જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેમના માતામાં જોવા મળ્યા કોરોનાના લક્ષણો, મેક્સ હોસ્પિટલમાં દાખલ 

ભાજપના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેમના માતાની તબિયત લથડતા તેમને દિલ્હીના સાકેત સ્થિત મેક્સ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તેમનામાં કોવિડ 19 જેવા લક્ષણો જોવા મળ્યા છે. બંનેની સ્થિતિ સામાન્ય જણાવાઈ રહી છે. જો કે હજુ તેમનો કોવિડ 19નો રિપોર્ટ આવ્યો નથી. 

જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેમના માતામાં જોવા મળ્યા કોરોનાના લક્ષણો, મેક્સ હોસ્પિટલમાં દાખલ 

નવી દિલ્હી: ભાજપના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેમના માતાની તબિયત લથડતા તેમને દિલ્હીના સાકેત સ્થિત મેક્સ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તેમનામાં કોવિડ 19 જેવા લક્ષણો જોવા મળ્યા છે. બંનેની સ્થિતિ સામાન્ય જણાવાઈ રહી છે. જો કે હજુ તેમનો કોવિડ 19નો રિપોર્ટ આવ્યો નથી. 

જ્યોતિરાદિત્ય સિંધિયાના નજીકના લોકોએ જણાવ્યું કે તેમના અને તેમના માતાના ગળામાં ખરાશ અને તાવના લક્ષણો જોવા મળ્યા હતાં. ત્યારબાદ સોમવારે જ ડોક્ટરોના કહેવા પર જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેમના માતા સાકેત સ્થિત હોસ્પિટલમાં દાખલ થઈ ગયાં. આજે બીજા દિવસે તેમના સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળી રહ્યો છે. જો કે હજુ તેમનો કોવિડ 19 ટેસ્ટિંગ રિપોર્ટ આવ્યો નથી જેનાથી કન્ફર્મ થયું નથી કે તેમને કોરોના વાયરસ થયો છે કે નહીં. 

જુઓ LIVE TV

સિંધિયાના માતા માધવી રાજે સિંધિયા દિલ્હીમાં રહે છે. તેઓ સાર્વજનિક કાર્યક્રમોમાં બહુ ઓછા જોવા મળે છે. માધવી કૌટુંબિક સમારોહમાં વધુ જોવા મળે છે. જ્યોતિરાદિત્ય હાલમાં જ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે. ભાજપે જ્યોતિરાદિત્ય સિંધિયાને મધ્ય પ્રદેશથી રાજ્યસભા ચૂંટણીની ટિકિટ પણ આપેલી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news