Punjab: કેજરીવાલે પબ્લિક વોટિંગના પરિણામ જાહેર કર્યા, ભગવંત માન AAP ના CM પદ માટેના ઉમેદવાર

પંજાબમાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીનો ચહેરો કોણ હશે? આખરે અરવિંદ કેજરીવાલે આજે પ્રેસ કોન્ફરન્સ કરીને આ જાહેરાત કરી દીધી. આમ આદમી પાર્ટી તરફથી મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે ભગવંત માનના નામની જાહેરાત કરવામાં આવી. 

Punjab: કેજરીવાલે પબ્લિક વોટિંગના પરિણામ જાહેર કર્યા, ભગવંત માન AAP ના CM પદ માટેના ઉમેદવાર

નવી દિલ્હી: પંજાબમાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીનો ચહેરો કોણ હશે? આખરે અરવિંદ કેજરીવાલે આજે પ્રેસ કોન્ફરન્સ કરીને આ જાહેરાત કરી દીધી. આમ આદમી પાર્ટી તરફથી મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે ભગવંત માનના નામની જાહેરાત કરવામાં આવી. પાર્ટીએ કહ્યું કે જો પંજાબમાં તેમની સરકાર બનશે તો ભગવંત સિંહ માનને મુખ્યમંત્રી બનાવવામાં આવશે. 

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે. પંજાબના સીએમની પસંદગી માટે 21 લાખ 59 હજાર લોકોએ મત આપ્યા જેમાં 93.3 ટકા લોકોએ ભગવંત સિંહ માનને સીએમ તરીકે પસંદ કર્યા છે. તેમણે કહ્યું કે ભગવંત સિંહ માન મારા નાના ભાઈ જેવા છે. પરંતુ જો હું તેમના નામની જાહેરાત પહેલા કરત તો લોકો આરોપ લગાવત કારણ કે મોટાભાગના લોકો ભાઈ ભત્રીજાવાદ જ કરે છે. પરંતુ અમારી પાર્ટીએ સીએમની પસંદગી માટે લોકતાંત્રિક રીત અપનાવી. દેશના ઈતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે જ્યારે કોઈ પાર્ટીએ સીએમના ચહેરા માટે લોકો પાસે અભિપ્રાય માંગ્યા છે. 

— ANI (@ANI) January 18, 2022

આ અગાઉ આમ આદમી પાર્ટીએ 17 જાન્યુઆરી સાંજે 5 વાગ્યા સુધી લોકો પાસે મુખ્યમંત્રી ઉમેદવાર માટે અભિપ્રાય માંગ્યા હતા. આપનો દાવો છે કે પંજાબમાં AAP ના સીએમ ઉમેદવાર બનવા માટે 21 લાખથી વધુ લોકોએ પોતાના અભિપ્રાય મોકલ્યા છે. દાવા મુજબ 17 જાન્યુઆરી સુધીમાં 21.59 લાખ લોકોએ વોટ્સએપ, કોલ અને મેસેજ પર સીએમ ઉમેદવારના ચહેરા માટે સૂચનો આપ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news