BUDGET 2019 : મધ્યમ વર્ગને મળશે મોટી રાહત, ટેક્સ છૂટની મર્યાદા થઈ શકે છે 5 લાખ

સવર્ણ વર્ગને 10 ટકા આર્થિક અનામત આપ્યા બાદ હવે કેન્દ્ર સરકાર મધ્યમ વર્ગના લોકો માટે આવકવેરાના સ્લેબમાં પણ મોટો ફેરફાર કરવાનું વિચારી રહી છે 
 

BUDGET 2019 : મધ્યમ વર્ગને મળશે મોટી રાહત, ટેક્સ છૂટની મર્યાદા થઈ શકે છે 5 લાખ

પ્રકાશ પ્રિયદર્શી/ નવી દિલ્હીઃ આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને 2019ના વચગાળાનું બજેટ મધ્યમ વર્ગના લોકો માટે રાહતના સમાચાર લાવી શકે છે. 1 ફેબ્રુઆરીના રોજ રજૂ થનારા વચગાળાના બજેટમાં નાણા મંત્રી અરુણ જેટલી મધ્યમ વર્ગને રાહત આપતા આવક વેરાની મુક્તિ મર્યાદા વધારીને બમણી કરી શકે છે. એટલે કે વર્તમાન ટેક્સ મુક્તિ મર્યાદા જે રૂ.2.50 લાખ છે તેને વધારીને રૂ.5 લાખ થઈ શકે છે. 

આટલું જ નહીં મેડિકલ અને કન્વેયન્સને પણ ફરીથી લાગુ કરવામાં આવે એવી સંભાવના સૂત્રોએ વ્યક્ત કરી છે. જોકે, સૂત્રો અનુસાર એક વિકલ્પ એવો પણ છે કે સ્ટાન્ડર્ડ ડિડક્શનને વાર્ષિક રૂ.40,000થી વધારીને એક બીજી રકમ નક્કી કરી શકાય છે. 

અત્યારે શું વ્યવસ્થા છે?
વર્તમાનમાં વાર્ષિક રૂ.2.50 લાખની આવકને આવક વેરામાંથી મુક્તિ મળે છે, જ્યારે રૂ.2.50 થી રૂ.5 લાખ સુધીની વાર્ષિક આવક પર 5 ટકા ટેક્સ લાગે છે. રૂ.5 લાખથી રૂ.10 લાખ સુધીની આવક પર 20 ટકા અને રૂ.10 લાખ કે તેનાથી વધુની આવક પર 30 ટકા ટેક્સ ભરવાનો રહે છે. 80 વર્ષથી વધુની ઉંમરના વરિષ્ઠ નાગરિકોને રૂ. 5 લાખ સુધીની વાર્ષિક આવક પર ટેક્સ ભરવામાંથી મુક્તિ મળે છે. 

80C અંતર્ગત મુક્તિ વધીને રૂ.3 લાખ થઈ શકે 
ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (ફિક્કી)એ વ્યક્તિગત આવક વેરા દાતાઓને રોકાણની યોજનાઓમાં આધાર પર ધારા 80C અંતર્ગત મળનારી મુક્તિને વધારીને રૂ.3 લાખ કરવાની પણ ભલામણ કરાઈ છે. ફિક્કીએ જણાવ્યું કે, તેનાથી વ્યક્તિગત બચતને પ્રોત્સાહન મળશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news