PM મોદી પહેલા મને બહેનજી કહેતા હતા હવે, બુઆ-બબુઆ કહે છે, આ છે એમનો દલિત પ્રેમ : માયાવતી
બસપા વડા માયાવતીએ પીએમ મોદી સામે નિશાન તાકતાં દલિત વિરોધીનો આરોપ લગાવતાં કહ્યું કે, પીએમ મોદી નકલી દલિત પ્રેમની ડ્રામાબાજી કરી રહ્યા છે. જોકે એનાથી ચૂંટણીમાં કંઇ પ્રાપ્ત થવાનું નથી. અત્યારે સહારનપુર કાંડને લોકો ભૂલ્યા નથી. હૈદરાબાદમાં રોહિત વેમુલા સાથે શું થયં અને ગુજરાતમાં દલિતો સાથે જે રીતે ઉત્પીડનના કિસ્સા સામે આવી રહ્યા છે એ ઓછા નથી. ઉત્તરપ્રદેશમાં પણ રોજ દલિત ઉત્પીડનના કિસ્સા સામે આવી રહ્યા છે જે મામલે તેઓ ચૂપ કેમ છે
Trending Photos
લખનૌ : અલવર ગેંગરેપ (Alwar Gangrape) મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra modi) તરફથી આવેલા નિવેદન સામે બસપા સુપ્રીમો માયાવતીએ એમને આડે હાથ લીધા. સોમવારે માયાવતીએ કહ્યું કે, પીએમ મોદીએ કાલે જે નકલી દલિત પ્રેમ દેખાડવા માટે જે ડ્રામાબાજી કરી છે જોકે એનાથી ચૂંટણીમાં કંઇ પ્રાપ્ત થવાનું નથી. અત્યારે સહારનપુર કાંડને લોકો ભૂલ્યા નથી. હૈદરાબાદમાં રોહિત વેમુલા સાથે જે કંઇ પણ થયું, ગુજરાતમાં દલિતો સાથે જે ઉત્પીડનના કિસ્સા સામે આવી રહ્યા તે કોઇનાથી છુપા નથી ઉત્તરપ્રદેશમાં પણ રોજ દલિતો સાથે અત્યાચારની ઘટનાઓ બની રહી છે તો આ મામલે વડાપ્રધાન ચૂપ કેમ છે?
પીએમ અત્યાચાર મામલે ચૂપ કેમ?
બસપા વડા માયાવતીએ કહ્યું કે, જે ભાજપા શાસિત રાજ્યોમાં દલિત ઉત્પીડન થયું એ રાજ્યોના મુખ્યમંત્રીઓના રાજીનામા કેમ ન લેવાયા? આ તમામ કિસ્સાઓમાં નૈતિક જવાબદારીઓ લેતાં ક્યારેય રાજીનામાની વાત કરાઇ નથી. અલવરમાં થયેલા દલિત અત્યાચારની ઘટનાને લઇને પીએમ મોદી ચૂપ હતા. પરંતુ મારા બોલ્યા બાદ ચૂંટણીમાં ધૃણિત લાભ લેવા માટેનો પ્રયાસ કરાઇ રહ્યો છે.
પીએમ મોદી ગરીબ હોવાનું નાટક કરે છે
માયાવતીએ કહ્યું કે, તે શું વાત કરશે? બગડી રહેલી રાજકીય સ્થિતિને જોતાં દિન પ્રતિદિન તે પોતાની જાતિ બદલી રહ્યા છએ. હવે તે પોતાને ગરીબ જાતિ બતાવે છે. ગરીબની ચિંતા ક્યારેય કરી નથી અને 15 લાખ રૂપિયા એકાઉન્ટમાં આવવાની વાતને જુમ્લેબાજી કહી છેદ ઉડાવી રહ્યા છે. નોટબંધી કરી ગરીબોને પરેશાન કર્યા, પીએમ મોદી ન તો ગરીબ છે અને ન ફકીર છે. ગરીબ હોવાનું નાટક કરી રહ્યા છે કે એમને મત મળે.
જન્મજાત અતિ પછાત જાતિથી નથી મોદી
માયાવતીએ કહ્યું કે, પીએમ મોદી પોતાને અતિ પછાત જાતિના બતાવે છે. પરંતુ વાસ્તવમાં તેઓ જન્મનાત પછાત જાતિના નથી. એમણે ગુજરાતમાં પોતાના શાસનમાં પોતાની જાતિને પછાત વર્ગમાં સમાવી છે. કારણ કે તેઓ દલિત હોત તો દલિતોના બંગલા એમને ખટકતા ન હોત. દલિત બંગલામાં કેમ રહે છે એ એમને ખટકે છે. હવે એમના ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે.
હું વાતોમાં ન આવી તો હુમલા કરાયા...
બસપા સુપ્રીમોએ કહ્યું કે આ વખતે ભાજપ અને પીએમ મોદીને કેન્દ્રની સત્તાથી બહાર રાખવા પડશે. એમણે ગઠબંધન તોડવાનો પ્રયાસ કર્યો છે અને મને આદરણીય બહન માયાવતી જી બોલાવતા હતા પરંતુ મેં સામે પડકાર્યા તો હવે બુઆ બબુઆ પર ઉતરી આવ્યા છે. જે સંસ્કારી લોકો છે એ માન સન્માન સાથે મને બહેનજી બોલાવે છે અને મારા માતા પિતા પણ મને બહેનજી બોલાવે છે અને અખિલેશજી પણ મને બહેનજી બોલાવે છે. લોકોએ મોદીના બેવડા વલણથી સાવધાન રહેવાની જરૂર છે.
લેટેસ્ટ ન્યૂઝ, જુઓ LIVE TV
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે