CBI એ પહેલીવાર અત્યંત ઝેરીલા સેનેટાઈઝરને લઈને આપ્યું મોટું એલર્ટ
કોરોના વાયરસ (Coronavirus) થી બચવા માટે મોટાભાગના ડોક્ટર હેન્ડ સેનેટાઈઝર (Hand Sanitizer) નો ઉપયોગ કરવાની સલાહ આપી રહ્યાં છે. પરંતુ સેનેટાઈઝર જ તમારા જીવન માટે હાનિકારક સાબિત થઈ શકે છે. સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટીગેશન (CBI) એ પહેલીવાર એલર્ટ આપ્યું છે કે, દેશમાં એવા સેનેટાઈઝર પણ વેચાઈ રહ્યાં છે, જે ખતરનાક રીતે ઝેરીલા છે. તેનાથી લોકોના જીવનને ખતરો હોઈ શેક છે.
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :કોરોના વાયરસ (Coronavirus) થી બચવા માટે મોટાભાગના ડોક્ટર હેન્ડ સેનેટાઈઝર (Hand Sanitizer) નો ઉપયોગ કરવાની સલાહ આપી રહ્યાં છે. પરંતુ સેનેટાઈઝર જ તમારા જીવન માટે હાનિકારક સાબિત થઈ શકે છે. સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટીગેશન (CBI) એ પહેલીવાર એલર્ટ આપ્યું છે કે, દેશમાં એવા સેનેટાઈઝર પણ વેચાઈ રહ્યાં છે, જે ખતરનાક રીતે ઝેરીલા છે. તેનાથી લોકોના જીવનને ખતરો હોઈ શેક છે.
કોરોના સંકટ: PM નરેન્દ્ર મોદી આજથી 2 દિવસ તમામ મુખ્યમંત્રીઓ સાથે કરશે વાતચીત
સેનેટાઈઝરમાં થઈ રહ્યો છે મિથેનોલનો ઉપયોગ
સીબીઆઈએ ઈન્ટરપોલની મદદથી મળેલી માહિતીના આધારે દેશભરમાં પોલીસ અને કાયદા લાગુ કરનારી એજન્સીઓને સતર્ક કર્યાં છે કે, કેટલાક ગ્રૂપ અત્યંત હાનિકારક મિથેનોલના પ્રયોગથી બનેલ સેનેટાઈઝર વેચી રહ્યાં છે. અન્ય એક પ્રકારનું ગ્રૂપ એવુ છે જે, ખુદને પીપીઈ અને કોવિડ-19 સાથે જોડાયેલ વસ્તુઓનો પ્રોવાઈડર બતાવે છે. આ માહિતી સોમવારે અધિકારીઓએ આપી છે.
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા, શોપિયામાં 3 આતંકી અથડામણમાં ઠાર
બહુ જ ખતરનાક છે આવા સેનેટાઈઝરનો ઉપયોગ
અધિકારીઓએ જણાવ્યું કે, ઈન્ટરપોલે માહિતી આપી છે કે, મિથેનોલનો ઉપયોગ કરીને નકલી હેન્ડ સેનેટાઈઝર બનાવવામાં આવી રહ્યું છે. મિથેનોલ અત્યંત ઝેરીલો પદાર્થ હોય છે. તેઓએ કહ્યું કે, કોવિડ-19 દરમિયાન ઝેરીલા હેન્ડ સેનેટાઈઝરના ઉપયોગ વિશે બીજા દેશોમાંથી પણ સૂચનો પ્રાપ્ત થયા છે. એક અધિકારીએ જણાવ્યું કે, મિથેનોલ બહુ જ ઝેરીલા હોઈ શકે છે અને માનવ શરીર માટે ખતરનાક ઘાતક સાબિત થઈ શકે છે.
ફ્રોડના કેસ આવી રહ્યાં છે
અધિકારીઓએ જણાવ્યું કે, ઈન્ટરપોલ પાસેથી મળેલી સૂચના પર સીબીઆઈએ તાત્કાલિક પોલીસ અધિકારીઓને સતર્ક કર્યાં હતા. આવા ગ્રૂપે લઈને એલર્ટ કરાયા જે ધન એકઠુ કરવામાં લાગી ગયા છે. ઈન્ટરપોલની ઓફિસ લોયનમાં છે અને ભારતમાં તેમની સાથે સમન્વય કરીને જવાબદારી સીબીઆઈ પાસે છે. તેઓએ કહ્યું કે, કોરોના વાયરસની મહામારીની ઝપેટમાં હાલ સમગ્ર દુનિયા છે. જેથી અર્થવ્યવસ્થા તળિયે આવી ગઈ છે. આવામાં સંગઠિત ક્રિમીનલ ગ્રૂપ આંતરરાષ્ટ્રીય સ્તર પર બહાર આવી ગયા છે. જે ગેરકાયેદસર રીતે રૂપિયા એકઠા કરવામાં લાગી ગયા છે. કોવિડ-19 ઉપકરણોની કંપનીઓના પ્રતિનિધિ બનીને લોકોને ઠગી રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે