CBSE 10th-12th Exam 2022: સીબીએસઈના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને મોટો ઝટકો

કેન્દ્રીય માધ્યમિક શિક્ષા પરિષદ એટલે કે CBSE ની ટર્મ 1 બોર્ડ પરીક્ષા (CBSE Class 10th and 12th Term 1 Board Exam)  આપનારા વિદ્યાર્થીઓને સુપ્રીમ કોર્ટમાંથી મોટો ઝટકો મળ્યો છે.

CBSE 10th-12th Exam 2022: સીબીએસઈના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને મોટો ઝટકો

નવી દિલ્હી: કેન્દ્રીય માધ્યમિક શિક્ષા પરિષદ એટલે કે CBSE ની ટર્મ 1 બોર્ડ પરીક્ષા (CBSE Class 10th and 12th Term 1 Board Exam)  આપનારા વિદ્યાર્થીઓને સુપ્રીમ કોર્ટમાંથી મોટો ઝટકો મળ્યો છે. કોર્ટે વિદ્યાર્થીઓ માટે હાઈબ્રિડ મોડ (ઓનલાઈન અને ઓફલાઈન) નો વિકલ્પ ઉપલબ્ધ કરાવવાનો આદેશ આપવાની ના પાડી દીધી છે. સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી સીબીએસઈ ની સાથે સાથે સીઆઈએસસીઈના 10મા અને 12મા ધોરણની  બોર્ડની પરીક્ષામાં બેસનારા વિદ્યાર્થીઓને મોટો ઝટકો મળ્યો છે. 

એક્ઝામ પ્રોસેસમાં હસ્તક્ષેપ કરવો યોગ્ય નથી- સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે કહ્યું કે સીબીએસઈ બોર્ડ પરીક્ષાઓ (CBSE Board Exam) પહેલેથી શરૂ થઈ ગઈ છે. સમગ્ર પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવો અને તેમા વિધ્ન નાખવું યોગ્ય નથી. સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે શિક્ષણ વ્યવસ્થા સાથે રમત ન કરો. અધિકારીઓ પોતાનું કામ સારી રીતે કરે. હવે ખુબ મોડું થઈ ચૂક્યું છે. 

CBSE એ સુપ્રીમ કોર્ટમાં કરી આ વાત
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ પરિષદ એટલે કે સીબીએસઈ  (CBSE) એ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે ઓફલાઈન મોડથી બોર્ડ પરીક્ષાઓ કરાવવા માટે તમામ પ્રકારે ધ્યાન રાખવામાં આવ્યું છે. આ સાથે જ પરીક્ષા કેન્દ્રોની સંખ્યા વધારીને 15000 સુધી કરવામાં આવી છે. આ ઉપરાંત પરીક્ષાનો સમય 3 કલાકથી ઘટાડીને 1.5 કલાક કરાયો છે. 

વિદ્યાર્થીઓએ ઓનલાઈન પરીક્ષાની કરી હતી માગણી
10મા અને 12મા ધોરણની બોર્ડ પરીક્ષાઓમાં સામેલ થનારા છ વિદ્યાર્થીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને આરોપ લગાવ્યો હતો કે ટર્મ એક કે સેમિસ્ટર એક પરીક્ષા ફક્ત ઓફલાઈન મોડમાં આયોજિત કરવાની બોર્ડની સંપૂર્ણ કવાયત 'એકદમ અયોગ્ય' છે. વિદ્યાર્થીઓએ અરજીમાં કોર્ટને CBSE અને CISCE ને એ નિર્દેશ આપવાની ભલામણ કરી હતી કે કોવિડ 19 મહામારી વચ્ચે 10 અને 12મા ધોરણની બોર્ડની પરીક્ષાઓ ફક્ત ઓનલાઈન મોડની જગ્યાએ હાઈબ્રિડ મોડ એટલે કે ઓફલાઈન અને ઓનલાઈન બંને રીતે કરાવવામાં આવે. 

શરૂ થઈ ગઈ છે પરીક્ષાઓ
સીબીએસઈની 12 અને 12મા ધોરણની ટર્ન 1 ની પરીક્ષાઓ પહેલેથી શરૂ થઈ ગઈ છે. 10મા ધોરણની પરીક્ષાઓ 17 નવેમ્બરથી શરૂ થઈ જ્યારે 12મા ધોરણની 16 નવેમ્બરથી શરૂ થઈ હતી. કાઉન્સિલ ફોર ધ ઈન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન (CISCE) ની બોર્ડ પરીક્ષાની સેમિસ્ટર એકની પરીક્ષા 22 નવેમ્બરથી શરૂ થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news