નાગરિકતા સંશોધન કાયદો લાગૂ થયા બાદ આસામમાં ભાજપની મોટી રેલી, કર્યું શક્તિ પ્રદર્શન

ભાજપની આ વિશાળ રેલીમાં કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા સહિત પાર્ટીના ઘણા વરિષ્ઠ નેતા અને આસામ સરકારના મંત્રી સામેલ થયા હતા. મહત્વનું છે કે વડાપ્રધાન મોદી પણ 10 જાન્યુઆરીએ આસામના પ્રવાસે જવાના છે. 

નાગરિકતા સંશોધન કાયદો લાગૂ થયા બાદ આસામમાં ભાજપની મોટી રેલી, કર્યું શક્તિ પ્રદર્શન

ગુવાહાટીઃ નાગરિકતા સંશોધન કાયદો પાસ થવા અને આસામમાં એનઆરસીની પ્રક્રિયા પૂરી થયા બાદ ભાજપે શનિવારે ગુવાહાટીમાં એક મોટી રેલીનું આયોજન કર્યું હતું. બૂથ સ્થરીય કાર્યકર્તાઓની આ રેલીમાં ભાજપના 50 હજારથી વધુ લોકો સામેલ થયા હતા. આસામમાં થયેલા પ્રદર્શનો બાદ ભાજપના આ સંમેલનને એક શક્તિ પ્રદર્શનના રૂપમાં જોવામાં આવી રહ્યું છે. 

ભાજપની આ વિશાળ રેલીમાં કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા સહિત પાર્ટીના ઘણા વરિષ્ઠ નેતા અને આસામ સરકારના મંત્રી સામેલ થયા હતા. આ રેલી દરમિયાન પોતાના સંબોધનમાં નડ્ડાએ કહ્યું કે, દેશમાં લગભગ 2300 રાજકીય પાર્ટી છે. તેમાંથી 54 પાર્ટી એવી છે, જે પ્રાદેશિક છે, જેને ચૂંટણી પંચે તેને માન્યતા આપી છે. આ સિવાય 7 એવી પાર્ટી છે, જેને રાષ્ટ્રીય પાર્ટી કહેવામાં આવી છે. આ તમામ પક્ષ પરિવારની પાર્ટી બની ગયા છે. 

નનકાના સાહિબ પર હુમલાનો ભારતમાં ઉગ્ર વિરોધ, 4 સભ્યોને પાક મોકલશે SGPC 

રાષ્ટ્રીય સ્તર પર રાષ્ટ્રીય પક્ષોમાં પણ તમામ પાર્ટીઓ પરિવારનો પક્ષ બની ગયો છે, પરંતુ ભાજપ એવી પાર્ટી છે જે હજુ પણ સિદ્ધાંતો પર કામ કરી રહી છે. વિચારોથી માં ભારતીની તસવીર બદલવાનું કામ ભાજપ કરી રહ્યું છે. નડ્ડાએ પોતાના ભાષણમાં નાગરિકતા સંશોધન કાયદા અને બીજા દેશોમાં પીડિત અલ્પસંખ્યકોની સ્થિતિનો પણ ઉલ્લેખ કર્યો હતો. 

— BJP (@BJP4India) January 4, 2020

પીએમના પ્રવાસ પર વિરોધની જાહેરાત
મહત્વનું છે કે, નડ્ડાની આ રેલી તે સમયે થઈ છે, જ્યારે પીએમ મોદી પણ 10 જાન્યુઆરીએ આસામના પ્રવાસે જવાના છે. એનઆરસી અને સીએએ વિરુદ્ધ થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન અશાંત રહેલા આસામે પીએમના તે પ્રવાસનો વિરોધ કરવાની જાહેરાત કરી છે. આસામના મુખ્ય રાજકીય દળ ઓલ આસામ સ્ટૂડન્ટ યૂનિયને કહ્યું કે, જો પીએમ ખેલો ઈન્ડિયા કાર્યક્રમમાં સામેલ થવા માટે આસામ આવે છે તો તેમના પ્રવાસનો વ્યાપક વિરોધ કરવામાં આવશે. મહત્વનું છે કે પીએમ મોદી 10 જાન્યુઆરીએ આસામમાં ખેલો ઈન્ડિયા ગેમ્સનું ઉદ્ઘાટન કરવા માટે જવાના છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news