બજેટથી સાબિત થયું કે મોદી સરકાર ગરીબ, ખેડૂતો, યુવાઓની આકાંક્ષાઓને સમર્પિત: શાહ

એનડીએ સરકારના કાર્યકાળના છેલ્લા બજેટને ગરીબ, ખેડૂત, અને યુવાઓના સપના તથા આકાંક્ષાઓ પ્રત્યે સમર્પિત બતાવતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે આ નવા ભારતના નિર્માણને સમર્પિત મોદી સરકારનો સંકલ્પ તથા પ્રતિબદ્ધતાનું પ્રતિક છે. 

બજેટથી સાબિત થયું કે મોદી સરકાર ગરીબ, ખેડૂતો, યુવાઓની આકાંક્ષાઓને સમર્પિત: શાહ

નવી દિલ્હી: એનડીએ સરકારના કાર્યકાળના છેલ્લા બજેટને ગરીબ, ખેડૂત, અને યુવાઓના સપના તથા આકાંક્ષાઓ પ્રત્યે સમર્પિત બતાવતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે આ નવા ભારતના નિર્માણને સમર્પિત મોદી સરકારનો સંકલ્પ તથા પ્રતિબદ્ધતાનું પ્રતિક છે. નાણામંત્રી પીયૂષ ગોયલ દ્વારા લોકસભામાં વર્ષ 2019-20 માટેનું વચગાળાનું બજેટ રજુ કરાયા બાદ અમિત શાહે પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે આજના આ બજેટે ફરીથી સાબિત કર્યું છે કે મોદી સરકાર દેશના ગરીબો, ખેડૂતો અને યુવાઓના સપના તથા આકાંક્ષા પ્રત્યે સમર્પિત છે. આ સર્વગ્રાહી બજેટ માટે હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની આખી સરકારને અભિનંદન પાઠવું છું. તેમણે કહ્યું કે આ નિર્ણય ખેડૂતોની આવક બમણી કરવાના પ્રયત્નમાં માઈલ સ્ટોન સાબિત થશે. આ માટે તેઓ ભાજપના કરોડો કાર્યકર્તાઓ તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હ્રદયપૂર્વક અભિનંદન કરે છે. 

ભાજપના અધ્યક્ષે બે હેક્ટરથી ઓછી જમીનવાળા ગરીબ ખેડૂતો માટે વડાપ્રધાન ખેડૂત સન્માન યોજનાને ઐતિહાસિક પહેલ ગણાવી. જે અંતર્ગત દેશના લગભગ 12 કરોડ ખેડૂતોને મોદી સરકાર દ્વારા 75,000 કરોડ રૂપિયાના બજેટથી પ્રતિ વર્ષ 6000 રૂપિયા આપવામાં આવશે. 

તેમણે ગૌ માતાનો સનામત સંસ્કૃતિ તથા ભારતવર્ષ સાથે અતૂટ સંબંધ ગણાવતા કહ્યું કે મોદી સરકાર દ્વારા 750 કરોડ રૂપિયા દ્વારા તેમનું સંરક્ષણ અને સંવર્ધન માટે 'રાષ્ટ્રીય કામધેનુ આયોગ' એક અદભૂત પગલું છે. વડાપ્રધાન શ્રમ યોગી માનધન યોજના દાયકાઓથી વિકાસની મુખ્યધારાથી વંચિત અસંગઠિત ક્ષેત્રમાં કાર્યરત દેશના ગરીબ શ્રમિકો પ્રતિ મોદી સરકારની સંવેદનશીલતાનું પ્રતિક છે. 

અમિત શાહે કહ્યું કે આ યોજનામાં સરકાર અને લાભાર્થીઓની ભાગીદારીથી લગભગ 10 કરોડ ગરીબ શ્રમિકોને 60 વર્ષની આયુ બાદ 3000 રૂપિયા સુધીનું માસિક પેન્શન આપવાનો મોદી સરકારે નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે મહિલાઓના સશક્તિકરણને મોદી સરકાર પ્રાથમિકતા આપી રહી છે. મોદીએ મહિલાઓના વિકાસને મહિલાઓના નેતૃત્વમાં વિકાસમાં પરિભાષિત કરીને બતાવ્યું છે. વડાપ્રધાન માતૃ વંદના યોજના અને માતાઓને ધૂમાડાના અભિશાપથી મુક્ત કરનારી ઉજ્જવલા યોજનાના લક્ષ્યને આઠ કરોડ કરવું એ તેનો જ પરિચય છે. 

શાહે કહ્યું કે દેશના જીડીપીમાં અમૂલ્ય યોગદાન આપનારા માછીમાર સમુદાયના કલ્યાણ માટે કેન્દ્ર સરકારમાં મત્સ્ય પાલન વિભાગ બનાવવા બદલ તેઓ વડાપ્રધાન મોદી પ્રત્યે આભાર વ્યક્ત કરે છે. ખેડૂત ક્રેડિટ કાર્ડનો લાભ માછીમાર સમુદાયને આપવાથી તેમને અનેક લાભ થશે. 

તેમણે કહ્યું કે એક લાખ ગામને ડિજિટલ કરવાના નિર્ણયથી ગામડા અને શહેરનું અંતર ઘટશે અને ગ્રામિણ વિસ્તારો પણ દેશના વિકાસમાં બરાબર ભાગીદારી નિભાવી શકશે. હવે ગામડા પણ વૈશ્વિકસ્તરે જ્ઞાન, વિજ્ઞાન અને ટેક્નોલોજીનો લાભ લઈ શકશે. રક્ષા ક્ષેત્રને 3 લાખ કરોડ રૂપિયાની ફાળવણીના પ્રસ્તાવનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે વર્ષોથી ઉપેક્ષિત દેશની સુરક્ષા હંમેશા મોદી સરકારની પ્રાથમિકતા રહી છે. 

તેમણે કહ્યું કે મોદી સરકારે પોતાના દરેક નિર્ણયથી આપણા સૈનિકોનું મનોબળ અને દેશનું માન વધાર્યુ છે. તેમણે કહ્યું કે મોદી સરકારે પોતાના પહેલા દિવસથી જ ઉત્તર પૂર્વ વિકાસને પ્રાથમિકતા આપી છે. આ સાથે જ અસંગઠિત ક્ષેત્રના કામદારો અને વિચરતી જાતિના સમુદાયોના કલ્યાણ ઉપર ધ્યાન આપવાનું પણ સ્વાગત કર્યું. તેમણે વચગાળાના બજેટમાં આવકવેરા છૂટની મર્યાદાને વધારીને પાંચ લાખ કરવાની જાહેરાતનું સ્વાગત કરતા કહ્યું કે તેનાથી મધ્યમ વર્ગના લોકોને સૌથી વધુ ફાયદો થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news