CBI કેસ: સિલેક્શન કમિટીનો હિસ્સો નહી હોય CJI, જસ્ટિસ સિકરીને સોંપાઇ જવાબદારી

સીબીઆઇ વિવાદમાં ચુકાદો આપ્યા બાદ સુપ્રીમ કોર્ટે સેલેક્શન કમિટીનાં સભ્યોની જાહેરાત કરી, ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ આ કમિટીમાં પોતાના બદલે એકે સિકરીને નોમિનેટ કર્યા હતા

CBI કેસ: સિલેક્શન કમિટીનો હિસ્સો નહી હોય CJI, જસ્ટિસ સિકરીને સોંપાઇ જવાબદારી

નવી દિલ્હી : કેન્દ્રીત તપાસ પંચ (સીબીઆઇ)માં ચાલી રહેલા વિવાદ પર મંગળવારે દેશની સર્વોચ્ચ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. કેન્દ્ર સરકારનાં ચુકાદાને પલટતા સુપ્રીમ કોર્ટે આલોચ વર્માને ફરી એકવાર સીબીઆઇ ચીફનાં પદ પર બહાલ કરી દીધા છે. જો કે આલોક વર્માનું ભવિષ્ય હજી પણ એક સેલેક્શન કમિટીનાં હાથમાં જ છે. જેના સભ્યોની જાહેરાત બુધવારે સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવી હતી. 

આ સિલેક્શન કમિટીમાં સુપ્રીમ કોર્ટનાં જસ્ટિસ સીકરી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને લોકસભામાં વિપક્ષનાં નેતા હશે. કારણ કે હાલ લોકસભામાં અધિકારીક રીતે કોઇ વિપક્ષનાં નેતા નથી એવામાં સૌથી મોટી પાર્ટી કોંગ્રેસ તરીકે મલ્લિકાર્જુન ખડગે આ કમિટીનાં સભ્ય હશે.આ સિલેક્શન કમિટીની બેઠક આજે જ યોજાય તેવી શક્યતા છે. સુત્રો અનુસાર મલ્લિકાર્જુન ખડગેએ અપીલ કરી છે કે આ બેઠકને શુક્રવાર સુધી ટાળી દેવામાં આવે. કારણ કે, આ દરમિયાન તેમનાં પહેલાથી જ કેટલાક કાર્યક્રમો નિશ્ચિત છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, પહેલા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા રંજન ગોગોઇનો પણ સમાવેશ કરવામાં આવનાર હતો, જો કે તેમણે પોતાનાં બદલે એકે સીકરીને નોમિનેટ કર્યા છે. મંગળવારે સુપ્રીમ કોર્ટે આ મુદ્દે પોતાનો ચુકાદો આપ્યો હતો. જેને કેન્દ્ર સરકાર માટે મોટા ઝટકા તરીકે માનવામાં આવી રહ્યું છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર દ્વારા આલોક વર્માને સીબીઆઇ નિર્દેશક પદ પરથી રજા પર મોકલી દેવામાં આવ્યાનો વિરોધ કર્યો અને કહ્યું કે, કેન્દ્રની પાસે એવું કરવાનો અધિકાર નથી. સુપ્રીમ કોર્ટે આ આદેશ આપતા આલોક વર્માને આ પદ પર ફરીથી બહાલ કરી દીધા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news