Black Fungus: હવે દેશમાં મ્યુકરમાઇકોસિસનો કહેર, 14 રાજ્યોએ જાહેર કરી મહામારી, જાણો ક્યાં કેટલા કેસ
બીમારીમાં વધારા વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, બ્લેક ફંગસથી ઉત્તપન્ન થતા રોગ મ્યૂકર માઇકોસિસની સારવારમાં કામ આવતી દવા એન્ફોટેરિસિન-બીના ઉત્પાદન માટે પાંચ અન્ય કંપનીઓને લાયસન્સ આપવામાં આવ્યા છે.
Trending Photos
નવી દિલ્હીઃ કોરોના સંક્રમણની મહામારીનો સામનો કરી રહેલું ભારત હવે મ્યૂકર માઇકોસિસ એટલે કે બ્લેક ફંગસની ઝપેટમાં આવી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસમાં આ બીમારીએ હજારો લોકોને સંક્રમિત કર્યાં છે. અત્યાર સુધી હરિયાણા, ગુજરાત, ઉત્તર પ્રદેશ સહિત 14 રાજ્યોએ આ બીમારીને મહામારી જાહેર કરી છે.
ક્યા રાજ્યોમાં કેટલા કેસ
બ્લેક ફંગસના સૌથી વધુ કેસ ગુજરાતમાં છે. અહીં 2281 લોકો બ્લેક ફંગસનો શિકાર બન્યા છે. આ સિવાય મહારાષ્ટ્રમાં 200 કેસ, આંધ્ર પ્રદેશમાં 910, મધ્યપ્રદેશમાં 720, રાજસ્થાનમાં 700, કર્ણાટકમાં 500, દિલ્હીમાં 197, યુપીમાં 124, તેલંગાણામાં 350, હરિયાણામાં 250, પશ્ચિમ બંગાળમાં 6 અને બિહારમાં 56 કેસ નોંધાયા છે. આજે પશ્ચિમ બંગાળના કોલકત્તામાં સારવાર દરમિયાન એક 32 વર્ષીય મહિલાનું બ્લેક ફંગસને કારણે નિધન થયું છે.
આ રાજ્યોએ જાહેર કરી મહામારી
કોરોનાના દર્દીઓમાં બ્લેક ફંગસના વધતા કેસને જોતા હરિયાણા, મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, યુપી, પંજાબ, ગુજરાત, તામિલનાડુ, રાજસ્થાન, ઓડિશા, બિહાર, ચંદીગ, ઉત્તરાખંડ, તેલંગાણા સહિત આશરે 14 રાજ્યોએ આ બીમારીને મહામારી જાહેર કરી છે.
મહામારી થવા પર ગાઇડલાઇનનું કરવું પડે છે પાલન
તમને જણાવી દઈએ કે જે રાજ્ય કોઈ બીમારીને મહામારી જાહેર કરે છે તો પછી તેના કેસ, સારવાર, દવા અને બીમારીથી થનાર મોતનો હિસાબ રાખવાનો હોય છે. આ બધા મામલાનો રિપોર્ટ ચીફ મેડિકલ ઓફિસરને આપવો પડે છે. આ સિવાય કેન્દ્ર સરકાર અને ઈન્ડિયન કાઉન્સિલ ઓન મેડિકલ રિસર્ચ (ICMR) ની ગાઇડલાઇનનું પાલન કરવું પડે છે.
કેન્દ્રએ દવા માટે 5 અન્ય કંપનીઓને આપ્યા લાયસન્સ
બીમારીમાં વધારા વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, બ્લેક ફંગસથી ઉત્તપન્ન થતા રોગ મ્યૂકર માઇકોસિસની સારવારમાં કામ આવતી દવા એન્ફોટેરિસિન-બીના ઉત્પાદન માટે પાંચ અન્ય કંપનીઓને લાયસન્સ આપવામાં આવ્યા છે અને તે જુલાઈથી દર મહિને દવાની 1,11,000 બોટલનું ઉત્પાદન શરૂ કરી દેશે.
કેન્દ્રએ મ્યૂકરમાઇકોસિસના પ્રસારને ચિંતાનું કારણ જણાવતા બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સલાહ આપી છે કે તે ફંગસ સંક્રમણ રોકવાની પોતાની તૈયારીઓ અને હોસ્પિટલમાં સારવાર અને સ્વચ્છતાની સમીક્ષા કરે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે