દેશભરમાં એક હજાર રેલીઓ કરશે BJP, નાગરિકતા એક્ટ પર ભ્રમ દૂર કરવાનો મેગા પ્લાન
નાગરિકતા સંશોધન એક્ટ વિશે લોકોને સમજાવવા માટે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) આગામી 10 દિવસ સુધી વ્યાપક સ્તર પર અભિયાન ચલાવવાની યોજના બનાવી છે. તેના માટે ભાજપ ઘરે-ઘરે જશે અને લોકોને નાગરિકતા સંશોધન એક્ટ વિશે જણાવશે.
Trending Photos
નવી દિલ્હી: નાગરિકતા સંશોધન એક્ટ વિશે લોકોને સમજાવવા માટે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) આગામી 10 દિવસ સુધી વ્યાપક સ્તર પર અભિયાન ચલાવવાની યોજના બનાવી છે. તેના માટે ભાજપ ઘરે-ઘરે જશે અને લોકોને નાગરિકતા સંશોધન એક્ટ વિશે જણાવશે.
ભાજપના સૂત્રોનું માનીએ તો પાર્ટીના નેતા નાગરિકતા એક્ટ વિશે લોકોને સ્પષ્ટ જાણકારી આપવા માટે 250 પ્રેસ કોન્ફરન્સ કરશે. સાથે જ દરેક જિલ્લામાં નાગરિકતા સંશોધન એક્ટના પક્ષમાં રેલી અને કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે.
ભાજપની યોજના લગભગ 3 કરોડ પરિવારોને નાગરિકતા એક્ટના સંબંધમાં જાણકારી આપવાની છે. આ પહેલાં નરેન્દ્ર મોદીએ વિપક્ષી દળો પર નાગરિકતા એક્ટને લઇને જુઠ ફેલાવવા અને પ્રદર્શન માટે લોકોને ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો હતો.
દિલ્હીમાં શનિવારે ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાએ તમામ પ્રદેશોના સંગઠન મહાસચિવો, પ્રવક્તાઓ અને પાર્ટીના પદાધિકારીઓ સાથે બેઠક કરી. તેમાં નક્કી થયું કે પાર્ટી વિપક્ષના જુઠને ઉજાગર કરવા માટે સીધા જનતા વચ્ચે પહોંચીને હકિકત જણાવશે.
સંસદમાં નાગરિકતા એક્ટ પાસ થયા બાદ જેવો કાયદો બન્યો કે તરત જ દેશભરમાં એકસાથે વિરોધ વધી ગયો. ભાજપનું માનવું છે કે વિપક્ષ સતત જનતામાં અફવા અને ભ્રમ ફેલાઇ રહ્યો છે. ખાસકરીને મુસ્લિમ વર્ગમાં મોટાપાયે અફવા ફેલાવવામાં આવી રહી છે કે તેમને દેશમાંથી કાઢી મુકવામાં આવશે. જોકે હવે સરકાર સાથે ખભેથી ખભો મિલાવવા માટે પાર્ટી પોતાના કેડરને જનતા વચ્ચે ઉતારવાનું શરૂ કરશે.
જોકે સરકાર સાથે જ પાર્ટી પણ લોકોના આ ભ્રમને દૂર કરવા માંગે છે. આ અઠવાડિયા દરમિયાન દિલ્હી, યૂપી સહિત ઘણા રાજ્યોમાં પથ્થરમારો, તોડફોડ અને હિંસાના સમાચારથી સરકાર હેરાન છે. તેને લઇને ભાજપે પોતાના કેડરને એક્ટિવ કર્યા છે જેથી લોકો સાચા તથ્ય સમજી શકે અને બિનજરૂરી વિરોધની આગ ન ફેલાઇ.
તમને જણાવી દઇએ કે કે રાજસ્થાનમાં આ એક્ટના સમર્થનમાં રેલી હતી, જેમાં કાનૂન મંત્રી રવિશંકર પ્રસાદે પણ ભાગ લીધો હતો. આ દરમિયાન ઘણા નેતાઓએ પાર્ટીના કાર્યકર્તાઓ સાથે આ કાયદાના સમર્થનમાં રસ્તા પર ઉતરવાની અપીલ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે