Sajjan Jindal: મુંબઈના BKCમાં JSW સ્ટીલ ઑફિસના પેન્ટહાઉસમાં બળાત્કાર, ઉદ્યોગપતિ સજ્જન જિંદાલ સામે ફરિયાદ
જાણિતા ઉદ્યોગપતિ JSW સ્ટીલ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર સજ્જન જિંદાલ પર એક મહિલાની છેડતી અને બળાત્કારનો આરોપ લાગ્યો છે. આ મામલામાં મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC) પોલીસ સ્ટેશનમાં જિંદાલ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.
Trending Photos
Rape case registered against industrialist Sajjan Jindal : ફરિયાદીએ આરોપ લગાવ્યો છે કે 24 જાન્યુઆરી, 2022ના રોજ BKCમાં JSW સ્ટીલ ઓફિસના પેન્ટ હાઉસમાં તેની પર બળાત્કાર થયો હતો અને તેણે આ વર્ષે ફેબ્રુઆરીમાં BKC પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ પણ નોંધાવી હતી.
જાણિતા ઉદ્યોગપતિ JSW સ્ટીલ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર સજ્જન જિંદાલ પર એક મહિલાની છેડતી અને બળાત્કારનો આરોપ લાગ્યો છે. આ મામલામાં મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC) પોલીસ સ્ટેશનમાં જિંદાલ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલે પોલીસ તપાસ આરંભાઈ છે. સજ્જન જિંદાલ સામે કેસ હોવાથી પોલીસ પણ આ મામલે એલર્ટ બની ગઈ છે.
પોલીસના જણાવ્યા અનુસાર, સજ્જન જિંદાલ 2021માં IPL મેચ જોતી વખતે VIP બોક્સમાં આ મહિલાને મળ્યા હતા. તેના નિવેદનમાં ઘટનાનું વર્ણન કરતાં, ફરિયાદીએ આરોપ મૂક્યો છે કે 24 જાન્યુઆરી 2022ના રોજ BKCમાં JSW સ્ટીલ ઑફિસના પેન્ટહાઉસમાં તેની સાથે બળાત્કાર થયો હતો અને તેણે આ વર્ષે ફેબ્રુઆરીમાં BKC પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ પણ નોંધાવી હતી. પરંતુ તેની ફરિયાદ નોંધાઈ ન હતી. તેને જિંદાલ તરફથી પૈસા લેવા અને મામલો શાંત પાડવાની ધમકીઓ મળી રહી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ફરિયાદીએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે ઓક્ટોબર 2021માં તે VIP બોક્સમાંથી IPL જોઈ રહી હતી. તે જ સમયે તેઓ સજ્જન જિંદાલને મળ્યા અને તેઓ એકબીજાના પરિચિત થયા. જિંદાલે મુંબઈમાં પ્રોપર્ટી ખરીદવામાં રસ દર્શાવતા તેમનો નંબર તેમની સાથે શેર કર્યો હતો. આ તમામ બાબતો હાલમાં મીડિયાના રિપોર્ટને આધારે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે