BJP Meeting: ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં PM મોદીએ કહ્યુ- સેવા જ સૌથી મોટી પૂજા છે

BJP Meeting: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીમાં યોજાયેલી ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં સંબોધન કર્યુ હતું. 

BJP Meeting: ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં PM મોદીએ કહ્યુ- સેવા જ સૌથી મોટી પૂજા છે

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાનીમાં રવિવારે ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક યોજાઈ હતી. તેમાં પાંચ રાજ્યોમાં યોજાનાર વિધાનસભા ચૂંટણી સહિત અન્ય મહત્વપૂર્ણ મુદ્દા પર ચર્ચા થઈ છ. કેન્દ્રીય મંત્રી તથા ભાજપના નેતા ભૂપેન્દ્ર યાદવે  (Bhupender Yadav) બેઠક વિશે જાણકારી આપતા કહ્યુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણી સમિતિની બેઠકનું ઉદ્ઘાટન કર્યુ. બેઠકમાં 342 લોકો સામેલ થયા હતા. બધા હાજર નેતાઓનું બેઠક માટે ડિજિટલ રજીસ્ટ્રેશન થયું હતું. અંતમાં પીએમ મોદીએ બેઠકને સંબોધિત કરતા કહ્યુ કે, સેવા જ સાચી પૂજા છે. 

ભૂપેન્દ્ર યાદવે જણાવ્યુ કે, પ્રધાનમંત્રી મોદીએ પાર્ટીના ઈતિહાસનો ઉલ્લેખ કરતા કહ્યુ કે, ભાજપે આજે કેન્દ્રમાં જે સ્થાન મેળવ્યું છે, તેનું ખુબ મોટુ કારણ છે કે પાર્ટી પ્રારંભ કાળથી લઈને અત્યાર સુધી સામાન્ય વ્યક્તિથી હંમેશા જોડાયેલી રહે છે. 

સમાચાર એજન્સી પીટીઆઈના રિપોર્ટ પ્રમાણે બેઠકમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ યૂપી અને પંજાબ સહિત પાંચ રાજ્યોમાં આગામી વર્ષની શરૂઆતમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીના પક્ષમાં માહોલ તૈયાર કરવા અને સંગઠનને મજબૂત બનાવવા માટે કેટલાક લક્ષ્ય નક્કી કર્યા છે. ભાજપ અધ્યક્ષ નડ્ડાએ દાવો કર્યો કે પાર્ટી છેલ્લા સાત વર્ષથી કેન્દ્રની સત્તામાં છે અને પૂર્વથી લઈને પશ્ચિમ તથા ઉત્તરથી લઈને દક્ષિણ સુધી ઘણા રાજ્યોમાં તેની સરકારો છે, પરંતુ તેનું શ્રેષ્ઠ આવવાનું બાકી છે. 

ધર્મેન્દ્ર પ્રધાને કહ્યુ- કોરોનાની ત્રાસદીએ બે વર્ષ સુધી લોકોને ઘેરાયેલા રાખ્યા છે. તેનાથી બધી વસ્તુ પ્રભાવિત રહી, તેથી દોઢ વર્ષ બાદ આ બેઠક યોજાઈ છે. બેઠકમાં 36 એકમના 346 સભ્ય હાજર રહ્યા છે. જ્યારે વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી ઘરેથી જોડાયા છે. પીએમ મોદીની પ્રશાસનિક પહલને વિકાસશીલ દેશ અને વિકસિત દેશ તેમની પ્રશંસા કરે છે. કોરોના કાળમાં સારા કામની બધાએ પ્રશંસા કરી છે. 

ધર્મેન્દ્ર પ્રધાને આગળ કહ્યુ- પીએમ મોદી દ્વારા કરવામાં આવેલા કાર્યો મિસાલ છે. જેને લઈને આજે કાર્યકારિણીની બેઠકમાં તેમનો આભાર માનવામાં આવ્યો. પીએમના વિઝનનું પરિણામ છે કે સમગ્ર યુરોપની વસ્તી 750 મિલિયન છે, પરંતુ આપણા દેશમાં છેલ્લા એક વર્ષથી પીએમએ ગરીબ અનાજ યોજના દ્વારા ગરીબોને અનાજ આપવાનું કામ કર્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news