Budget Session 2021: રાહુલ ગાંધીએ સંસદ પરિસરમાં ધરણા ધર્યા, કૃષિ કાયદા પાછા ખેંચવાની માંગણી કરી

આજથી સંસદના બજેટ સત્ર (Budget Session 2021) ની શરૂઆત થઈ. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણથી બજેટ સત્રની શરૂઆત થઈ. પોતાના અભિભાષણમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે (President Ramnath Kovind) કહ્યું કે તિરંગા અને ગણતંત્ર દિવસ જેવા પવિત્ર દિવસનું અપમાન ખુબ દુર્ભાગ્યપૂર્ણ છે.

Budget Session 2021: રાહુલ ગાંધીએ સંસદ પરિસરમાં ધરણા ધર્યા, કૃષિ કાયદા પાછા ખેંચવાની માંગણી કરી

નવી દિલ્હી: આજથી સંસદના બજેટ સત્ર (Budget Session 2021) ની શરૂઆત થઈ. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણથી બજેટ સત્રની શરૂઆત થઈ. પોતાના અભિભાષણમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે (President Ramnath Kovind) કહ્યું કે તિરંગા અને ગણતંત્ર દિવસ જેવા પવિત્ર દિવસનું અપમાન ખુબ દુર્ભાગ્યપૂર્ણ છે. જે બંધારણ આપણને અભિવ્યક્તિની આઝાદીનો અધિકાર આપે છે, તે બંધારણ આપણને શિખવાડે છે કે કાયદો અને નિયમનું પણ એટલી જ ગંભીરતાથી પાલન કરવું જોઈએ. આ અગાઉ પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ સંસદ પરિસરમાં મીડિયાને સંબોધન કર્યું. 

રાહુલ ગાંધીના ધરણા
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ સાંસદોએ સંસદ પરિસરમાં ગાંધી પ્રતિમાની સામે કૃષિ કાયદા વિરુદ્ધ પ્રદર્શન કર્યું. 

નાણામંત્રી નિર્મલા સીતારમણે આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યું
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યું. GDP ગ્રોથ 11% રહેવાનું અનુમાન કરવામા આવ્યું છે. 

રાષ્ટ્રપતિનું અભિભાષણ
બજેટ સત્રની શરૂઆત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (ના અભિભાષણથી થઈ. અભિભાષણની શરૂઆતમાં રાષ્ટ્રપતિએ કોરોના મહામારીના સમયમાં થઈ રહેલા આ સત્રને મહત્વપૂર્ણ ગણાવ્યું. તેમણે કહ્યું કે નવા દાયકા અને નવા વર્ષનું પહેલું સત્ર છે. આ સાથે આપણે ભારતની આઝાદીના 75માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે પડકાર ગમે તેટલો મોટો કેમ ન હોય, અમે ઝૂકીશું નહી. 

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે (President Ramnath Kovind) કહ્યું કે મહામારી વિરુદ્ધની આ લડતમાં આપણે અનેક  દેશવાસીઓને અકાળે ગુમાવ્યા પણ છે. આપણા બધાના પ્રિય અને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનું નિધન પણ કોરોના કાળમાં થયું. સંસદના 6 સભ્ય પણ કોરોનાના કારણે કસમયે આપણને છોડીને જતા રહ્યા. હું તમામ પ્રત્યે વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું. તેમણે વધુમાં કહ્યું કે સરકારે લગભગ 31 હજાર કરોડ રૂપિયા ગરીબ મહિલાઓના જનધન ખાતામાં સીધા ટ્રાન્સફર કર્યા. દેશભરમાં ઉજ્જવલા યોજનાના લાભાર્થી ગરીબ મહિલાઓને 14 કરોડથી વધુ મફત ગેસ સિલિન્ડર પણ મળ્યા. 

— ANI (@ANI) January 29, 2021

પાક વીમા યોજના
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે પાક વીમા યોજનાનો લાભ પણ દેશના નાના ખેડૂતોને થયો છે. આ યોજના હેઠળ છેલ્લા 5 વર્ષમાં ખેડૂતોને 17 હજાર કરોડ રૂપિયા પ્રીમીયમ તરીકે લગભગ 90 હજાર કરોડ રૂપિયાની રકમ વળતર તરીકે મળી છે. 

તિરંગા અને ગણતંત્ર દિવસનું અપમાન ખુબ દુર્ભાગ્યપૂર્ણ
તેમણે કહ્યું કે તાજેતરમાં તિરંગા અને ગણતંત્ર દિવસ જેવા પવિત્ર દિવસનું અપમાન ખુબ દુર્ભાગ્યપૂર્ણ છે. જે બંધારણ આપણને અભિવ્યક્તિની આઝાદીનો અધિકાર આપે છે, તે બંધારણ આપણને શિખવાડે છે કે કાયદો અને નિયમનું પણ એટલી જ ગંભીરતાથી પાલન કરવું જોઈએ. 

ખેડૂતોના હિતો માટે સરકાર ગંભીર
રાષ્ટ્રપતિએ કહ્યું કે ખેડૂતોના હિતો માટે સરકાર ગંભીર છે. મારી સરકારે સ્વામીનાથન આયોગની ભલામણોને લાગુ કરતા ખર્ચથી દોઢ ગણું MSP આપવાનો નિર્ણય લીધો હતો. મારી સરકાર આજે MSP પર રેકોર્ડ માત્રામાં ખરીદી  કરી રહી છે અને ખરીદ કેન્દ્રોની સંખ્યા પણ વધારી રહી છે. તેમણે કહ્યું કે સરકારે છેલ્લા 6 વર્ષમાં બીજથી લઈને બજાર સુધી દરેક વ્યવસ્થામાં સકારાત્મક પરિવર્તનનો પ્રયાસ કર્યો છે. જેથી કરીને ભારતીય કૃષિ આધુનિક પણ બને અને કૃષિનો વિસ્તાર પણ થાય. આત્મનિર્ભર ભારત અભિયાન ભારતમાં નિર્માણ સુધી જ સિમિત નથી પરંતુ તે ભારતના દરેક નાગરિકના જીવનસ્તરને ઉપર ઉઠાવવા અને દેશના આત્મવિશ્વાસને વધારવાનું પણ અભિયાન છે. 

— ANI (@ANI) January 29, 2021

કૃષિ કાયદાનો કર્યો ઉલ્લેખ
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે વર્તમાનમાં કૃષિ કાયદાનું અમલીકરણ દેશની સુપ્રીમ કોર્ટે સ્થગિત કર્યું છે. મારી સરકાર સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સંપૂર્ણ સન્માન કરીને તેનું પાલન કરશે. મારી સરકાર એ સ્પષ્ટ કરવા માંગે છે કે ત્રણ નવા કૃષિ કાયદા બનતા પહેલા, જૂની વ્યવસ્થાઓ હેઠળ જે અધિકારો હતા તથા જે સુવિધાઓ હતી, તેમાં કોઈ કમી કરવામાં આવી નથી. ઉલ્ટું આ કૃષિ સુધારા દ્વારા સરકારે ખેડૂતોને નવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની સાથે સાથે નવા અધિકાર પણ આપ્યા છે. 

— President of India (@rashtrapatibhvn) January 29, 2021

તેમણે કહ્યું કે કૃષિને લાભકારી બનાવવા માટે મારી સરકાર આધુનિક કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર પણ ખાસ ધ્યાન આપી રહી છે. આ માટે એક લાખ કરોડ રૂપિયાનું એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ પણ શરૂ કરવામાં આવ્યું છે. 

PM મોદીએ કર્યું સંબોધન
પીએમ મોદી (PM Narendra Modi) એ કહ્યું કે આ દાયકાના પહેલા સત્રની શરૂઆત થઈ રહી છે. ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે આ દાયકો ખુબ મહત્વપૂર્ણ છે. આથી પ્રારંભથી જ આઝાદીના દીવાનાઓએ જે સપના જોયા હતા તે સપનાને પૂરા કરવાની તક દેશ પાસે આવી છે. 

વિપક્ષી પાર્ટીઓએ રાષ્ટ્રપતિના અભિભાષણના વિરોધની કરી છે જાહેરાત
આ વખતનું બજેટ સત્ર હંગામેદાર હોઈ શકે છે. કારણ કે સત્ર શરૂ થતા પહેલા જ 17 વિપક્ષી દળોએ જાહેરાત કરી છે કે તેઓ સંસદના બંને સદનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણનો બહિષ્કાર કરશે.  Budget  સત્ર રાષ્ટ્રપતિના અભિભાષણથી શરૂ થાય છે. વિપક્ષી દળોએ આ જાહેરાત કેન્દ્ર દ્વારા પાસ કરાયેલા 3 કૃષિ કાયદાના વિરોધમાં કરી છે.

— ANI (@ANI) January 29, 2021

વિરોધમાં આ પાર્ટીઓ સામેલ
આ વિરોધ માટે કોંગ્રેસે તમામ વિપક્ષી દળોને એક મોરચે ભેગા કર્યા છે. રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદે તમામ પાર્ટીઓ સાથે વાત કરી, જેમાં બસપા પ્રમુખ માયાવતીએ સાથે આવવાની ના પાડી દીધી. જો કે તૃણમૂલ કોંગ્રેસ, ડાબેરી પક્ષો, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી, નેશનલ કોન્ફરન્સ, દ્રવિડ, મુનેત્ર કડગમ, શિવસેના, સમાજવાદી પાર્ટી, રાષ્ટ્રીય જનતા દળ, ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ, પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી, મારુમલારચી દ્રવિડ મુનેત્ર કડગમ, કેરળ કોંગ્રેસ (મણી), અને ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટે હા પાડી છે. ત્યારબાદ આમ આદમી પાર્ટીએ પણ કહ્યું કે તે અભિભાષણનો વિરોધ કરશે. હવે બસપા પણ આ વિરોધમાં જોડાઈ ગઈ છે. 

1 ફેબ્રુઆરીએ રજુ થશે બજેટ
નોંધનીય છે કે આવું છેલ્લા કેટલાક દાયકામાં પહેલીવાર બન્યું છે કે જ્યારે લગભગ આખા વિપક્ષે સત્રની શરૂઆતમાં થનારા રાષ્ટ્રપતિના અભિભાષણનો બહિષ્કાર કરવાની વાત કરી છે. અત્રે જણાવવાનું કે બજેટ સત્ર 29 જાન્યુઆરીથી 8 એપ્રિલ સુધી ચાલશે પરંતુ તે દરમિયાન 15 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધી રજા રહેશે. જ્યારે 1 ફેબ્રુઆરીના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણ ( FM Nirmala Sitharaman ) સંસદમાં બજેટ રજુ કરશે. કોરોનાના લીધે નેગેટિવ ગ્રોથમાં ચાલી રહેલા અર્થતંત્રના કારણે આ બજેટ ઘણું ઐતિહાસિક હશે. આ બજેટ પર દરેક લોકોની નજર ટકેલી છે. આ સિવાય આ વર્ષનું બજેટ પેપરલેસ હશે તે પહેલા સંસદમાં આજથી બજેટસત્ર શરૂ થશે. બજેટ સત્રમાં મુખ્ય આર્થિક સલાહકારના માર્ગદર્શનમાં તૈયાર કરાયેલ આર્થિક સર્વેક્ષણ રજૂ કરવામાં આવશે. 

રજુ થશે આર્થિક સર્વેક્ષણ
આર્થિક સર્વેક્ષણ દેશની અર્થવ્યવસ્થાનો વાર્ષિક સત્તાવાર અહેવાલ છે. આ અહેવાલને બજેટ સત્રમાં સંસદના બંને ગૃહમાં રજૂ કરવામાં આવે છે. આર્થિક સર્વેક્ષણમાં દેશના આર્થિક વિકાસનું અનુમાન કરાય છે.આર્થિક સર્વેક્ષણમાં એ વાતનો પણ અંદાજો આવે છે કે આગામી વર્ષમાં અર્થવ્યવસ્થા ગતિ પકડશે કે તે ધીમી રહેશે. સર્વેક્ષણના આધાર પર જ સરકાર બજેટ રજૂ કરતી હોય છે. આર્થિક સર્વેક્ષણમાં મુખ્ય આર્થિક સલાહકારનો મત સામેલ હોય છે પરંતું તે જરૂરી નથી કે આર્થિક સર્વેક્ષણની વાતો બજેટમાં સમાવિષ્ટ હોય. સર્વેક્ષણના આધાર પર જ સરકાર દ્વારા બજેટમાં એલાન કરવામાં આવે છે. જોકે આ ભલામણોને માનવા માટે સરકાર કાનુની રીતે બાધ્ય નથી હોતી. 

કોરોનાની દેશના અર્થતંત્ર પર ઘણી અસર પડી છે. સર્વેક્ષણથી તે અનુમાન લગાવવામાં આવી શકશે કે કોરોના પ્રેરિત મંદીના કારણે ભારતીય અર્થવ્યવસ્થાને કેટલું નુંકસાન થયું છે. સર્વેક્ષણમાં વર્તમાન આર્થિક સ્થિતિ પર વિચાર કરવા અને સમાધાનોની રજૂ કરવાની અપેક્ષા કરવામાં આવી છે, જે દેશને 5 ટ્રિલિયન ડોલર લક્ષ્ય પ્રાપ્ત કરવામાં મદદ કરશે. લોકોનું માનવું છે કે, આર્થિક સર્વેક્ષણના આધાર પર બજેટ તૈયાર થાય છે પરંતુ વાસ્તવમાં આર્થિક સર્વેક્ષણ બજેટનો મુખ્ય આધાર છે. તેમાં પ્રધાનમંત્રીના મુખ્ય આર્થિક સલાહકારનો મત સામેલ હોય છે. એવું જરૂરી નથી કે આર્થિક સર્વેક્ષણની વાતો બજેટમાં હોય. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news