સીક્રેટ જાણકારી લીક કરવાના આરોપમાં NAVY ના કમાન્ડર સહિત 5ની CBIએ કરી ધરપકડ

સીક્રેટ જાણકારી લીક કરવાના આરોપમાં સીબીઆઈએ નેવીના એક કમાન્ડર સહિત પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ પહેલા સીબીઆઈએ કેસની તપાસ કરતા 19 જગ્યાએ દરોડા પાડી પૂરાવા ભેગા કર્યા હતા. 

સીક્રેટ જાણકારી લીક કરવાના આરોપમાં NAVY ના કમાન્ડર સહિત 5ની CBIએ કરી ધરપકડ

નવી દિલ્હીઃ સીબીઆઈએ ભારતીય નૌસેનાની કિલો ક્લાસ સબમરીનની ગોપનીય જાણકારી લીક કરવાના આરોપમાં એક નેવી કમાન્ડર સહિત પાંચ લોકોની ધરપકડ કરી છે. તેની ધરપકડ મુંબઈમાં થઈ છે. અધિકારીઓએ મંગળવારે જણાવ્યું કે, સીબીઆઈએ પાછલા મહિને એક સીક્રેટ ઓપરેશનની શરૂઆત કરી હતી, જેમાં નૌસેનાના બે નિવૃત કર્મીઓ અને અધિકારીઓ સિવાય અને અન્ય લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. 

એજન્સીના અધિકારીઓએ જણાવ્યું કે, આ મામલામાં સીબીઆઈએ અત્યાર સુધી દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ સહિત કુલ 19 સ્થળો પર સર્ચ કર્યું છે, જ્યાંથી તપાસ એજન્સીને ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજની સાથે-સાથે ડિજિટલ રૂપથી પૂરાવા હાથ લાગ્યા છે. મામલાની તપાસ હજુ ચાલી રહી છે. 

શું છે મામલો
એવો આરોપ છે કે કમાન્ડરે કિલો ક્લાસ સબમરીનના ચાલી રહેલા આધુનિકીકરણ પ્રોજેક્ટને લઈને બે નિવૃત્ત અધિકારીઓ સાથે કથિત રીતે મહત્વપૂર્ણ બાબતો પર ચર્ચા કરી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે એજન્સીના ભ્રષ્ટાચાર વિરોધી એકમ, જે ભ્રષ્ટાચારના સંવેદનશીલ અને ઉચ્ચ-પ્રોફાઇલ કેસો સાથે કામ કરે છે, તેને આ સંબંધમાં માહિતી લીક થવાનું કામ સોંપવામાં આવ્યું હતું. જે બાદ આ ઓપરેશન શરૂ થયું હતું.

જપ્ત ઉપકરણોની થઈ રહી છે ફોરેન્સિક તપાસ
અધિકારીએ જણાવ્યું કે યુનિટે ધરપકડ કરાયેલા અધિકારીઓ અને નિવૃત કર્મીોના નિયમિત સંપર્કમાં રહેનાર ઘણા અન્ય અધિકારીઓ અને પૂર્વ સૈનિકોની પૂછપરછ કરી છે. હાલ જપ્ત કરાયેલા ડિજિટલ ઉપકરણોની ફોરેન્સિક લેબમાં તપાસ ચાલી રહી છે, જેથી જાણકારી મેળવી શકાય કે સબમરીન સાથે જોડાયેલી જાણકારી અંગત સ્વાર્થવાળા લોકોમાં તો ગઈ નથીને. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news