ભાજપના નેતા ખુશ્બુ સુંદરની કારને નડ્યો અકસ્માત

તામિલનાડુમાં ભાજપના નેતા ખુશ્બુ સુંદર મલ્લામારુવથુર પાસે અકસ્માતનો ભોગ બન્યા. અકસ્માતમાં તેમની ગાડીને ખુબ નુકસાન થયું. જો કે તેમને કોઈ ઈજા થઈ નથી. ખુશ્બુ સુંદરે આ અકસ્માતની જાણકારી ટ્વિટ કરીને આપી. 
ભાજપના નેતા ખુશ્બુ સુંદરની કારને નડ્યો અકસ્માત

મલ્લમારુવથુર:તામિલનાડુમાં ભાજપના નેતા ખુશ્બુ સુંદર મલ્લામારુવથુર પાસે અકસ્માતનો ભોગ બન્યા. અકસ્માતમાં તેમની ગાડીને ખુબ નુકસાન થયું. જો કે તેમને કોઈ ઈજા થઈ નથી. ખુશ્બુ સુંદરે આ અકસ્માતની જાણકારી ટ્વિટ કરીને આપી. 

ખુશ્બુ સુંદરે ટ્વિટર પર લખ્યું કે તેમની કારનો અકસ્માત થયો. તેમની કારને મલ્લમારુવથુર પાસે એક કન્ટેઈનરે ટક્કર મારી. તેઓ કુડ્ડાલોર જઈ રહ્યા હતા. જ્યાં તેઓ વેલયાત્રઈમાં ભાગ લેવાના હતા. તેમણે લખ્યું કે ભગવાન મુરુગને તેમને  બચાવી લીધા. તેમના પતિને ભગવાન મુરુગન પર અપાર શ્રદ્ધા છે. તેમણે જણાવ્યું કે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. 

મારી કાર યોગ્ય દિશામાં હતી-ખુશ્બુ સુંદર
ખુશ્બુ સુંદરે કહ્યું કે દુર્ઘટના અંગે અટકળો ન કરો. તેમની કાર યોગ્ય રીતે આગળ વધી રહી હતી. ખોટી લેનમાં આવી ગયેલા કન્ટેઈનરે તેમની ગાડીને ટક્કર મારી. પોલીસ કન્ટેઈનરના ડ્રાઈવરની પૂછપરછ કરી રહી છે. 

અત્રે જણાવવાનું કે ખુશ્બુ સુંદર હાલમાં જ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. તેમણે એમ કહીને પાર્ટી છોડી કે કોંગ્રેસમાં સામાન્ય કાર્યકરોનું સન્માન થતું નથી. ખુશ્બુ સુંદર ટોચની તામિલ અભિનેત્રી હતા. તેમણે તેલુગુ અને કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ કામ કર્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news