અટલજીની અંતિમ યાત્રા: સૌથી પાછળ રહેલા કાર્યકર્તા આપી રહ્યા હતા અનોખો સંદેશ
અટલજીની અંતિમ યાત્રા દરમિયાન ભાજપ કાર્યકર્તાઓએ સ્વચ્છ ભારતનું અનોખુ ઉદાહરણ રજુ કર્યું હતું
Trending Photos
નવી દિલ્હી : દેશનાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની અંતિમ યાત્રા દરમિયાન ભાજપ કાર્યકર્તાઓએ એક અનોખુ ઉદાહરણ રજુ કર્યું. સાથે જ તેમણે દેખાડ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાતો તથા તેમનાં કાર્યક્રમ ભાજપ કાર્યકર્તાઓ માટે કેટલું મહત્વ ધરાવે છે. અટલજીની અંતિમ યાત્રા દરમિયાન જ્યારે આ સમગ્ર લોકો તેમના પાર્થિવ દેહની સાથે સાથે ચાલી રહ્યા હતા અને ઘણા અન્ય આ અંતિમ સમયમાં તેમની વધારેને વધારે નજીક રહેવાનુ ઇચ્છી રહ્યા હતા.
બીજી તરફ ભાજપના કેટલાક કાર્યકર્તાઓ અંતિમ યાત્રાની પાછળ પાછળ ચાલી રહ્યા હતા અને અને માર્ગમાં વિખરાયેલા ફુલ અને અન્ય સામાન એકત્ર કરી રહ્યા હતા. સમગ્ર યાત્રા પસાર થઇ ગયા બાદ પાછળ પડતા કચરા અને ફુલોને વીણી રહ્યા હતા. જેથી રસ્તો ખરાબ ન લાગે અને સ્વચ્છ થતો જાય.
સ્વચ્છ ભારતનો સંદેશ
તેમણે આ પ્રકારનાં સ્વચ્છ ભારતનું એક ઉદાહરણ દેશની સામે રજુ કર્યું. વડાપ્રધાન મોદી સ્વચ્છ ભારત કાર્યક્રમને ખુબ જ મહત્વ આપે છે અને ઘણીવાર તેમના ભાષણોમાં દેશને સ્વચ્છ રાખવાની અપીલ કરવામાં આવે છે.
ભાજપ કાર્યકર્તા અટલજીની તસ્વીરવાળી ટી-શર્ટ પહેરીને અંતિમ યાત્રાની પાછળ પાછળ વિખેરાયેલા ફુલ અને અન્ય સામાન એકત્ર કરી રહ્યા હતા. આસપાસ ઉભેલા લોકો ભાજપના કાર્યકર્તાઓને આ વ્યવહારના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, આ સારી વાત છે કે ભાજપ કાર્યકર્તાઓ સફાઇ પર એટલું ધ્યાાન આપી રહ્યા છે અને આજ જેવા ભાવુક દિવસમાં પણ તેમણે પોતાની જવાબદારી નિભાવી.
રોડની સફાઇમાં લાગેલા ભાજપના કાર્યકર્તાઓએ કહ્યું કે, તેમના માટે સ્વચ્છ ભારત ન માત્ર એક નારો છે પરંતુ તેઓ આ અભિયાનની સફળતા માટે વાસ્તવિક રીતે તેના પર કામ કરી રહ્યા છે. અત્રે નોંધનીય છે કે, અટલજીની અંતિમ યાત્રામાં લાખો લોકો ઉમટી પડ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે