NEET-PG પરીક્ષા 4 મહિના માટે સ્થગિત, MBBS ફાઇનલ યર સ્ટૂડન્ટ થશે ડ્યૂટીમાં તૈનાતઃ PMO
PMO તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદન પ્રમાણે એમબીબીએસ અંતિમ વર્ષના છાત્રોને ફેકલ્ટીની દેખરેખમાં ટેલીકંસ્લટેસન અને હળવા કોવિડ કેસ પર નજર રાખવા માટે ઉપયોગ કરી શકાય છે.
Trending Photos
નવી દિલ્હીઃ કોરોનાના વધતા કેસ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોવિડ-19 સામે લડવા માટે સ્વાસ્થ્યકર્મીઓની ઉપલબ્ધા વધારવા માટે એક મહત્વનો નિર્ણય લીધો છે. આ હેઠળ NEET-PG પરીક્ષાને ઓછામાં ઓછા ચાર મહિના માટે સ્થગિત કરવા માટે કહેવામાં આવ્યું છે.
PMO તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદન પ્રમાણે એમબીબીએસ અંતિમ વર્ષના છાત્રોને ફેકલ્ટીની દેખરેખમાં ટેલીકંસ્લટેસન અને હળવા કોવિડ કેસ પર નજર રાખવા માટે ઉપયોગ કરી શકાય છે. સીનિયર ડોક્ટર્સ અને નર્સોની દેખરેખમાં બીએસસી-જીએનએમની યોગ્ય નર્સોનો પૂર્ણકાલિન કોવિડ નર્સિંગમાં ઉપયોગ કરવામાં આવશે.
પીએમઓએ કહ્યું કે, તે ચિકિત્સાકર્મી જેણે કોવિડ ડ્યૂટીમાં 100 દિવસ પૂરા કરી લીધા છે તેને પ્રતિષ્ઠિત કોવિડ રાષ્ટ્રીય સન્માનથી સન્માનિત કરવામાં આવશે.
આ સાથે કોવિડ ડ્યૂટી પર 100 દિવસ પૂરા કરનાર સ્વાસ્થ્યકર્મીઓને નિયમિત સરકારી ભરતીઓમાં પ્રાથમિકતા આપવામાં આવશે. મેડિકલ ઇન્ટર્ન પોતાના ફેકલ્ટીની દેખરેખમાં કોવિડ મેનેજમેન્ટ ડ્યૂટી પર તૈનાત કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે