ગુવાહાટીનો શુક્લેશ્વર ઘાટ વિસ્ફોટથી ધણધણી ઉઠ્યો, 4 લોકો ગંભીર રીતે ઘાયલ

અસમના મોટા શહેર ગુવાહાટીમાં શનિવારે અચાનક વિસ્ફોટ થવાથી અફરાતફરી મચી ગઈ છે.

ગુવાહાટીનો શુક્લેશ્વર ઘાટ વિસ્ફોટથી ધણધણી ઉઠ્યો, 4 લોકો ગંભીર રીતે ઘાયલ

નવી દિલ્હી: અસમના મોટા શહેર ગુવાહાટીમાં શનિવારે અચાનક વિસ્ફોટ થવાથી અફરાતફરી મચી ગઈ છે. આ વિસ્ફોટમાં 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું કહેવાય છે. આ વિસ્ફોટ ગુવાહાટીના શુક્લેશ્વર ઘાટ પર સ્થિત બજારમાં શનિવારે સવારે થયો. ઘટના બાદ પોલીસ અને પ્રશાસની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. વિસ્ફોટમાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલ  પહોંચાડવામાં આવી રહ્યાં છે. જો કે હજુ એ સ્પષ્ટ થયુ નથી કે આ વિસ્ફોટ કયા કારણોસર થયો. 

ગુવાહાટીના જોઈન્ટ સીપી દિગાંતા બોરાએ આ મામલાની જાણકારી આપતા કહ્યું કે શનિવારે સવારે લગભગ 11.45 વાગે નદી કિનારે શુક્લેશ્વર ઘાટ પર વિસ્ફોટ થયો હતો. ઘટનાની પ્રાથમિક તપાસમાં કોઈ ગડબડીની વાત સામે આવી છે. ઘટનાસ્થળે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ હાજર છે. સમગ્ર મામલે હજુ તપાસ ચાલી રહી છે. 

ગુવાહાટીના શુક્લેશ્વર ઘાટ પર શનિવારે સવારે વિસ્ફોટ થયો તે સમયે લોકો પોતાના કામોમાં વ્યસ્ત હતાં. ઘાટ પર ભીડ હતી. જેવો વિસ્ફોટ થયો કે વિસ્તારમાં હડકંપ મચી ગયો. ત્યારબાદ લોકોમાં ભાગદોડ મચી ગઈ. વિસ્ફોટ એટલો મોટો હતો કે આસપાસની દુકાનોના કાચમાં તિરાડો પડી ગઈ. આ સાથે જ વિસ્ફોટનો અવાજ પણ દૂર સુધી સંભળાયો હતો. પોલીસ આ વિસ્ફોટની તપાસ કરી રહી છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news