બુરાડીમાં મળેલી 11 લાશોનું રહસ્ય, રજિસ્ટરમાં લખ્યું છે- બધી જ ઇચ્છાઓની પુરી થાય

ઉત્તર દિલ્હીના બુરાડીમાં એક જ પરિવારના 11 સભ્યોના રહસ્યમયી પરિસ્થિતિમાં મૃતદેહ મળી આવવાના કેસમાં મળી આવેલા હાથથી લખેલી નોટ્સમાં કહેવામાં આવ્યું છે કે 'માનવ શરીર અસ્થાયી છે અને પોતાની આંખો અને મોઢું બંધ કરીને ડરથી બહાર આવી શકાય છે.'

બુરાડીમાં મળેલી 11 લાશોનું રહસ્ય, રજિસ્ટરમાં લખ્યું છે- બધી જ ઇચ્છાઓની પુરી થાય

નીરજ ગૌડ/ નવી દિલ્હી: ઉત્તર દિલ્હીના બુરાડીમાં એક જ પરિવારના 11 સભ્યોના રહસ્યમયી પરિસ્થિતિમાં મૃતદેહ મળી આવવાના કેસમાં મળી આવેલા હાથથી લખેલી નોટ્સમાં કહેવામાં આવ્યું છે કે 'માનવ શરીર અસ્થાયી છે અને પોતાની આંખો અને મોઢું બંધ કરીને ડરથી બહાર આવી શકાય છે.'

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ નોટ સંકેત આપે છે કે આ મોતમાં કોઇ 'ધાર્મિક અથવા આદ્યાત્મિક પાસું' છે. એક અન્ય અધિકારીએ કહ્યું કે તપાસ કરવામાં આવી રહી છે કે આ પરિવાર કોઇ તંત્ર-મંત્રમાં સામેલ હતું અથવા કોઇ તાંત્રિકના અનુયાયી હતા. ક્રાઇમ બ્રાંચના સૂત્રોના જણાવ્યા અનુસાર જે બે રજિસ્ટર ઘરમાંથી મળ્યા છે. તેમાં એ પ્રકારે લખ્યું છે જે હાલતમાં બધી જ 10 લાશો લટકેલી હાલતમાં મળી છે. એ પણ લખવામાં આવ્યું છે કે બધી ઇચ્છાઓ પુરી થાય. 

તે બંને રજિસ્ટરના લગભગ 35 પાનાની શરૂઆતના કેટલાક પાનામાં એ વાતનો ઉલ્લેખ છે કે કયા વ્યક્તિએ ક્યાં ઉભા રહીને લટકવાનું છે અને ખાસકરીને એ પણ લખવામાં આવ્યું છે કે દરવાજા પાસે કયા વ્યક્તિએ લટકવાનું છે. જે પ્રકારે લખ્યું છે તે પ્રમાણે તમામ 10 લાશો મળી છે.

સંબંધીઓએ 'ધાર્મિક એંગલ' નકારી કાઢ્યો
ઉત્તરી દિલ્હીના બુરાડીમાં પોતાના ઘરમાં રહસ્યમયી હાલતમાં મૃત હાલતમાં મળેલા એક પરિવારના 11 સભ્યોના મોતની ઘટનાને એક સંબંધીએ કાવતરાની આશંકા વ્યક્ત કરી છે કે તે 'શિક્ષિત લોકો હતા, અંધવિશ્વાસી નહી.' આ પરિવારના એક સંબંધી કેતન નાગપાલે આરોપ લગાવ્યો છે કે તેમને મારવામાં આવ્યા છે. તેમને પોલીસની આ કહાનીને નકારી કાઢી. આ 'સામુહિક આત્મહત્યા'નો મામલો હોય શકે. તેમણે કહ્યું કે આ એક સમૃદ્ધ પરિવાર હતો. સંબંધીઓએ દાવો કર્યો કે આ મોતમાં કોઇ 'મોતનો એંગલ' નથી. 

10 સભ્યોની આંખો અને મોંઢા પર કપડાં બાંધેલા હતા
પોલીસે જણાવ્યું કે 10 સભ્યોની આંખો અને મોંઢા પર કપડાં બાંધેલા હતા અને તેમની લાશ લટકી રહી હતી જ્યારે 77 વર્ષની એક મહિલા જમીન પર મૃત મળી આવી અને તેની આંખો અને મોંઢા પર પટ્ટી બાંધેલી ન હતી. બાળકોના હાથ-પગ બાંધેલા હતા. મકાનની તલાશી દરમિયાન પોલીસના હાથમાં કેટલીક લખેલી નોટ્સ મળી જેના વિશે તેમનું કહેવું છે કે પરિવાર કોઇ ધાર્મિક કર્મકાંડનું પાલન કરતો હશે. 

સંયુક્ત પોલીસ કમિશ્નર (ક્રાઇમ) આલોક કુમારે જણાવ્યું કે ''અમને હાથ વડે લખેલી નોટ મળી છે જેમાં વિસ્તારપૂર્વક જણાવવામાં આવ્યું છે કે હાથ અને પગ કયા પ્રકારે બાંધવામાં આવે અને લગભગ તે પ્રાઅક્રે 10 લોકોની લાશ મળી આવી. ખૂબ લાંબી નોટ્સ છે અને તેનું અધ્યન કરી રહ્યા છીએ.''

(ઇનપુટ ભાષામાંથી)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news