પૈસાની ચિંતા છોડો...બજેટમાં કરેલા વાયદા મોદી સરકાર આ રીતે પૂરા કરી બતાવશે
Trending Photos
નવી દિલ્હી: પીયૂષ ગોયલનું બજેટ ભાષણ સાંભળ્યા બાદ આખો દિવસ ચર્ચા થતી રહી કે સરકાર પોતાના આ મહત્વકાંક્ષી ચૂંટણી વાયદા પૂરા કરવા માટે આખરે પૈસા લાવશે ક્યાથી? સરકારની ઉદારતાનો લાભ જે ચાર ક્ષેત્રોને મળવાનો છે તેમાં કૃષિ અને ગ્રામીણ અર્થવ્યવસ્થા, મધ્યમવર્ગ, રિયાલિટી તથા આવાસીય ક્ષેત્ર તથા અસંગઠિત ક્ષેત્ર છે. સરકારે હવે આ પરિયોજનાઓ માટે ફંડ મેળવવાનું છે.
આગામી ચૂંટણી પહેલા લોભામણી જાહેરાતોના વરસાદ બાદ હવે મોદી સરકાર પોતાની બજેટ ખોટને સરભર કરવા માટે ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) અને સાર્વજનિક ક્ષેત્રના ઉપક્રમો પાસે જશે. બજેટ દસ્તાવેજ મુજબ સરકારને બેંકો, નાણાકીય સંસ્થાઓ, આરબીઆઈ પાસેથી 82,911 કરોડ રૂપિયા મળે તેવો અંદાજ છે.
બજેટમાં 52,500 કરોડ રૂપિયાનો અંદાજ
ચાલુ નાણાકીય વર્ષમાં પણ સરકારે 74,140 કરોડ રૂપિયા મળવાનો અંદાજ છે, જે 54,817 કરોડ રૂપિયાના બજેટ આકલનથી ઘણો વધારે છે. વર્ષ 2019-20માં પીએસયુ ડિવિડન્ડ તરીકે 53,200 કરોડ રૂપિયા મેળવવાનો સરકારનો લક્ષ્યાંક છે. આ વર્ષે સરકારને ફાળે જનારા ડિવિડન્ડ લગભગ 10,000 કરોડ રૂપિયાના હશે જે બજેટના અંદાજ 52,500 કરોડ રૂપિયાના લગભગ 20 ટકા હશે.
સૂત્રોના જણાવ્યાં મુજબ જો કે સરકાર તેમાંથી કેટલીક કંપનીઓ પર પોતાના શેર પાછા ખરીદવા માટે દબાણ સર્જી રહી છે. કારણ કે રોકાણથી પ્રાપ્ત થતા સરકારની આવક ડગમગી છે. સરકાર સીપીએસઈ બાયબેક માધ્યમથી ચાલુ નાણાકીય વર્ષમાં લગભગ 12000થી 20,000 કરોડ રૂપિયાની રકમ મેળવી શકે છે.
કેન્દ્રીય બેંકો પાસેથી મેળવાશે 28,000 કરોડ
નાણામંત્રી દ્વારા વચગાળાનું બજેટ રજુ થયા બાદ આર્થિક મામલાના વિભાગના સચિવ સુભાષ ચંદ્ર ગર્ગે કહ્યું કે સરકાર વચગાળાના ડિવિડન્ડ તરીકે કેન્દ્રીય બેંક પાસેથી 28,000 કરોડ રૂપિયા મેળવવાની આશા સેવી રહી છે. આરબીઆઈએ ગત વર્ષ ઓગસ્ટમાં 40,000 કરોડ રૂપિયાના ડિવિડન્ડની ચૂકવણી કરી હતી. વધારાની માંગણી થઈ રહી છે કારણ કે જીએસટીથી મેળવાતી આવક એક લાખ કરોડ રૂપિયાના માસિક લક્ષ્યાંકથી ઓછી રહી છે.
આ રીતે સરકાર 80,000 કરોડ ભેગા કરશે
આ ઉપરાંત સાર્વજનિક ક્ષેત્રની કંપનીઓમાં સરકાર દ્વારા આયોજિત વેચાણ હજુ પણ લક્ષ્યથી ઓછુ છે. આમ છતાં નાણામંત્રી 80,000 કરોડ રૂપિયાના અનુમાનને પાર કરવા માટે વિશ્વાસ ધરાવે છે. આવામાં સરકાર આ કમીને પૂરી કરવા માટે આરબીઆઈ પર નિર્ભર છે કારણ કે સરકાર મહેસૂલી ખાદ્યના લક્ષ્યને પાર પાડવામાં સતત બીજા વર્ષે પણ નિષ્ફળ ગઈ છે.
સરકાર ખાસ કરીને પોતાના વધારાના ખર્ચાને પૂરા કરવા માટે જાહેર ક્ષેત્રની કંપનીઓ, નાણાકીય સંસ્થાઓ અને આરબીઆઈના ડિવિડન્ડનો ઉપયોગ કરતી રહી છે. સરકારને 2019-20માં આ પ્રકારના ડિવિડન્ડ 1.36 લાખ કરોડ રૂપિયાના હોવાનો અંદાજ છે. જો કે 2018-19માં વધેલો ડિવિડન્ડ સંગ્રહ 1.19 લાખ કરોડથી 14 ટકા વધુ છે.
સાભાર- IANS
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે