વર્લ્ડ ક્લાસ સ્કૂલ મુદ્દે ભાજપ-આપ આમને-સામને, સાંસદ પ્રવેશ વર્માએ વીડિયો શેર કરી જણાવી દિલ્હીની સ્કૂલોની હકીકત

મનીષ સિસોદિયાના ટ્વીટ પર મુખ્યમંત્રી કેજરીવાલે ટ્વીટ કરી કહ્યુ- સરકારી સ્કૂલોની આ હાલત જોઈને દુખ થાય છે. આઝાદ થયાના 75 વર્ષ થઈ ગયા. આપણે સારા શિક્ષણની વ્યવસ્થા કરી શક્યા નહીં. કેમ?

વર્લ્ડ ક્લાસ સ્કૂલ મુદ્દે ભાજપ-આપ આમને-સામને, સાંસદ પ્રવેશ વર્માએ વીડિયો શેર કરી જણાવી દિલ્હીની સ્કૂલોની હકીકત

નવી દિલ્હીઃ દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર સરકારી સ્કૂલોની કાયાપલટનો દાવો કરતી રહે છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને શિક્ષણ મંત્રી દિલ્હીની સ્કૂલોને વર્લ્ડ ક્લાસ બનાવવાનો દાવો કરે છે. પાર્ટીએ સ્કૂલો અને શિક્ષણના મુદ્દા પર હરિયાણા, પંજાબ, ઉત્તરાખંડથી લઈને ગોવામાં સરકારી સ્કૂલોની સ્થિતિને લઈને ત્યાંની સરકારો પર સવાલ ઉઠાવતી રહી છે. આ ક્રમમાં પાર્ટી હવે ગુજરાત પહોંચી ગઈ છે. મનીષ સિસોદિયાએ સોમવારે ગુજરાતની સરકારી સ્કૂલનો પ્રસાવ કર્યો અને તેની સ્થિતિનો ઉલ્લેખ કરતા ભાજપના 27 વર્ષના શાસન પર સવાલ ઉઠાવ્યા છે. 

ભાવનગરની બે શાળાનો કર્યો પ્રસાવ
મનીષ સિસોદિયાએ ટ્વીટ કરીને 27 વર્ષથી ગુજરાતમાં સરકાર ચલાવી રહેલી ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતના લોકોને કેવી સરકારી સ્કૂલો આપી છે, તેની એક ઝલક જુઓ. ગુજરાતના શિક્ષણ મંત્રીની વિધાનસભા ભાવનગરમાં મેં આજે બે સ્કૂલોનો પ્રવાસ કર્યો. ગુજરાતના શિક્ષણમંત્રીના વિસ્તારમાં જે સ્કૂલ છે ત્યાં ટોયલેટ એવા છે, તમે એક મિનિટ પણ ઉભા રહી શકો નહીં. અહીં ટીચર કઈ રીતે સાત કલાક સ્કૂલમાં રહીને બાળકોને ભણાવશે? વાલીઓએ કહ્યુ કે, બાળકો કે ટીચર્સને ટોયલેટ જવાનું હોય તો તે ઘરે જતા રહે છે. આમ આદમી પાર્ટીએ મનીષ સિસોદિયાએ ગુજરાતની શાળાનો એક વીડિયો પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર પણ ટ્વીટ કર્યો છે. 

— Manish Sisodia (@msisodia) April 11, 2022

સરકારી સ્કૂલોને જોઈને દુખ થાય છે
મનીષ સિસોદિયાના ટ્વીટ પર મુખ્યમંત્રી કેજરીવાલે ટ્વીટ કરી કહ્યુ- સરકારી સ્કૂલોની આ હાલત જોઈને દુખ થાય છે. આઝાદ થયાના 75 વર્ષ થઈ ગયા. આપણે સારા શિક્ષણની વ્યવસ્થા કરી શક્યા નહીં. કેમ? બાળકોને સારૂ શિક્ષણ નહીં મળે તો ભારત કઈ રીતે પ્રગતિ કરશે? આવો આપણે વચન લઈએ અને દરેક બાળકને સારૂ શિક્ષણ મળે તે માટે બધા મળીને પ્રયાસ કરીએ. 

ભાજપના સાંસદે ખોલી દિલ્હીની સ્કૂલોની પોલ
મનીષ સિસોદિયાના ગુજરાત પ્રવાસને લઈને દિલ્હીમાં ભાજપના સાંસદ પ્રવેશ વર્માએ હુમલો કર્યો છે. પ્રવેશ વર્માએ સરકારી સ્કૂલોનો વીડિયો પોસ્ટ કરીને કહ્યુ કે દિલ્હીના શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા બીજા રાજ્યોમાં જઈ રહ્યા છે સ્કૂલ જોવા પરંતુ હું તેમને મારા લોકસભા ક્ષેત્રમાં આમંત્રિત કરુ છું, આજે દિલ્હી સરકારની વર્લ્ડ ક્લાસ સ્કૂલની હકીકત જણાવવા. તમે ઘર સંભાળી શકતા નથી અને બીજાને સલાહ આપો છો. તેમણે વીડિયો કેપ્શનમાં લખ્યું- દિલ્હી સરકારની વર્લ્ડ ક્લાસ સ્કૂલની હકીકત. સ્કૂલોની સ્થિતિ ખરાબ છે, કેજરીવાલની સરકારી સ્કૂલોમાં. 

— Parvesh Sahib Singh (@p_sahibsingh) April 11, 2022

— Ramesh Bidhuri (@rameshbidhuri) April 11, 2022

શિક્ષણ બજેટના પૈસા ક્યાં ગયા?
પ્રવેશ વર્માએ આગળ કહ્યુ કે, તમને દિલ્હી સરકારની વર્લ્ડ ક્લાસ સ્કૂલ દેખાડુ છું. તેમણે કહ્યું કે મનીષ સિસોદિયા ગુજરાત છે પરંતુ હું તેમને તેની સ્કૂલ દેખાડવા ઈચ્છુ છું. જેના વિશે કેજરીવાલ કરોડોનીજાહેરાત આપીને દિલ્હીની જનતાને ગેરમાર્ગે દોરે છે અને શિક્ષણનું બજેટ દોઢ ગણું વધારવાની વાત કરે છે, તે પૈસા ક્યાં ગયા? ભાજપના એક અન્ય સાંસદ રમેશ બિધૂડી પણ દિલ્હીની એક સ્કૂલે પહોંચ્યા અને ત્યાંની ખરાબ સ્થિતિનો વીડિયો શેર કર્યો છે. 

— Parvesh Sahib Singh (@p_sahibsingh) April 11, 2022

— Shalu Bhakuni (@shalubhakuni04) April 11, 2022

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news