પુરાવાઓ વગર માત્ર આરોપો લગાવવાથી જ ભ્રષ્ટાચાર સાબિત નહી થાય: CAG
ગુરૂવારે કેગ સાથેની બેઠકમાં કોંગ્રેસી નેતાઓએ સ્પષ્ટ નિર્દેશો અપાયા કે માત્ર આરોપોથી કશુ નહી થાય તેઓ પુરાવાઓ પણ રજુ કરે
Trending Photos
નવી દિલ્હી : રાફેલ ડીલને ગોટાળો ગણાવવાનાં પ્રયાસો કરી રહેલી કોંગ્રેસ પાર્ટીનાં નેતાઓ CAGને મળવા માટે ગયા હતા. જો કે કેગે સ્પષ્ટ જણાવ્યું કે, માત્ર આરોપો લગાવવાથી કે નિવેદનો કરવાથી ભ્રષ્ટાચાર સાબિત નહી થાય. સુત્રો અનુસાર કોંગ્રેસ નેતાઓએ ગુરૂવારે કેગ સાથે કરેલી મુલાકાતમાં સ્પષ્ટ કહી દીધું કે જે આરોપ તેઓ સરકાર પર લગાવી રહ્યા છે, તેનાં ડોક્યુમેન્ટ્સ પણ સોંપે. નહી તો આ મુદ્દો આગળ વધી જ નહી શકે.
કોંગ્રેસ પાર્ટીનાં નેતાઓ બીજી વાર CAGને મળવા માટે પહોંચ્યા હતા. તે અગાઉ પણ કોંગ્રેસનાં નેતા કેગને મળીને રાફેલ અંગેના પુરાવા સોંપી ચુક્યા છે. ગુરૂવારે યોજાયેલી બેઠકમાં કોંગ્રેસ નેતાઓએ રાફેલ વિવાદ અંગેના 3 નવા કેસનાં પુરાવા તરીકે ઉલ્લેખ કર્યો.
આ ત્રણ કેસ છે
1. રાફેલ અંગે ફ્રાંસના પૂર્વ રાષ્ટ્રપતિ ઓલાંદનું નિવેદન
2. સંરક્ષણ મંત્રાલયે પૂર્વ જોઇન્ટ સેક્રેટરીનું રાફેલ ડીલ અંગે આપેલ નવી ડિસેંટ નોટ
3. ભારતનાં પૂર્વ વિદેશ સચિવ એસ.જયશંકર અને ડિસોલ્ટનાં ચેરમેનનાં સ્ટેટમેન્ટને પણ સોંપ્યું છે જેમાં HAL અને ડિસોલ્ટની વચ્ચે 95 % ડીલ થવાની વાત હતી.
બીજી તરફ કોંગ્રેસ પાર્ટી કેગ ઉપરાંત CVC સાથે પણ રાફેલ ડીલના મુદ્દે ફરિયાદ કરી ચુક્યા છે. સીવીસીને તો કોંગ્રેસે રફેલ ડીલ અંગેનાં તમામ ડોક્યુમેન્ટ્સને સીલ કરીને કેસ ઝડપથી ફરિયાદ દાખલ કરવા માટેની માંગ કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે