લુધિયાણા: કોર્ટ પરિસરમાં થયેલા વિસ્ફોટમાં 2 લોકોના મોત, CM ચન્નીએ કહ્યું- 'હુમલા પાછળ દેશ વિરોધી તાકાતો'
પંજાબના લુધિયાણાની કોર્ટમાં મોટો વિસ્ફોટ થતા હડકંપ મચી ગયો છે.
Trending Photos
લુધિયાણા: પંજાબના લુધિયાણાની કોર્ટમાં મોટો વિસ્ફોટ થતા હડકંપ મચી ગયો છે. મળતી માહિતી મુજબ લુધિયાણા જિલ્લા કોર્ટ પરિસરમાં ત્રીજા માળે આ વિસ્ફોટ થયો છે. જેમાં બેના મોત થયા છે તથા અનેક લોકો ઘાયલ થયા હોવાનું પણ કહેવાય છે. આ ધડાકો એટલો ભીષણ હતો કે આખું બિલ્ડિંગ હલી ગયું. વિસ્તારમાં અફરાતફરીનો માહોલ છે. લોકો પોતાના જીવ બચાવવા માટે આમ તેમ ભાગી રહ્યા છે. ધડાકાના કારણે પાર્કિંગમાં ઊભેલા કારો પણ ડેમેજ થઈ. હાલ જો કે કોર્ટમાં વકીલોની હડતાળ ચાલુ છે એટલે કોર્ટમાં વધુ ભીડ નહતી. આ ધડાકો કોઈ બોમ્બ વિસ્ફોટનો હતો કે પછી સિલેન્ડર ફાટ્યું તે સ્પષ્ટ થયું નથી.
ધડાકામાં બે લોકોના મોત
મળતી માહિતી મુજબ લુધિયાણા કોર્ટના ત્રીજા માળે થયેલા વિસ્ફોટમાં બે લોકોના મોત થયા હોવાના ખબર છે. જ્યારે ઘાયલો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ધડાકો થતા જ કોર્ટ પરિસરમાં અફરાતફરી મચી ગઈ. ઘાયલોની સંખ્યાની જોકે હજુ પુષ્ટિ થઈ નથી. અત્રે જણાવવાનું કે થોડા દિવસ પહેલા જ દેશની રાજધાની દિલ્હીની એક કોર્ટમાં ધડાકો થયો હતો. ત્યારે ત્યાં હાજર નાયબ ઘાયલ થયો હતો.
સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ લુધિયાણાની કોર્ટના ત્રીજા માળે 9 નંબરની કોર્ટના વોશરૂમ નજીક આ ધડાકો થયો. જેમાં બે વ્યક્તિના મોત થયા. કહેવાય છે કે
#Punjab : લુધિયાણા કોર્ટ પરિસરમાં થયો મોટો વિસ્ફોટ, 2 ના મોત અને અનેક ઘાયલ થયા! જુઓ Video...#Punjab #Ludhiana #ZEE24Kalak pic.twitter.com/Jhfd7zQvq1
— Zee 24 Kalak (@Zee24Kalak) December 23, 2021
ધડાકા પાછળ દેશ વિરોધી તાકાતો- સીએમ
આ ધડાકા અંગે પંજાબના મુખ્યમંત્રીનું પણ નિવેદન આવ્યું છે. સીએમ ચરણજીત સિંહ ચન્નીએ કહ્યું કે આ વિસ્ફોટ પાછળ દેશ વિરોધી તાકાતોનો હાથ છે. તેમણે એમ પણ કહ્યું કે બેઅદબી મામલા બાદ હવે ધડાકા દ્વારા ષડયંત્ર રચાયું છે આથી પંજાબના લોકોએ સાવધાન રહેવું જોઈએ.
ચૂંટણી પહેલા માહોલ બગાડવાનું ષડયંત્ર
સીએમ ચન્નીએ એમ પણ કહ્યું કે પ્રદેશમાં ચૂંટણી પહેલા માહોલ બગાડવાનું ષડયંત્ર રચાઈ રહ્યું છે. જ્યારે લુધિયાણાના પોલીસ કમિશનર જીપી એસ ભુલ્લરે પણ ધડાકા પર લોકોને જાણકારી આપી છે.
Disturbing news of a blast at Ludhiana court complex. Saddened to know about the demise of 2 individuals, Praying for the recovery of those injured. @PunjabPoliceInd must get to the bottom of this.
— Capt.Amarinder Singh (@capt_amarinder) December 23, 2021
પૂર્વ સીએમએ જતાવી ચિંતા
ધડાકા બાદ પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહની પણ પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે ટ્વીટ કરતા ઘાયલોના જલદી સાજા થવાની કામના વ્યક્ત કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે