VIDEO: આ ભાજપવાળાઓને તો દોડાવી દોડાવીને મારીશું- BSP નેતાનું વિવાદિત નિવેદન
બહુજન સમાજ પાર્ટી (બીએસપી)ના નેતા વિજય યાદવે વિવાદાસ્પદ નિવેદન આપતા રાજકારણ ગરમાયું છે.
Trending Photos
મુરાદાબાદ: બહુજન સમાજ પાર્ટી (બીએસપી)ના નેતા વિજય યાદવે વિવાદાસ્પદ નિવેદન આપતા રાજકારણ ગરમાયું છે. વિજય યાદવે ભાજપના નેતાઓ સાથે મારપીટ કરવાની વાત કરી છે. ન્યૂઝ એજન્સી ANIના જણાવ્યાં મુજબ બીએસપી નેતાએ કહ્યું કે આ ભાજપવાળાઓને તો દોડાવી દોડાવીને મારીશું. ગભરાવવાની જરૂર નથી. આજે તેમને તેમની નાની યાદ આવી ગઈ હશે, મૃત્યુ પામેલી નાની, કે સપા-બસપા એક થઈ ગયાં.
લોકસભા ચૂંટણી માટે બસપા અને સપાના ગઠબંધનનો ઉત્સાહ માયાવતીના 63માં જન્મદિવસ પર મંગળવારે સોશિયલ મીડિયા પર નખાયેલા પોસ્ટરોમાં જોવા મળ્યો. આ પોસ્ટરોમાં માયાવતીને ભાવી વડાપ્રધાન તરીકે રજુ કરાયા છે. બસપા નેતા સુધીન્દ્ર ભદૌરિયાએ એક પોસ્ટર ટ્વિટ કર્યું જેમાં તેમણે માયાવતીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. આ સાથે ભદૌરિયાએ એ સુનિશ્ચિત કરવાની પણ અપીલ કરી કે માયાવતી જ દેશના આગામી વડાપ્રધાન બને.
આ બાજુ માયાવતીએ પોતાના જન્મદિવસના અવસરે કહ્યું કે હાલમાં જ 12 જાન્યુઆરીના રોજ અમારી પાર્ટીએ સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન કરીને લોકસભા ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. તેનાથી ભાજપની ઊંઘ ઉડી ગઈ છે. દેશનું સૌથી મોટું રાજ્ય હોવાના કારણે ઉત્તર પ્રદેશ અનેક રીતે મહત્વ ધરાવે છે. ઉત્તર પ્રદેશ જ નક્કી કરે છે કે કેન્દ્રમાં આગામી સરકાર કોની બનશે અને આગામી વડાપ્રધાન કોણ હશે.
આ અવસરે બસપા અને સપાના લોકોને અપીલ કરી કે તેઓ આ ચૂંટણીમાં પોતાની પાર્ટી અને દેશહિતમાં જૂની પૂરાણી ફરિયાદો ભૂલીને સ્વાર્થની રાજનીતિને બાજુ પર મૂકી એક સાથે કામ કરે અને ઉત્તર પ્રદેશ તથા બાકીના રાજ્યોમાં ગઠબંધનને મતો આપીને જીતાડે તથા આ જ તેમના માટે જન્મદિવસની ભેટ હશે.
#WATCH BSP leader Vijay Yadav in Moradabad: Inn BJP waalon ko toh dauda dauda kar maarenge. Ghabrane ki zaroorat nahi hai. Aaj inhe nani yaad aagai hogi, mari hui nani, ki SP-BSP ek hogaye. (Note: Strong language) (15.01.2019) pic.twitter.com/Y5jkzB0Hs0
— ANI UP (@ANINewsUP) January 16, 2019
સપા મુખિયા અખિલેશ યાદવને જ્યારે શનિવારે સવાલ કરવામાં આવ્યો કે શું નવા ગઠબંધનમાં વડાપ્રધાનનો ચહેરો માયાવતી હશે તો તેમણે કહ્યું કે તમને ખબર છે કે મારી પસંદ શું છે. ઉત્તર પ્રદેશે પૂર્વમાં પણ વડાપ્રધાન આપ્યાં છે અને આગળ પણ આપશે. ઉલ્લેખનીય છે કે શનિવારે અખિલેશ યાદવ અને માયાવતીએ જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં માયાવતીએ જાહેરાત કરી હતી કે આગામી લોકસભા ચૂંટણીમાં સપા અને બસપા 38-38 બેઠકો પર ચૂંટણી લડશે.
સપા બસપા ગઠબંધન અરાજકતાને પ્રોત્સાહન આપશે-યોગી
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મંગળવારે આ ગઠબંધન પર આકરા પ્રહારો કર્યા હતાં અને કહ્યું કે સપા બસપા ગઠબંધન અરાજકતા અને અસુરક્ષાને વધારશે. ગોરખનાથ મંદિરમાં બાબા ગોરખનાથને ખિચડી ચઢાવ્યાં બાદ પત્રકારોને કહ્યું કે આ ગઠબંધન ડરના કારણે કરાયું છે અને જનતા તેને સ્વીકારશે નહીં. યોગીએ એક સવાલના જવાબમાં કહ્યું કે મને ખાતરી છે કે આ ગઠબંધન લાંબુ ચાલશે નહીં. 1993માં સપાની વધુ બેઠકો હતી, બસપાની ઓછી હતીં અને મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવ હતાં. બસપાએ સમર્થન ચાલુ રાખ્યું પરંતુ ગઠબંધન વધુ ચાલ્યું નહીં. તેમણે કહ્યું કે યુપીની 23 કરોડની જનતા આ ગઠબંધનને સ્વીકરશે નહીં કારણ કે તે આત્મસન્માનને બાજુ પર મૂકીને કરાયું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે