10 સપ્ટેમ્બરથી બદલાશે આ રાશિના જાતકોનું ભાગ્ય, બુધની વક્ર ચાલ લોકોને કરશે માલામાલ

Budh Vakri 2022: બુધ ગ્રહની પૂર્વવર્તી અસર લગભગ તમામ રાશિઓને અસર કરશે. આ સિવાય બિઝનેસ, નોકરી, શિક્ષણ વગેરે સહિત દરેક ક્ષેત્ર પર તેની અસર જોવા મળશે.

10 સપ્ટેમ્બરથી બદલાશે આ રાશિના જાતકોનું ભાગ્ય, બુધની વક્ર ચાલ લોકોને કરશે માલામાલ

નવી દિલ્હીઃ Budh Vakri 2022: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહ-નક્ષત્રો આપણા જીવનમાં સારો-ખરાબ પ્રભાવ પાડે છે. ગ્રહોની ચાલ જ્યાં લોકોને માલામાલ કરી દે છે, તો કેટલીક રાશિઓ પર તેની ખરાબ અસર પડે છે કે લોકો બરબાદ પણ થઈ જાય છે. સમય-સમયમાં ગ્રહ ગોચર તથા રાશિ પરિવર્તન થતું રહે છે અને તેથી કહેવામાં આવે છે કે સમય દરરોજ એક સમાન રહેતો નથી. આ વખતે પણ કેટલીક રાશિઓના જીવનમાં મોટો ફેરફાર આવવાનો છે. કારણ કે 10 સપ્ટેમ્બરે બુધ ગ્રહ પોતાની સ્વરાશિ કન્યામાં વક્રી થવાનો છે અને 12 ઓક્ટોબર સુધી ત્યાં રહેશે. જેની અસર કન્યા સહિત લગભગ 12 રાશિઓ પર પડશે. પરંતુ બુધ વક્રી આ વખતે 3 રાશિઓ માટે ખુબ ખાસ થવાની છે કારણ કે તેનું ભાગ્ય બદલી જશે અને ધન લાભના માર્ગ ખુલશે. 

કન્યા રાશિ
બુધ ગ્રહ પોતાની સ્વરાશિ કન્યામાં વક્રી થવાનો છે અને આ કારણે કન્યા રાશિના જાતકોનું ભાગ્ય બદલાવાનું છે. કન્યા રાશિના જાતકોને કાર્યક્ષેત્રમાં સન્માન મળશે અને બોસ તમારા પર મહેરબાન રહેશે. કરિયરમાં પ્રગતિના નવા માર્ગ ખુલશે અને આર્થિક સફળતા પણ હાસિલ થશે. ખાસ વાત છે કે આ દરમિયાન તમને યાત્રા કરવાની તક મળશે અને યા યાત્રાથી ધન પ્રાપ્ત થશે. 

ધન રાશિ
ધન રાશિના જાતકોને તે જાણીને ખુશી થશે કે બુધ વક્રી તમારા જીવનમાં ફેરફાર લઈને આવશે. ધન રાશિના જાતકોને પોતાના બોસનો સપોર્ટ મળશે અને સંબંધ પહેલા કરતા સારા થશે. જો તમે વેપાર કરો છો તો તમને સફળતા મળશે અને તમે તમારા કામમાં સફળ થશો. ધનલાભના પણ નવા માર્ગ ખુલશે. 

મકર રાશિ
બુધ વક્રીને કારણે મકર રાશિના જાતકોની જિંદગી બદલવાની છે. આ રાશિના લોકોનું ભાગ્ય ઉજ્જવળ થશે અને ઘર-પરિવારમાં ખુશીનો માહોલ રહેશે. નોકરીયાત વર્ગના લોકોની કાર્યસ્થળ પર ઇમેજ મજબૂત થશે. 

ડિસ્ક્લેમરઃ અહીં આપવામાં આવેલી જાણકારીઓ સામાજિક અને ધાર્મિક આસ્થાઓ પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube00000000000000000000000000000000000

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news