CBSE પરીક્ષા રદ્દ, પરિણામ તૈયાર કરવા પીએમ મોદીએ અધિકારીઓને આપ્યા મહત્વના નિર્દેશ
દેશમાં ચાલી રહેલા કોરોના સંકટ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે મળેલી મહત્વની બેઠકમાં ધોરણ-12 સીબીએસઈ બોર્ડની પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
Trending Photos
નવી દિલ્હીઃ સીબીએસઈ બોર્ડ પરીક્ષાને લઈને લાંબા સમયથી ચાલી રહેલી આશંકા પર આજે વિરામ લાગી ગયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંગળવારે આ મુદ્દા પર મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં ધોરણ 12ની પરીક્ષા રદ્દ કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો. પીએમ મોદીએ આજે રાજ્યો અને અન્ય સ્ટેક હોલ્ડર્સોની સાથે આ મુદ્દા પર વ્યાપક ચર્ચા કરી પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય લીધો.
બેઠકમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે, બાળકોની સુરક્ષા અને સ્વાસ્થ્ય સર્વોપરિ છે. આવા માહોલમાં બાળકોને તણાવ આપવો યોગ્ય નથી. તેમણે કહ્યું કે, બાળકોના જીવને જોખમમાં મુકી શકીએ નહીં. બેઠકમાં પ્રધાનમંત્રીએ સીબીએસઈ અધિકારીઓને કહ્યુ કે, તે ધોરણ 12ના વિદ્યાર્થીઓનું પરિણામ વેલ ડિફાઇંડ માપદંડો અનુસાર સમયબદ્ધ રીતે તૈયાર કરવામાં કરે.
આ પણ વાંચોઃ રાજ્યસભા માટે ફરીથી નોમિનેટ થયા સ્વપન દાસગુપ્તા, બંગાળ ચૂંટણી માટે આપ્યું હતું રાજીનામું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, ધોરણ-12ની પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય વિદ્યાર્થીઓના હિતમાં લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે કોરોનાથી શૈક્ષણિક કેલેન્ડર પ્રભાવિત થયું છે અને બોર્ડ પરીક્ષાનો મુદ્દો વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોમાં વધુ ચિંતા પેદા કરી રહ્યો છે, જેને સમાપ્ત કરવો જોઈએ.
પીએમ મોદીએ કહ્યુ કે, બધા હિતધારકોએ વિદ્યાર્થીઓ પ્રત્યે સંવેદનશીલતા દેખાડવાની જરૂર છે. પીએમ મોદીએ અધિકારીઓને તે નક્કી કરવાનો નિર્દેશ આપ્યો કે પરિણામ સારી રીતે નક્કી કરેલા માપદંડો અનુસાર નિષ્પક્ષ અને સમયબદ્ધ રીતે તૈયાર કરવામાં આવે. વ્યાપક પરામર્શ પ્રક્રિયાનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ તે વાતની પ્રશંસા કરી કે ભારતના ખુણે-ખુણેથી બધા હિતધારકો સાથે ચર્ચા બાદ વિદ્યાર્થીઓના હિતનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે આ મુદ્દા પર પ્રતિક્રિયા આપવા માટે રાજ્યોનો પણ આભાર વ્યક્ત કર્યો છે.
જાણો કોણ બેઠકમાં હતું હાજર
બેઠકમાં તેમને તમામ રાજ્યો અને હિતધારકો પાસેથી મળેલા સૂચનો તથા વ્યાપક ચર્ચા-વિચારણા બાદ સામે આવેલા તમામ વિકલ્પો વિશે જણાવવામાં આવ્યું હતું. વીડિયો કોન્ફરન્સ દ્વારા યોજાયેલી આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, પ્રકાશ જાવડેકર, પીયુષ ગોયલ, ધર્મેન્દ્ર પ્રધાન, નિર્મલા સીતારમન હાજર રહ્યાં હતા. આ સિવાય કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના ઘણા વરિષ્ઠ અધિકારી પણ સામેલ થયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે