્ધ મોટું પગલું ભર્યું છે. 

મોદી સરકારની કાર્યવાહી, શીખ ફોર જસ્ટિ સાથે જોડાયેલ એપ્સ, વેબસાઇટ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ બ્લોક

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ખાલિસ્તાની સંગઠન શીખ ફોર જસ્ટિસ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. સૂચના અને પ્રસારણ મંત્રાલયે શીખ ઓફ જસ્ટિસ સાથે જોડાયેલ એપ્સ, વેબસાઇટ અને સોશિયલ મીડિયા એકાઉન્ટને બ્લોક કરી દીધા છે. મંત્રાલય તરફથી પંજાબ પોલિટિક્સ ટીવીની એપ્સ, વેબસાઇટ અને સોશિયલ મીડિયા એકાઉન્ટને બ્લોક કરવાના આદેશ આપવામાં આવ્યા છે. 

હકીકતમાં માહિતી પ્રચારણ મંત્રાલયનું કહેવું છે કે વિદેશ આધારિત પંજાબ પોલિટિક્સ ટીવીની એપ્સ, વેબસાઇટ અને સોશિયલ મીડિયા એકાઉન્ટના શીખ ફોર જસ્ટિસની સાથે ઘનિષ્ટ સંબંધ છે. 

— ANI (@ANI) February 22, 2022

સરકારને ગુપ્ત ઇનપુટના આધાર પર જાણવા મળ્યું કે, આ ચેનલ પંજાબ વિધાનસભા ચૂંટણી દરમિયાન શાંતિ વ્યવસ્થા બગાડવા માટે ઓનલાઇન મીડિયાનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું. તેથી મંત્રાલયે આઈટી નિયમો હેઠળ ઇમરજન્સી શક્તિઓનો ઉપયોગ કરતા 18 ફેબ્રુઆરીએ પંજાબ પોલિટિક્સ ટીવીના ડિજિટલ મીડિયા પ્લેટફોર્મને બ્લોક કરવાનો નિર્ણય લીધો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news