બોમ્બે HCએ કંગનાની ઓફિસમાં તોડફોડ કરનાર BMCનું નાક કાપ્યું, આપ્યો આ આદેશ

બોમ્બે હાઈકોર્ટે આજે કંગના રનૌતને મોટી રાહત આપતા તેની ઓફિસના ગેરકાયદે બાંધકામ પર કાર્યવાહી કરવા પર રોક લગાવી છે. અભિનેત્રીએ બીએમસીની કાર્યવાહીને બોમ્બે હાઈકોર્ટમાં પડકારી હતી. 

બોમ્બે HCએ કંગનાની ઓફિસમાં તોડફોડ કરનાર BMCનું નાક કાપ્યું, આપ્યો આ આદેશ

મુંબઇ: બોમ્બે હાઈકોર્ટે આજે કંગના રનૌત (Kangana Ranaut) ને મોટી રાહત આપતા તેની ઓફિસના ગેરકાયદે બાંધકામ પર કાર્યવાહી કરવા પર રોક લગાવી છે. અભિનેત્રીએ બીએમસીની કાર્યવાહીને બોમ્બે હાઈકોર્ટમાં પડકારી હતી. કંગના શિવસેનાની ધમકી છતાં આજે મુંબઇ આવવા નીકળી અને હવે તે પહોંચવાની તૈયારીમાં છે. મોહાલીથી કડક સુરક્ષા બંદોબસ્ત સાથે તે મુંબઇ જવા નીકળી હતી. 

— ANI (@ANI) September 9, 2020

કંગના રનૌતને કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા વાય પ્લસ સિક્યુરિટી કવર આપવામાં આવ્યું છે. એરપોર્ટ પર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત છે. જો કે તે મુંબઇ પહોંચે તે પહેલા જ બીએમસીએ કાર્યવાહી કરીને તેની ઓફિસમાં ખુબ તોડફોડ કરી નાખી. લગભગ બે કલાક સુધી કંગનાની ઓફિસની અંદર અને બહાર  હથોડા અને જેસીબીથી તોડફોડની કાર્યવાહી કરાઈ. 

Actor Kangana Ranaut to arrive at the airport shortly. pic.twitter.com/xgwryJ0ugr

— ANI (@ANI) September 9, 2020

બીએમસીના કર્મચારીઓ જો કે હવે તો ઓફિસમાંથી નીકળી ગયા છે. હાઈકોર્ટે આ મામલે હાલ સ્ટે લગાવી દીધો. એટલે કે હવે આગળ આવી કોઈ કાર્યવાહી થશે નહી. એરપોર્ટ પર હાલ મોટી સંખ્યામાં સીઆઈએસએફના જવાનો હાજર છે. એરપોર્ટ પર પહોંચેલા રામદાસ આઠવલેની પાર્ટીના લોકોનું કહેવું છે કે કંગનાને તેઓ સુરક્ષા આપવા આવ્યાં છે. પાર્ટીના નેતાએ દાવો કર્યો છે કે કંગનાએ રામદાસ આઠવલેને ફોન કર્યો હતો. અને સુરક્ષાની ગુહાર લગાવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news