રાફેલ અંગેનો CAG રિપોર્ટ રાષ્ટ્રપતિ પાસે મોકલાયો: કાલે સંસદમાં રજુ થશે

રાફેલ ડીલ પર મીડિયા રિપોર્ટમાં સતત ખુલાસાઓનો ધમાસાણ ચાલી રહ્યું છે, આ તરફ રાફેલ અંગે કેગ રિપોર્ટ રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવ્યો છે

રાફેલ અંગેનો CAG રિપોર્ટ રાષ્ટ્રપતિ પાસે મોકલાયો: કાલે સંસદમાં રજુ થશે

નવી દિલ્હી : રાફેલ ડીલમાં કથિત ગોટાળાના કારણે કોંગ્રેસ પાર્ટીના આરોપો વચ્ચે નિયંત્રક અને મહાલેખા પરીક્ષક (CAG)એ પોતાનાં રિપોર્ટ રાષ્ટ્રપતિને મોકલી આપ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી પાર્ટીઓ રાફેલ ડીલના મુદ્દે સરકાર પર પ્રહારો કરી રહી છે. એવામાં આ ડીલ પર તૈયાર કેગ રિપોર્ટના સંસદમાં રાખવા માટેની રાહ જોવામાં આવી રહી છે. પોતાનાં રિપોર્ટમાં જણાવ્યું કે, સોમવારે જ કેગે રાફેલ ડીલ પર તૈયાર પોતાના રિપોર્ટને અધિકારીક રીતે રાષ્ટ્રપતિ ભવન મોકલ્યા છે. 

CAG પોતાના રિપોર્ટની એક કોપી રાષ્ટ્રપતિની પાસે અને બીજી કોપી નાણામંત્રાલયની પાસે મોકલે છે. મળતી માહિતી અનુસાર કેગે રાફેલ પર 12 ચેપ્ટર લાંબી વિસ્તૃત રિપોર્ટ તૈયાર કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા અઠવાડીયા પહેલા જ સંરક્ષણ મંત્રાલયે રાફેલ અંગે વિસ્તૃત જવાન અને સંબંધિત રિપોર્ટ કેપને સોંપ્યો હતો. જેમાં ખરીદી પ્રક્રિયાની મહત્વ માહિતી સાથે 36 રાફેલની કિંમતો પણ જણાવવામાં આવી હતી. 

કેગનો આ અહેવાલ ઘણો લાંબો છે, જેને પ્રોટોકેલ હેઠળ સૌથી પહેલા રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવી છે. હવે રાષ્ટ્રપતિ ભવનની તરફથી કેગ રિપોર્ટ લોકસભા સ્પીકરનાં ઓફીસ અને રાજ્યસભા ચેરમેનની ઓફીસને મોકલવામાં આવશે. બજેટ સત્ર બુધવારે સમાપ્ત થઇ રહ્યું છે. એવામાં માનવામાં આવી રહ્યું છે કે, કાલ અથવા પરમ દિવસે રાફેલ પર કેગનો રિપોર્ટ લોકસભા અને રાજ્યસભામાં રજુ કરવામાં આવી શકે છે. 

રાફેલ અંગે નિમયો બદલ્યા? ટીમ હેડનો જવાબ
મીડિયા રિપોર્ટમાં સોમવારે કરવામાં આવેલા દાવા વચ્ચે ભારતીય પક્ષની તરફથી રાફેલ વાર્તાનું નેતૃત્વ કરનારા એર માર્શલ SBP સિન્હાએ જવાબ આપ્યો છે. સમાચાર એજન્સી ANI સાથે વાચતીતમાં તેમણે કહ્યું કે, એક પોઇન્ટનો સાબિત કરવા માટે કેટલીક નોટ્સ સિલેક્ટિવ રીતે ઉઠાવાઇ રહ્યા છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે, તેમાં સચ્ચાઇ નથી. ભારતીય ટીમે જે પોતાનો અંતિમ રિપોર્ટ આપ્યો છે તેના પર તમામ 7 સભ્યો વગર કોઇ અસંમતીના હસ્તાક્ષર કર્યા છે. 

સરકારથી સરકાર વચ્ચે કોન્ટ્રાક્ટમાં એન્ટી કરપ્શન ક્લોઝ પર એર માર્શલ સિન્હાએ કહ્યું કે, અત્યાર સુધી અમારા અમેરિાક અને રશિયા સાથે સરકારથી સરકાર વચ્ચે કોન્ટ્રાક્ટ હતો. આ ત્રીજો સરકારથી સરકાર કોન્ટ્રાક્ટ છે, જે ફ્રાંસ સાથે થયું. એવા ક્લોઝ તેમાંથી કોઇની સાથે નહોતું. 

મીડિયા રિપોર્ટમાં નવો દાવો
અત્રે ઉલ્લેખનીય છે કે, સોમવારે એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, સરકારે સમજુતી પર હસ્તાક્ષર કર્યાનાં થોડા દિવસો પહેલા જ માનક સંરક્ષણ ખરીદી પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ પેનલ્ટી સાથે જોડાયેલા મહત્વના પ્રાવધાનોને હટાવ્યા હતા. ન્યૂઝ રિપોર્ટ અનુસાર ડિફેન્સ એખ્ટિજિશન કાઉન્સિલથી સપ્ટેમ્બર, 2016માં ઇન્ટર ગવર્નમેન્ટલ એગ્રીમેન્ટ સપ્લાઇ પ્રોટોકેલ્સ, ઓફસેટ કોન્ટ્રાક્ટ્સ અને ઓફસેટ શેડ્યુલમાં 9 પરિવર્તનોને મંજુરી આપી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news