મધ્યપ્રદેશમાં 20 રૂપિયાની ચોરીનો કેસ 41 વર્ષ સુધી ચાલ્યો, આખરે જે થયું તે ચોંકાવનારુ

આ કેસ 1978નો છે જ્યારે ઇસ્માઇલ ખાને બાબુલાલ નામના વ્યક્તિનુ ખીચુ કાપી લીધું હતું જેમાં 20 રૂપિયાની ચોરી થઇ હતી

મધ્યપ્રદેશમાં 20 રૂપિયાની ચોરીનો કેસ 41 વર્ષ સુધી ચાલ્યો, આખરે જે થયું તે ચોંકાવનારુ

ગ્લાલિયર : મધ્યપ્રદેશના ગ્લાલિયરમાં 20 રૂપિયાની ચોરીનો એક કિસ્સો 41 વર્ષ સુધી ચાલ્યો અને હવે લોક અદાલતના કારણે આ કિસ્સાનો ઉકેલ આવ્યો છે. આરોપીને ચાર મહિના સુધી જેલમાં રહેવું પડ્યું હતું. આ કેસ 1978નો છે, જ્યારે માધોગંજ ક્ષેત્રમાં ઇસ્માઇલ ખાને બાબુલાલનાં ખીચ્ચામાંથી બસની ટિકિટની લાઇનમાં રહેલા 20 રૂપિયા કાઢી લીધા હતા. આ દરમિયાન બાબુલાલે પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો હતો. તપાસ બાદ ચલણ કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો હતો. 

જાહેર ક્ષેત્રની 56 કંપનીઓ દેવાળું ફૂંકવાના આરે, એર ઈન્ડિયા સૌથી ટોચે
ન્યાયીક મેજીસ્ટ્રેટને ત્યાં સુનવણી ચાલી અને ઇસ્માઇલે કોર્ટમાં આવવાનું બંધ કરી દીધું. જ્યારે તેઓ કોર્ટ ન આવ્યા તો વર્ષ 2004માં કોર્ટે ઇસ્માઇલ ખાનની ધરપકડનુ વોરન્ટ ઇશ્યું કર્યું હતું. પોલીસે 15 વર્ષ બાદ ઇસ્માઇલ ખાનને શોધી કાઢ્યો અને તેને જેલ મોકલી દીધો અને તેને ચાર મહિના જેલમાં રહેવું પડ્યું હતું. 

લોકસભામાં NIA સંશોધન વિધેયકને મંજુરી, વિરોધમાં માત્ર 6 મત પડ્યાં
ફરિયાદાની અપીલ અંગે સંમતીથી કિસ્સો ખતમ
ન્યાયાલયના અધિકારીના અનુસાર આ કિસ્સો શનિવારે રાષ્ટ્રીય લોક અદાલતમાં પહોંચ્યો હતો, જ્યાં પ્રથમ શ્રેણી મેજીસ્ટ્રેટ અનિલ કુમાર નામદેવની સલાહ પર આ મુદ્દાનો ઉકેલ લાવ્યા હતા. કોર્ટે બાબુલાલને કહ્યું કે, કેસ 41 વર્ષ જુનો છે. આરોપી પણ ચાર મહિના જેલમાં રહી ચુક્યો છે. આ કેસને ચલાવવાનો કોઇ જ અર્થ નથી. સુનવણી દરમિયાન ફરિયાદી બાબુલાલ (64)એ કહ્યું કે, સાહેબ હું આરોપીને નથી ઓળખતો. આટલા વર્ષો વિતિ ગયા. હવે કેસ ખતમ કરી દો. ત્યાર બાદ ફરિયાદીની સંમતીથી જ કેસ ખતમ કરી દેવામાં આવ્યો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news