ભાજપ MLAનું બકરી ઈદ પર વિવાદિત નિવેદન, કહ્યું- 'કુરબાની આપવી હોય તો પોતાના બાળકોની આપો'
Trending Photos
કુલદીપ સિંહ, ગાઝિયાબાદ: મુસ્લિમોના મુખ્ય તહેવાર ગણાતા બકરી ઈદ (Bakrid) પર બકરા કે અન્ય જાનવરને કાપીને કુરબાની આપવાનો રિવાજ છે. આ વખતે બકરી ઈદ કદાચ 31મી જુલાઈએ ઉજવવામાં આવશે. આ બધા વચ્ચે બકરી ઈદ પર અપાતી જાનવરોની કુરબાની મુદ્દે લોનીથી ભાજપના વિધાયક નંદકિશોર ગુર્જરે વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે બકરી ઈદના અવસરે કુરબાની આપનારાઓને સીધી ચેતવણી આપતા કહ્યું કે જેમણે પણ કુરબાની આપવી હોય તેઓ પોતાના બાળકોની આપે. માંસ ખાવાથી કોરોના ફેલાય છેઅને આવામાં લોનીમાં બકરી ઈદ પર કુરબાની નહીં થવા દઈએ.
નંદ કિશોર ગુર્જરે કહ્યું કે બકરી ઈદ પર મુસ્લિમ સમાજને કુરબાની ન આપવાની અપીલ કરાઈ છે. જે પ્રકારે લોકોએ કોરોના પર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા નિયમોનું પાલન કર્યું છે, મસ્જિદોમાં નમાજ અને મંદિરોમાં પૂજા કરી નથી. એ જ રીતે આ વખતે બકરી ઈદ પર કુરબાની ન આપે કારણ કે તેનાથી કોરોના ફેલાવવાનું જોખમ છે.
તેમણે કહ્યું કે આ અગાઉ સનાતન ધર્મમાં પણ બલિ અપાતી હતી પરંતુ હવે ફક્ત નારિયેળ ફોડવામાં આવે છે. એ જ રીતે મુસ્લિમ સમાજના લોકો પણ કુરબાની ન આપે. ગાઝિયાબાદ પ્રશાસનને પણ કુરબાની રોકવા માટે અપીલ કરીશું અને લોનીમાં એક પણ કુરબાની થવા દઈશુ નહીં.
જો કે આ અગાઉ સંભલથી સમાજવાદી પાર્ટીના સાંસદ શફીકુરેહમાને બકરી ઈદ પર પશુ બજારોને ખોલવાની અને સામૂહિક નમાજની મંજૂરીની માગણી કરી હતી. તેમણે કહ્યું હતું કે સામૂહિક નમાજથી કોરોના ભાગી જશે.
જુઓ LIVE TV
આ ઉપરાંત ભાજપના વિધાયક સંગત સોમે શફીકુરેહમાનને બટાકા-શરગવા ખાઈને તહેવાર ઉજવવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું હતું કે જો તેઓ વાત નહીં માને તો તેમણે પણ સપા સાંસદ આઝમ ખાનની જેમ જેલમાં બકરી ઈદ ઉજવવી પડશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે