CAA પર કેન્દ્ર સરકારે સુપ્રીમમાં દાખલ કર્યો જવાબ, કહ્યું- આ મૌલિક અધિકારોનું ઉલ્લંઘન કરતો નથી
નાગરિકતા સંશોધન કાયદાના મામલામાં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં 129 પેજનો પ્રારંભિક જવાબ દાખલ કર્યો છે.
Trending Photos
નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન કાયદા (CAA)ના મામલામાં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં 129 પેજનો પ્રારંભિક જવાબ દાખલ કર્યો છે. કેન્દ્રએ કહ્યું કે, સીએએથી કોઈપણ નાગરિકના હાલના અધિકારો પર પ્રતિબંધ નથી. આ કાયદો, લોકતાંત્રિક કે ધર્મનિરપેક્ષ અધિકારોને પ્રભાવિત કરશે નહીં.
કેન્દ્ર સરકારે આ જવાબ વિવાદાસ્પદ કાયદાની બંધારણીય કાયદેસરતાને પડકારતી અપીલોને ધ્યાનમાં રાખીને આપ્યો છે. કેન્દ્રએ તે પણ કહ્યું કે, આ કાયદાથી બંધારણીય નૈતિકતાનું ઉલ્લંઘન થવાનો સવાલ ઊભો થતો નથી.
મહત્વનું છે કે સીએએ વિરુદ્ધ અત્યાર સુધી ઘણી અરજી દાખલ કરવામાં આવી છે. રાજસ્થાન સરકારે પણ સીએએ વિરુદ્ધ સોમવારે અરજી દાખલ કરી હતી અને કહ્યું હતું કે આ કાયદામાં ધર્મને આધાર બનાવવામાં આવ્યો છે. રાજસ્થાન સરકારે સીએએ કાયદાને રદ્દ કરવાની માગ કરી હતી અને અરજીમાં કહ્યું હતું કે સીએએ કાયદો મૌલિક અધિકારોનો ભંગ કરે છે. સીએએ બંધારણની મૂળ ભાવનાની વિરુદ્ધ છે અને તેનો ભંગ કરે છે.
આ પહેલા કેરલ અને પંજાબ સરકારે પણ આ કાયદા વિરુદ્ધ અરજી દાખલ કરી હતી.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે