બુલંદશહેર હિંસા: પ્રશાંત નટની પત્નીએ કહ્યું- ‘પોલીસે જ ઘરમાં મુક્યો હતો ઇન્સ્પેક્ટર સુબોધનો ફોન’
પ્રશાંત નટની પત્નીએ આરોપ લગાવ્યો છે કે રવિવારે (27 જાન્યુઆરી) તેમના ઘરમાંથી મળેલો ઇન્સ્પેક્ટર સુબોધ કુમારનો ફોન પોલીસે જાતે તેમના ઘરમા મુક્યો હતો. આ મામલે પ્રશાંત નટની 27 ડિસેમ્બર 2018ના પોલીસે ધરપકડ કરી હતી.
Trending Photos
નવી દિલ્હી: બુલંદશહેર હિંસા (Bulandshahr Violence)માં ઇન્સ્પેક્ટર સુબોધ કુમાર (Inspector Subodh Kumar)ની હત્યાના આરોપી પ્રશાંત નટની પત્નીએ યૂપી પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યો છે. પ્રશાંત નટની પત્નીએ આરોપ લગાવ્યો છે કે રવિવારે (27 જાન્યુઆરી) તેમના ઘરમાંથી મળેલો ઇન્સ્પેક્ટર સુબોધ કુમારનો ફોન પોલીસે જાતે તેમના ઘરમા મુક્યો હતો. તેમને જણાવી દઇએ કે આ મામલે પ્રશાંત નટની 27 ડિસેમ્બર 2018ના પોલીસે ધરપકડ કરી હતી.
પ્રશાંત નટની પત્નીએ મીડિયાને જણાવ્યું કે, ‘પોલીસ અમારા ઘરે આવી અને કહ્યું કે તેમની પાસે ઘરની ચકાસણી કરવાનું વોરંટ છે. તેમણે મને પ્રશાંતના રૂમ વિશે પુછ્યું હતું. બે પોલીસવાળા રૂમમાં ગયા અને ત્યાં ડ્રેસિંગ ટેબલ પર એક ફોન મુક્યો હતો. જ્યારે મેં તેમને કહ્યું કે આ ફોન અમારો નથી, ત્યારે પોલીસે અમને ચૂપ રહેવા કહ્યું હતું. ત્યાર બાદ પોલીસ તે ફોનને તેમની સાથે લઇ જતી રહી હતી.’
વધુમાં વાંચો: રાજ ઠાકરેના પુત્ર અમિતે કર્યા લગ્ન, રિસેપ્શનમાં ટાટાથી લઇને અમિતાભ જેવા સ્ટાર્સ પહોંચ્યા
બુલંદશહેર પોલીસે ઇન્સ્પેક્ટર સુબોધ કુમારની હત્યાના આરોપી પ્રશાંત નટ બાદ 1 જાન્યુઆરીએ એક અન્ય આરોપી કલુઆની ધરપકડ કરી હતી. કલુઆ પર આરોપ છે કે તેણે તિક્ષણ હથિયારના ઘા મારી ઇન્સ્પેક્ટરને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યો હતો.
ઇન્સ્પેક્ટર સુબોધ સિંહની હત્યા મામલે મુખ્ય આરોપી પ્રશાંત નટની પોલીસે 27 ડિસેમ્બરે ધરપકડ કરી છે. વરિષ્ઠ પોલીસ અધિકારી (એસએસપી) બુલંદશહેર પ્રભાકર ચૌધરીએ નટની ધરપકડની પુષ્ટી કરી હતી. તમને જણાવી દઇએ કે 29 ડિસેમ્બરના સ્યાના કોતવાલી સ્ટેશન ક્ષેત્રના ચિંગરાવટી ગામમાં બુંલદશહેર હિંસા મામલે ગ્રામીણોનો પોલીસ તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો. ગ્રામીણોએ સ્યાનાના ભાજપ ધારાસભ્ય દેવેન્દ્ર સિંહ લોધીને બંધક બનાવી લીધા હતા.
તે દરમિયાન ગ્રામીણોએ સ્યાના હિંસાને લઇને કરવામાં આવતી પોલીસ કાર્યવાહી સામે રોષ વ્યક્ત કર્યો હતો અને ભાજપ ધારાસભ્યને ખરૂ-ખોટૂં સંભળાવ્યું હતું. ગુસ્સામાં લોકોએ ધારાસભ્ય દેવેન્દ્ર સિંહ લોધીને ત્રણ કલાક સુધી બંધક બનાવી રખ્યા હતા. તેમણે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પાસે સીબીઆઇ તપાસ તેમજ નિર્દોષ ગ્રામીણોની ધરપકડ ન કરવાની માગ કરી હતી. કાર્યવાહીનું આશ્વાસન બાદ લોકોએ ધારાસભ્યને છોડ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે