BSPની જગ્યાએ ભૂલથી BJPને મત અપાઈ ગયો, યુવકે પોતાની જ આંગળીના કરી નાખ્યાં બે ટુકડાં

લોકસભા ચૂંટણી 2019ના બીજા તબક્કાનું મતદાન ગુરુવારે 18 એપ્રિલના રોજ પૂરું થયું. યુપીની 8 બેઠકો માટે મતદાન શાંતિપૂર્ણ રીતે થયું. પરંતુ આ બધા વચ્ચે  એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યાં છે.

BSPની જગ્યાએ ભૂલથી BJPને મત અપાઈ ગયો, યુવકે પોતાની જ આંગળીના કરી નાખ્યાં બે ટુકડાં

બુલંદશહેર: લોકસભા ચૂંટણી 2019ના બીજા તબક્કાનું મતદાન ગુરુવારે 18 એપ્રિલના રોજ પૂરું થયું. યુપીની 8 બેઠકો માટે મતદાન શાંતિપૂર્ણ રીતે થયું. પરંતુ આ બધા વચ્ચે  એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યાં છે. શિકારપુરમાં એક મતદાતાએ ભૂલથી પોતે જે પાર્ટીને મત આપવા માંગતો હતો તેની જગ્યાએ અન્ય પાર્ટીને મત આપી દીધો. પોતાની આ ભૂલનો અહેસાસ થતા મતદારે તીક્ષ્ણ હથિયારથી પોતાની આંગળી જ કાપી નાખી. 

શિકારપુરની ઘટના
બુલંદશહેરના શિકારપુર પોલીસ સ્ટેશન ક્ષેત્રના ગામ અબ્દુલ્લાપુર હુલાસપુરનો એક યુવક પવનકુમાર, કે જેણે પોતાના હાથની એક આંગળી એટલા માટે કાપી નાખી કારણ કે ભૂલથી તેણે બીએસપીની જગ્યાએ બીજેપીને મત આપી દીધો. 

ઘરે આવીને ભૂલનો અહેસાસ થયો
યુવક જ્યારે ઘરે આવ્યો તો તેને પોતાની ભૂલનો અહેસાસ થયો અને તેણે તીક્ષ્ણ હથિયાર ઉઠાવ્યું અને પોતાના જ હાથથી જે આંગળીથી મતદા કર્યું હતું તેને કાપી નાખી. 

જુઓ LIVE TV

સારવાર બાદ રજા મળી
આ ઘટના બાદ પરિજનો તેને અફરાતફરીમાં હોસ્પિટલ લઈ ગયાં. અહીં યુવકની સારવાર કરવામાં આવી અને તેને ત્યારબાદ રજા આપવામાં આવી. 

માયાવતી પ્રત્યે આસ્થા બતાવી
પીડિતના ભાઈ કૈલાશચંદે જણાવ્યું કે એક જેવા દેખાવવાના કારણે ઉત્સુક્તામાં રહેલા તેના ભાઈએ ભૂલથી ભાજપની સામે બટન દબાવ્યું. ભૂલનું ભાન થતા તેણે પોતાની આંગળી કાપી નાખી અને તેના બે ટુકડા થઈ ગયાં. પવનની માયાવતી પ્રત્યે એટલી આસ્થા હતી કે તેણે આંગળી જ કાપી નાખી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news