સવર્ણ અનામત: મોદીએ કલાકોમાં લીધો નિર્ણય, PMનાં નિર્ણયથી મંત્રીઓ પણ હતા આશ્ચર્યચકિત

આર્થિક આધાર પર અનામત આપવાનો નિર્ણય નોટબંધીની જેમ જ અચાનક લેવામાં આવ્યો, આ નિર્ણય અંગે કોઇ વરિષ્ઠ મંત્રીઓને પણ માહિતી નહોતી

સવર્ણ અનામત: મોદીએ કલાકોમાં લીધો નિર્ણય, PMનાં નિર્ણયથી મંત્રીઓ પણ હતા આશ્ચર્યચકિત

નવી દિલ્હી : આર્થિક રીતે પછાત વર્ગોને 10 ટકા અનામત આપવા માટે સંવિધાનમાં સંશોધનવાળા વિધેયકનું પ્રપોઝલ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયે માત્ર એક જ દિવસમાં તૈયાર કર્યું હતું. ત્યાર બાદ કેન્દ્રીયમંત્રીઓને પણ માહિતી નહોતી આપી. માનવામાં આવી રહ્યું છે કે ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં પરાજય બાદ પોતાની વોટબેંકને ખુશ કરવા માટે મોદી સરકારે આ નિર્ણય કર્યો હતો. 

1 જ દિવસમાં બનાવી કેબિનેટ નોટ
સુત્રોએ જણાવ્યું કે, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયે સોમવારે મીટિંગ માટે કેબિનેટ નોટ એક દિવસમાં બનાવી હતી. આ કેન્દ્રીય મંત્રીઓને પણ દેખાડવામાં આવી નહોતી. એક વરિષ્ઠ મંત્રીએ જણાવ્યું કે, સરકાર સંવિધાનમાં સંશોધન વિધેયક રજુ કરવાની યોજના નહોતી બનાવી રહી. નિર્ણય સુપ્રીમ સ્તર પરથી લેવામાં આવ્યો અને મંત્રાલયને એક પ્રપોઝલ તૈયાર કરવા માટે જણાવવામાં આવ્યું હતું. 

કાયદા મંત્રાલય દ્વારા કરવામાં આવી રહ્યો છે સુધારો
મંત્રાલયો પ્રપોઝલ તૈયાર કરવા માટે આર્થિક રીતે પછાત વર્ગોની પરિભાષા માટે પહેલા આપેલા માપદંડોનો ઉપયોગ કર્યો. જો કે મંત્રીમંડળ તરફથી તેને સ્વિકૃતી મળી ચુકી છે. જો કે હાલ કાયદા મંત્રાલય દ્વારા સંવિધાનમાં સંશોધન મુદ્દે તેમાં કેટલાક સુધારાઓ કરવામાં આવી રહ્યા છે. 

નોટબંધી સમયે પણ અચાનક નિર્ણય લેવાયો હતો.
વડાપ્રધાન પોતાનાં અચાનક અને સરપ્રાઇઝ નિર્ણયોનાં કારણે જ જાણીતા છે. જે પ્રાકરે તેમણે સવર્ણ અનામતનો નિર્ણય 1 દિવસ કરતા પણ ઓછા સમયમાં લીધો હતો. તેવી જ રીતે નોટબંધીનો નિર્ણય પણ તેમણે અચાનક લીધો હતો. વિવિધ પ્રપોઝલનાં આંકડાઓનો પોતાના ખાસ અધિકારીઓ પાસે અભ્યાસ કરાવ્યા બાદ કોઇને પણ ખબર ન પડે તે રીતે તેમણે ગુપ્ત રીતે નોટબંધીનો નિર્ણય લીધો હતો. અચાનક જ તેમણે નોટબંધીની જાહેરાત કરી દીધી હતી. ત્યારે કોઇ પણ મંત્રીને જાણ કરવામાં આવી નહોતી. કે કોઇ અધિકારીઓને પણ નોટબંધી અંગે મહિતી નહોતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news