Padma Award: જનરલ બિપિન રાવત, કલ્યાણ સિંહને પદ્મ વિભૂષણ સન્માન, 107 લોકોને પદ્મ શ્રી

ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યા પર સરકારે પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી છે. આ વર્ષે 4 લોકોને પદ્મ વિભૂષણ, 17 લોકોને પદ્મ ભૂષણ અને 107 લોકોને પદ્મ શ્રી સન્માન આપવામાં આવશે. 

Padma Award: જનરલ બિપિન રાવત, કલ્યાણ સિંહને પદ્મ વિભૂષણ સન્માન, 107 લોકોને પદ્મ શ્રી

નવી દિલ્હીઃ ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ દ્વારા પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે કુલ 4 વ્યક્તિને પદ્મ વિભૂષણ સન્માન આપવામાં આવશે. તો કુલ 17 લોકોને પદ્મ ભૂષણ અને 107 લોકોને પદ્મ શ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. સરકાર દ્વારા જાહેર કરાયેલી યાદી અનુસાર પ્રભા અત્રેનનું પદ્મ વિભૂષણથી સન્માન કરવામાં આવશે. તો ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહને મરણોપરાંત પદ્મ ભૂષણ સન્માન આપવામાં આવશે. હેલીકોપ્ટર દુર્ઘટનામાં શહીદ થયેલા દેશના પ્રથમ સીડીએસ જનરલ બિપિન રાવતને પણ મરણોપરાંત્ત પદ્મ વિભૂષણ સન્માન આપવામાં આવશે. 

કુલ ચાર લોકોને મળશે પદ્મ વિભૂષણ
પ્રભા અત્રે
રાધેશ્યામ ખેમકા (મરણોપરાંત્ત)
જનરલ બિપિન રાવત  (મરણોપરાંત્ત)
કલ્યાણ સિંહ  (મરણોપરાંત્ત)

CDS Gen Bipin Rawat to get Padma Vibhushan (posthumous), Congress leader Ghulam Nabi Azad to be conferred with Padma Bhushan pic.twitter.com/Qafo6yiDy5

— ANI (@ANI) January 25, 2022

17 લોકોને મળશે પદ્મ ભૂષણ સન્માન
સરકારે આ વર્ષે 17 લોકોને પદ્મ ભૂષણ સન્માન આપવાનો નિર્ણય કર્યો છે. જેમાં કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદનું નામ પણ સામેલ છે. 

આ સાથે માઇક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલા, અલ્ફાવેટના સીઈઓ સુંદર પિચાઈ, એસઆઈઆઈના એમડી સાઇરસ પૂનાવાલાનું પદ્મ ભૂષણથી સન્માન કરવામાં આવશે. ઓલિમ્પિયન નીરજ ચોપડા, પ્રમોદ ભગત અને વંદના કટારિયા તથા ગાયક સોનૂ નિગમનું પદ્મ શ્રીથી સન્માન કરવામાં આવશે. 

No description available.

No description available.

No description available.

No description available.

No description available.

No description available.

No description available.

No description available.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news