ચીન સાથે ભારે તણાવ વચ્ચે ભારતે જે કહ્યું, તેના પર કામ પણ કર્યું શરૂ
Trending Photos
નવી દિલ્હી: લદ્દાખમાં ચીન (China)ની સાથે ભારે તણાવ વચ્ચે બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO)એ લાઇન ઓફ એક્ચ્યુએલ કંટ્રોલ એટેલે કે LAC પર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ શરૂ કરી દીધું છે. સોમવાર સવારે શ્રમિકોને લઇને એક વિશેષ ટ્રેન ઉધમપુર સ્ટેશન પહોંચી ગઈ છે જ્યાંથી લગભગ 1500 શ્રમિકોને લદ્દાખ લઈ જવામાં આવી રહ્યાં છે.
આ પણ વાંચો:- દિલ્હીમાં કોરોનાને કાબુમાં લેવા ગૃહમંત્રીએ સંભાળ્યો મોરચો, સર્વપક્ષીય બેઠકમાં શું થયું? વિગતવાર જાણો
બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO)એ ગત મહિને ઝારખંડથી શ્રમિકોને 11 સ્પેશિયલ ટ્રેનોથી બોર્ડર વિસ્તાર સુધી લઈ જવાની યોજના બનાવી હતી. મુખ્યરીતે તેને કાશ્મીર અને લદ્દાખમાં રસ્તા, પુલો અને સુધારા કરવા માટે લઈ જવામાં આવી રહ્યાં છે.
લદ્દાખમાં બીઆરઓ પ્રોજેક્ટ હિમાંકના વ્યૂહાત્મક રૂપે મહત્વપૂર્ણ રસ્તાઓ અને પુલો માટે જવાબદાર છે. ભારત અને ચીનના તણાવ વચ્ચે મે મહિનામાં સંરક્ષણ મંત્રાલયે શેકટકર સમિતિની ભલામણોનો અમલ કર્યો હતો. આ ભલામણોમાં સરહદ પર માળખાગત બાંધકામોને વેગ આપવા માટે નવી તકનીકોનો સમાવેશ થાય છે, તેમજ બીઆરઓની નાણાકીય ક્ષમતામાં વધારો થાય છે.
ચીનને લદાખમાં ભારતના ઝડપથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ પર વાંધો છે અને તેથી જ તેણે એપ્રિલમાં લદ્દાખના અનેક વિસ્તારોમાં ઘૂસીને માનસિક દબાણ બનાવવાનો પ્રયાસ કર્યો છે. ભારત અને ચીન વચ્ચે તણાવ ઓછો કરવા અને સૈનિકો પરત ખેંચવા માટે એક મહિનાથી વધુ સમય સુધી, સૈન્ય અને રાજદ્વારી સ્તરે અનેક બેઠકો યોજાઇ છે, પરંતુ સૈનિકો હજી પાછા ફર્યા નથી. ભારતે ચીન સામે સ્પષ્ટ કહ્યું છે કે ભારતીય ક્ષેત્રમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનું કામ બંધ નહીં થાય.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે