ભાજપના દિગ્ગજ નેતાનો બિભત્સ વીડિયો વાયરલ! ગણતરીની મિનિટોમાં લાખો લોકોએ જોયો વીડિયો
મળતી માહિતી મુજબ, મરાઠી ચેનલ પર પણ આ વીડિયો પ્રસારિત કરવામાં આવ્યો છે. વીડિયો સામે આવતા હાલ મહારાષ્ટ્રની રાજનીતિમાં હડકંપ મચી ગયો છે. આવી સ્થિતિમાં કિરીટ સોમૈયાએ તુરંત આ અંગે પોતાની સ્પષ્ટતા આપી છે.
Trending Photos
મુંબઈ: રાજનીતિમાં તમે સમાજ જીવનમાં હોવાથી હજારો લાખો લોકો તમારા સંપર્કમાં હોય છે. ઢગલાબંધ લોકો તમને ફોલો પણ કરતા હોય છે. એવા સમયે તમારી નૈતિક જવાબદારીઓ પણ વધી જતી હોય છે. ત્યારે આ સ્થિતિની વચ્ચે તમારું એક પણ ખોટું પગલું તમારી સાથો સાથ જેતે રાજકીય પક્ષ અને તમારા સમર્થકોની ઈમેજ પણ ખરાબ કરી શકે છે. આ હકીકતથી સૌ કોઈ વાકેફ છે. તેવામાં હાલ ભાજપના એક દિગ્ગજ નેતાનો વાંધાજનક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.
મળતી માહિતી મુજબ, મરાઠી ચેનલ પર પણ આ વીડિયો પ્રસારિત કરવામાં આવ્યો છે. વીડિયો સામે આવતા હાલ મહારાષ્ટ્રની રાજનીતિમાં હડકંપ મચી ગયો છે. આવી સ્થિતિમાં કિરીટ સોમૈયાએ તુરંત આ અંગે પોતાની સ્પષ્ટતા આપી છે. ભાજપના નેતા કિરીટ સોમૈયાનું કહેવું છેકે, આ વીડિયો ખોટો છે. કોઈએ ખોટી રીતે તેમને બદનામ કરવા માટે આ કાવતરું કર્યું છે. આ અંગે તપાસ થવી જોઈએ.
મહારાષ્ટ્ર ભાજપના નેતા કિરીટ સોમૈયાને દર્શાવતી એક પોર્ન સીડી વાયરલ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોને એક મરાઠી ચેનલે બ્લર કરીને પ્રકાશિત કર્યો છે. ચેનલ દાવો કરી રહી છે કે આ વીડિયો તેમના હાથમાં છે, જેમાં કિરીટ સોમૈયા વાંધાજનક હાલતમાં જોવા મળી રહ્યા છે. જોકે, ઝી મીડિયા આ વીડિયોની ખરાઈ કરતું નથી. સોમૈયાએ રાજકીય ષડયંત્રનો આરોપ લગાવીને વીડિયોની તપાસની માંગ કરી છે. કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે સોમૈયા સામે કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ. તે જ સમયે, શિવસેનાના ઉદ્ધવ જૂથના નેતા અંબાદાસ દાનવેએ આ મામલો વિધાન પરિષદમાં ઉઠાવવાની વાત કરી છે.
સોમૈયાએ ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખ્યો છે-
વીડિયો વાયરલ થયા બાદ તરત જ કિરીટ સોમૈયાએ ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખ્યો હતો. જેમાં તેમણે વીડિયોને ફેક ગણાવ્યો હતો. આ સાથે તેણે ફૂટેજની તપાસની માંગ કરી છે. સોમૈયાનું કહેવું છે કે આ બધું તેમની પ્રતિષ્ઠાને કલંકિત કરવાના ઈરાદાથી કરવામાં આવી રહ્યું છે. તેણે કહ્યું, 'હું નિર્દોષ છું અને મેં ઘણા મોટા ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો છે. એટલા માટે મારી વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.
વાંધાજનક વીડિયો મામલે રાજનીતિ ગરમાઈ-
કિરીટ સોમૈયાના વાંધાજનક વીડિયો અંગે ભારે ઓહાપોહ મચ્યો છે. વીડિયો ફેક હોવાનું કહીને એક તરફ સોમૈયા પોતાને બચાવ કરી રહ્યાં છે. બીજી તરફ વિપક્ષના નેતાઓએ આ વીડિયો મામલે સોમૈયા પર આકરા પ્રહાર કર્યા છે. વિધાન પરિષદમાં વિપક્ષના નેતા અંબાદાસ દાનવેએ કહ્યું કે તેઓ મંગળવારે વિધાન પરિષદમાં કિરીટ સોમૈયા સંબંધિત સેક્સ સ્કેન્ડલને ઉઠાવશે. કોંગ્રેસના યશોમતી ઠાકુરે કહ્યું કે ભાજપ હંમેશા નૈતિકતાની વાત કરે છે. હવે તેણે કિરીટ સોમૈયા સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. શરદ પવાર જૂથના NCP નેતા વિદ્યા ચવ્હાણે કહ્યું હતું કે જ્યારે કિરીટ સોમૈયા પોતે અશ્લીલ કૃત્યો કરે છે, ત્યારે તેમને અન્યને બદનામ કરવાનો કોઈ નૈતિક અધિકાર નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે