Amritpal Singh Surrender: ભાગેડૂ અમૃતપાલે નથી કર્યું સરન્ડર, પોલીસે ધરપકડ કરી હોવાનો IGP નો ખુલાસો

Breaking News: અજનાલા કાંડ બાદ ફરાર હતો અમૃતપાલ સિંહ. છેલ્લાં 36 દિવસથી ફરાર હતો અમૃતપાલ સિંહ. ગુરુદ્વારાની અંદરથી પોલીસે કરી અમૃતપાલ સિંહની ધરપકડ.

Amritpal Singh Surrender: ભાગેડૂ અમૃતપાલે નથી કર્યું સરન્ડર, પોલીસે ધરપકડ કરી હોવાનો IGP નો ખુલાસો

Breaking News Amritpal Singh Surrender : ભાગેડુ ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહે મોગા પોલીસ સમક્ષ સરન્ડર કર્યું. અમૃતપાલ છેલ્લા એક મહિનાથી ફરાર હતો. અજનાલા કાંડ બાદ ફરાર હતો અમૃતપાલ સિંહ. અમૃતપાલ સિંહ છેલ્લાં 36 દિવસથી ફરાર હતો. ગુરુદ્વારાની અંદરથી પોલીસે કરી અમૃતપાલ સિંહની ધરપકડ. ખાલીસ્તાની સમર્થક ભાગેડૂ અમૃતપાલ સિંહ પોલીસના હાથે ઝડપાયો. અમૃતપાલ સિંહ મુદ્દે પંજાબના આઈજીપીએ મોટો ખુલાસો કર્યો છેકે, તેણે સરન્ડર નથી કર્યું પોલીસે તેની ધરપકડ કરી છે. આઈજીપી સુખચૈન સિંહે જણાવ્યુંકે, પંજાબ પોલીસ અને ઈન્ટેલિજન્સ વિંગના જોઈન્ટ ઓપરેશનમાં અમૃતપાલને પકડવામાં આવ્યો છે. પંજાબની ઢિબ્રુગઢ જેલમાં તેને રાખવામાં આવશે.

 

— ANI (@ANI) April 23, 2023

 

અમૃતપાલ સિંહ અજનાલા ઘટના બાદથી ફરાર હતો. છેલ્લા એક મહિના દરમિયાન પંજાબ પોલીસે અમૃતપાલ સિંહને પકડવા માટે ઘણી જગ્યાએ દરોડા પાડ્યા હતા, પરંતુ તેનો પત્તો લાગ્યો ન હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર અમૃતપાલ સિંહને આસામની ડિબ્રુગઢ જેલમાં મોકલવામાં આવશે. આ એ જ જેલ છે જ્યાં તેના ઘણા સાથીઓને પણ રાખવામાં આવ્યા છે. અમૃતપાલ સિંહ વિરુદ્ધ સરકારી કાર્યવાહીમાં અવરોધ, શાંતિ ભડકાવવા જેવા અનેક ગંભીર કેસ નોંધવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે અમૃતપાલ સિંહે શનિવારે મોડી રાત્રે મોગા પોલીસની સામે સરન્ડર કર્યું હતું.

 

— ANI Digital (@ani_digital) April 23, 2023

 

કોણ છે અમૃતપાલ સિંહ?
અમૃતપાલ 'વારિસ પંજાબ દે' સંસ્થાનો ચીફ છે. તે અલગ દેશ ખાલિસ્તાનની માંગ કરી રહ્યો છે. તે થોડા દિવસ પહેલા જ દુબઈથી પરત આવ્યો છે. વારિસ પંજાબ દે સંગઠન પંજાબી અભિનેતા દીપ સિદ્ધ દ્વારા બનાવવામાં આવ્યું હતું. દીપ સિદ્ધુના મૃત્યુ બાદ અમૃતપાલે તેને કબજે કરી લીધો હતો. તેણે ભારત આવીને સંસ્થામાં લોકોને જોડવાનું શરૂ કર્યું. અમૃતપાલની આઈએસઆઈ લિંક જણાવવામાં આવી રહી છે. અમૃતપાલ અંગે ખૂબ જ કડક કાર્યવાહી કરતા પોલીસે તેના પર NSA લગાવી દીધો હતો. NSA એટલે નેશનલ સિક્યુરિટી એક્ટ. આ ખૂબ જ કડક કાયદો માનવામાં આવે છે. આ કાયદા હેઠળ પોલીસ શંકાસ્પદ વ્યક્તિને 12 મહિના સુધી કસ્ટડીમાં રાખી શકે છે. કસ્ટડીમાં રાખવા માટે માત્ર એટલું જ જણાવવું પડશે કે આ વ્યક્તિને જેલમાં રાખવામાં આવ્યો છે.

આ પણ ખાસ વાંચોઃ  કેમ આજે પણ રેખા સાથે નજર નથી મિલાવી શકતા અમિતાભ? જાણો બચ્ચને એવું તો શું કર્યું હતું
આ પણ ખાસ વાંચોઃ  સામે આવ્યું રેખાની સુંદરતાનું વર્ષોથી છુપાયેલું રાજ! આખી જિંદગી કરતી આવી છે આ કામ
આ પણ ખાસ વાંચોઃ  Jaya Bachchan એ લખેલી આ ફિલ્મે અમિતાભને બનાવ્યા બોલીવુડના શહેનશાહ! બની ગઈ લાઈફ
​આ પણ ખાસ વાંચોઃ  Amitabh Bachchan: આ એક લોચાના કારણે જ બચ્ચને કરવા પડ્યાં હતા જયા જોડે લગ્ન!

કેમ ચર્ચામાં આવ્યો અમૃતપાલ?
અમૃતપાલ સિંહ નામના શખ્સે પંજાબ પોલીસના નાકમાં દમ કરી નાંખ્યો હતો. કે કઈ રીતે ચર્ચામાં આવ્યો એ પણ જાણવા જેવું છે. 23 ફેબ્રુઆરીના રોજ અમૃતપાલ સિંહ નામનો શખ્સ પહેલીવાર અચાનક ચર્ચામાં આવ્યો. એનું કારણ હતું તેણે કરેલો હંગામો. પોલીસ સ્ટેશનમાં પકડાયેલાં પોતાના એક મિત્રને છોડાવવા માટે તે પોતાની સાથે સંખ્યાબંધ લોકોનું ટોળું લઈને ત્યાં આવ્યો. અમૃતપાલે હથિયારધારી ટોળા સાથે અજનલા પોદીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો. અમૃતપાલ અને તેના સમર્થકોના હાથમાં તલવારો અને લાકડીઓ સાથે આવ્યો હતો. લગભગ અડધો દિવસ થઈ જાય ત્યાં સુધી આ હંગામો ચાલ્યો હતો.  

શું હતી ઘટના?
આ હોબાળો અમૃતપાલના સમર્થક લવપ્રીત તુફાનની મુક્તિની માંગને લઈને થયો હતો. હવપ્રીત તુફાનને પોલોરો મરિન્દર સિંહ નામના વ્યક્તિનું અપહરણ અને હુમલો કરવાના આરોપમાં જેલમાં પૂરી દીધો હતો. જો કે પોલીસે હંગામા બાદ તેને છોડી મુક્યો હતો. તારીખ 23 ફેબ્રુઆરીની આ ઘટનામાં પોલીસે કેસ નોંધ્યો હતો.

અમૃતપાલને પકડવા પોલીસ ઓપરેશનઃ
તારીખ 18 માર્ચે પંજાબ પોલીસે ખાલિસ્તાની નેતા અમૃતપાલ સિંહની ધરપકડ કરવા માટે એક મોટા ઓપરેશન શરૂ કર્યું હતું. આ કામગીરીમાં સાત જિલ્લાની પોલીસ ટીમો જોડાઈ હતી. 50 થી વધુ પોલીસ વાહનો અમૃતપાલ અને તેના સમર્થકોની પાછળ આવ્યા. અમૃતપાલ જ્યારે જલંધરના શાહકોટ તાસી જઈ રહ્યો હતો. પોલીસે તેનો પીછો કર્યો. અમૃતપાલ છેલ્લે બાઇક પરથી ભાગતો જોવા મળ્યો હતો. પોલીસનું એમ પણ કહેવું છે કે ગલીઓ સાંકડી હતી અને તે પોતાનું વાહન બદલીને ભાગવામાં સફળ રહ્યો હતો.

 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news