bypoll Results 2020 LIVE: MP-UP પેટાચૂંટણીમાં ભાજપનો સપાટો, જાણો ક્યાં કેટલી બેઠકો પર આગળ

કોરોના મહામારી વચ્ચે મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ગુજરાત સહિત 11 રાજ્યોની 58 વિધાનસભા બેઠકો પર થયેલી પેટાચૂંટણીના આજે પરિણામ છે.

 bypoll Results 2020 LIVE: MP-UP પેટાચૂંટણીમાં ભાજપનો સપાટો, જાણો ક્યાં કેટલી બેઠકો પર આગળ

નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ગુજરાત સહિત 11 રાજ્યોની 58 વિધાનસભા બેઠકો પર થયેલી પેટાચૂંટણીના આજે પરિણામનો દિવસ છે. જેમાંથી મધ્ય પ્રદેશ, ગુજરાત અને ઉત્તર પ્રદેશના પેટાચૂંટણીના પરિણામ ભાજપ માટે ઉત્સાહવર્ધક જોવા મળી રહ્યા છે. મધ્ય પ્રદેશ, યુપી અને ગુજરાતમાં ભાજપે સપાટો બોલાવ્યો છે. મધ્ય પ્રદેશમાં ભાજપના ફાળે મોટાભાગની બેઠકો જતી જોવા મળી રહી છે. આથી હવે પ્રદેશની શિવરાજસિંહ ચૌહાણની સરકારને કોઈ વાંધો આવશે નહીં તેવું લાગે છે. ટ્રેન્ડમાં ભાજપને સ્પષ્ટ લીડ મળતી જોવા મળતા હવે પૂર્વ મુખ્યમંત્રી અને એમપી કોંગ્રેસના અધ્યક્ષ કમલનાથનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું કે પ્રજાતંત્રમાં જે મતદારોનો જે નિર્ણય હોય છે તે સ્વીકાર હોય છે. પૂરેપૂરું રિઝલ્ટ આવવા દો. અમે જનાદેશનું સન્માન કરીશું. 

LIVE UPDATES:

58 બેઠકો પર પેટાચૂંટણી પરિણામ (લીડ પ્લસ જીત)
         
પેટાચૂંટણી પરિણામ કુલ બેઠકો ભાજપ કોંગ્રેસ અન્ય
         
મધ્ય પ્રદેશ 28 19 7 1 (BSP)
         
ઉત્તર પ્રદેશ 7 6   1 (સપા)
         
ગુજરાત 8 8 (7 લીડ અને 1 જીત)    
         
મણિપુર 5 4 (3 જીત 1 પર આગળ   1
         
ઝારખંડ 2   1 1 (JMM)
         
કર્ણાટક 2 2    
         
નાગાલેન્ડ 2     1 (અપક્ષ) 1 નેશનલ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી)
         
તેલંગણા 1 1    
         
ઓડિશા 2     2(બીજેડી) 
         
છત્તીસગઢ 1   1  
         
હરિયાણા 1   1  
         

- મધ્ય પ્રદેશમાં ભાજપનું જીતનું ખાતું ખુલ્યું, માંધાતાથી નારાયણ પટેલ 21900 મતોથી જીત્યા
- મધ્ય પ્રદેશની 28 બેઠકોમાંથી હાલ 14 બેઠકો પર ભાજપ આગળ છે. તેમણે ટ્વીટ  કરીને કહ્યું કે દરેક નાગરિકના સુખદુખ માટે કામ કરું છું.

— Office of Shivraj (@OfficeofSSC) November 10, 2020

- સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ. 

11 રાજ્યોની 58 બેઠકો પર પેટાચૂંટણી
ગુજરાતની પણ 8 બેઠકો પર પેટાચૂંટણી થઈ હતી જેના આજે પરિણામ છે. મણિપુરની ચાર બેઠકો, હરિયાણાની એક બેઠક,છત્તીસગઢની એક બેઠક, ઝારખંડની બે બેઠકો,કર્ણાટકની બે બેઠકો પર થયેલી  પેટાચૂંટણી માટે આજે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. આ ઉપરાંત નાગાલેન્ડની બે બેઠકો, તેલંગણનાની એક અને ઓડિશાની બે સીટો માટે પણ પેટાચૂંટણી થઈ હતી. મણિપુરને બાદ કરતા તમામ  બેઠકો પર 3 નવેમ્બરે મતદાન થયું હતું. મણિપુરની બેઠક માટે સાત નવેમ્બરે ચૂંટણી થઈ હતી. આ ઉપરાંત બિહારની વાલ્મિકી નગર લોકસભા સીટ માટે પણ પેટાચૂંટણી થઈ હતી જેનું આજે પરિણામ આવશે. 

મધ્ય પ્રદેશમાં પહેલીવાર આટલી મોટી પેટાચૂંટણી
મધ્ય પ્રદેશના રાજકીય ઈતિહાસમાં પહેલીવાર આટલી બધી બેઠકો પર એક સાથે પેટાચૂંટણી થઈ છે. માર્ચ 2020માં કોંગ્રેસના 22 ધારાસભ્યોએ રાજીનામું આપી દીધા બાદ કમલનાથ સરકાર તૂટી. આ ધારાસભ્યો જ્યોતિરાદિત્ય સિંધિયાના સમર્થક હતા. જે ભાજપમાં જોડાઈ ગયા. મધ્ય પ્રદેશની હાલની 230 બેઠકોની વિધાનસભામાં ભાજપના 107, કોંગ્રેસના 87, બસપાના 2, સપાના એક અને ચાર અપક્ષ છે. પેટાચૂંટણી વચ્ચે જ દમોહથી કોંગ્રેસના ધારાસભ્ય રાહુલ લોધી પણ રાજીનામુ આપીને ભાજપમાં જોડાઈ ગયા. વિધાનસભાની હાલની પ્રભાવી સંખ્યા 229ના આધારે બહુમતનો આંકડો 115નો રહે છે. આવામાં ભાજપને ઓછામાં ઓછી 8 બેઠકોની જરૂર છે. જ્યારે કોંગ્રેસ માટે તમામ બેઠકો જીતવાનો પડકાર છે. 

યુપીમાં સાત  બેઠકો પર પેટાચૂંટણી
યુપીમાં ફેબ્રુઆરી-માર્ચ 2022માં વિધાનસભા ચૂંટણી અગાઉ પેટાચૂંટણી યોગી આદિત્યનાથ માટે મહત્વની મનાઈ રહી છે. યુપીમાં સાત બેઠકો પર પેટાચૂંટણી છે. જેમાં નોગાંવ સાદાત,ટુંડલા, બાંગરૂમઉ, બુલંદશહેર, દેવરિયા, ઘાટમપુર અને મલ્હાની બેઠકો પર પેટાચૂંટણી થઈ. 

ગુજરાતની 8 બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ હતી
આજે વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણીની મતગણતરી માટે ચૂંટણી પંચ સજ્જ બન્યું છે. કુલ 25 મથકો પર મતગણતરી હાથ ધરાશે. આ વખતે કોરોના સંક્રમણને કારણે મતદાન મથકોની સંખ્યામાં વધારો કરાયો હોવાથી ઇવીએમની સંખ્યા પણ વધી છે જેને કારણે મતગણતરીના રાઉન્ડ પણ વધારવામાં આવ્યા છે. 17 મતદાન મથક પર EVM થી મતગણતરી થશે. કુલ 97 ટેબલ પર મત ગણતરી હાથ ધરાશે. સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ થશે. જે બેઠકો માટે પેટાચૂંટણી થઈ હતી જેમાં અબડાસા, લીંબડી, મોરબી, ધારી, ગઢડા, કપરાડા, કરજણ અને ડાંગ સામેલ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news