આ 2 રાજ્યોમાં સરકાર ન હોવા છતાં લોકસભામાં ક્લિનસ્વીપ કરશે ભાજપ, જાણો કયા થશે ચમત્કાર

Loksabha Election 2024: વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ-કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ પોતપોતાની રણનીતિ બનાવી લીધી છે. ત્યારે આ વખતે સ્થિતિ એવી છેકે, બે રાજ્યો એવા છે જ્યાં ભાજપની સત્તા નથી છતાં પણ તે વિરોધીઓને પછાડી શકે છે. જાણીને તમે પણ ચોંકી જશો....

 

આ 2 રાજ્યોમાં સરકાર ન હોવા છતાં લોકસભામાં ક્લિનસ્વીપ કરશે ભાજપ, જાણો કયા થશે ચમત્કાર

નવી દિલ્લીઃ લોકસભાની ચૂંટણીની તૈયારીમાં ભાજપ અને કોંગ્રેસ સહિતના પ્રાદેશિક પક્ષો તનતોડ મહેનત કરી રહ્યાં છે. લોકસભા પહેલાંની સેમીફાયનલ જેવી 5 રાજ્યોની ચૂંટણી હાલમાં ભાજપ અને કોંગ્રેસ માટે સ્વમાનનો પ્રશ્ન છે. એમપીમાં તો ભાજપ સત્તામાં છે પણ કોંગ્રેસની સ્થિતિ મજબૂત છે. છત્તીસગઢ અને રાજસ્થાનમાં પણ કોંગ્રેસની સરકાર હોવાથી ભાજપ માટે આ લિટમસ ટેસ્ટ છે. જો આ રાજ્યમાં પરિવર્તન થયું તો લોકસભાની ચૂંટણી ભાજપ માટે આસાન બની જશે. જો આજે ચૂંટણી થાય તો એનડીએને 306 બેઠકો મળશે, જ્યારે વિપક્ષી પાર્ટીઓના ગઠબંધન I.N.D.I.A.ને 193 બેઠકો મળશે.

જો સર્વેના પરિણામોને રાજ્યવાર જોવામાં આવે તો ઘણા રાજ્યો એવા છે જ્યાં આ વખતે ગળાકાપ સ્પર્ધા છે. બિહાર, બંગાળ, મહારાષ્ટ્ર સહિત અન્ય ઘણા રાજ્યો છે જ્યાં હરીફાઈ ઘણી રસપ્રદ છે. હવે સૌથી મોટો સવાલ એ છેકે રાજસ્થાનમાં કોંગ્રેસ અને દિલ્હીમાં આપની સરકાર છે પણ લોકસભાની તમામ સીટો ભાજપને ફાળે જઈ રહી છે. બંગાળમાં પણ મમતાની સરકાર હોવા છતાં ભાજપ ટીડીપીને ગળાકાપ સ્પર્ધા આપી રહી છે.

જો આજે ચૂંટણી યોજાય તો NDA અને વિરોધ પક્ષો I.N.D.I.A.ના ગઠબંધનને કેટલી બેઠકો મળશે? 2024ની લોકસભા ચૂંટણીમાં મુખ્ય મુકાબલો એનડીએ અને વિપક્ષી ગઠબંધન I.N.D.I.A. વચ્ચે હોવાનું માનવામાં આવે છે. NDA અને I.N.D.I.A વચ્ચેની આ સ્પર્ધામાં બંને ગઠબંધનને રાજ્યોમાં કેટલી બેઠકો મળશે. ઈન્ડિયા ટુડે-સી વોટરના સર્વેમાં બિહારમાં જ્યાં I.N.D.I.A.ને 26 અને NDAને 14 બેઠકો મળી રહી છે. બીજી તરફ કર્ણાટકમાં, જ્યાં તાજેતરમાં કોંગ્રેસનો વિજય થયો છે, આ સર્વે છતાં એનડીએના ખાતામાં વધુ સીટો જતી જોવા મળી રહી છે.

રાજ્ય           NDA     I.N.D.I.A
બિહાર         14          26
મહારાષ્ટ્ર       20          28
દિલ્હી          07          00
કર્ણાટક        23          05
ઉત્તર પ્રદેશ     72        08
રાજસ્થાન      25         00
મધ્ય પ્રદેશ     23         06
બંગાળ          18         24
પંજાબ           01        12

જો આ સર્વેને વોટ શેરના સંદર્ભમાં જોઈએ તો વિપક્ષી પાર્ટીઓ I.N.D.I.A અને NDAના ગઠબંધન વચ્ચે માત્ર 2 ટકાનો તફાવત છે. આ સર્વેમાં 43 ટકા વોટ શેર NDAની તરફેણમાં અને 41 ટકા I.N.D.I.A.ની તરફેણમાં જોવા મળે છે. આ સિવાય 16 ટકા વોટ શેર અન્યના ખાતામાં જાય તેમ લાગે છે. જો ગઠબંધનમાં કોંગ્રેસ અને ભાજપની બેઠકો અલગ કરવામાં આવે તો સર્વેના પરિણામોમાં ભાજપને 287 બેઠકો મળી રહી છે જ્યારે કોંગ્રેસને 74 બેઠકો મળી રહી છે.

સર્વેના પરિણામો પર નજર કરીએ તો કેટલાક રાજ્યો એવા છે જ્યાં બંને ગઠબંધન વચ્ચે ખૂબ જ કઠિન અને નજીકની હરીફાઈ છે. બિહાર, બંગાળ અને મહારાષ્ટ્રમાં હરીફાઈ નજીક દેખાઈ રહી છે. બીજી તરફ દિલ્હીમાં ફરી એકવાર ભાજપ તમામ બેઠકો પર જીત મેળવતું જોવા મળી રહ્યું છે. તે જ સમયે, સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં ફરી એકવાર NDA આગળ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news