Maharashtra: ફડણવીસે સત્તામાં વાપસીનો આપ્યો સંકેત, કહ્યું- 'દરિયો છું પાછો જરૂર આવીશ'

મહારાષ્ટ્ર (Maharashtra) ના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis)  એકવાર ફરીથી સત્તા વાપસી કરવાની વાત કરી છે. ફડણવીસે આજે કહ્યું કે ક્યારે પાછો આવીશ તે ખબર નથી, પરંતુ પાછો જરૂર આવીશ. ઉદ્ધવ સરકારને ચેતવણી આપતા ફડણવીસે કહ્યું કે મારું પાણી ઉતરતું જોઈને મારા કિનારે ઘર ન વસાવી લેતા, હું દરિયો છું પાછો જરૂર આવીશ. 

Maharashtra: ફડણવીસે સત્તામાં વાપસીનો આપ્યો સંકેત, કહ્યું- 'દરિયો છું પાછો જરૂર આવીશ'

મુંબઇ: મહારાષ્ટ્ર (Maharashtra) ના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis)  એકવાર ફરીથી સત્તા વાપસી કરવાની વાત કરી છે. ફડણવીસે આજે કહ્યું કે ક્યારે પાછો આવીશ તે ખબર નથી, પરંતુ પાછો જરૂર આવીશ. ઉદ્ધવ સરકારને ચેતવણી આપતા ફડણવીસે કહ્યું કે મારું પાણી ઉતરતું જોઈને મારા કિનારે ઘર ન વસાવી લેતા, હું દરિયો છું પાછો જરૂર આવીશ. 

જો કે ફડણવીસના બોલ્યા બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે  (uddhav thackeray) એ પણ બોલવામાં બાકી નહતું રાખ્યું. તેમણે ફડણવીસ પર કટાક્ષ કરતા કહ્યું હતું કે ક્યારેય ન કહેતા કે હું પાછો ફરીશ. અત્રે જણાવવાનું કે  આજે મહારાષ્ટ્ર (Maharashtra)માં ઉદ્ધવ ઠાકરે (Uddhav thackeray)એ પોતાની બીજી અગ્નિપરીક્ષા પાસ કરી લીધી છે. વિધાનસભા સ્પીકર તરીકે નાના પટોળેની (Nana Patole) નિર્વિરોધ પસંદગી કરવામાં આવી છે. પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે અમે કિશન કથોરેની ઉમેદવારી નોંધાવી હતી પણ સર્વદલીય બેઠકમાં તમામ પાર્ટીઓએ અપીલ કરી છે કે વિધાનસભા સ્પીકરની પસંદગી નિર્વિરોધ કરવામાં આવે છે. આ અપીલના પગલે અમે અમારા ઉમેદવારની ઉમેદવારી પરત ખેંચી લીધી છે. 

— Devendra Fadnavis (@Dev_Fadnavis) December 1, 2019

હું ફડણવીસ પાસેથી ઘણું શીખ્યો છું-ઉદ્ધવ ઠાકરે
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (uddhav thackeray)એ એમ પણ કહ્યું કે તેઓ હજી પણ હિંદુત્વ (Hindutva) ની વિચારધારા સાથે છે અને એને ક્યારેય નહીં છોડું. મુખ્યમંત્રીએ કહ્યું છે કે હું દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) પાસેથી ઘણું શીખ્યો છું અને હું હંમેશા તેમનો મિત્ર રહીશ. 

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, 'હું એવો ભાગ્યશાળી મુખ્યમંત્રી છું જેના વિરોધીઓ હવે તેમની સાથે છે અને સાથીદારો વિપક્ષમાં ચાલ્યા ગયા છે. હું પોતાના ભાગ્યથી અને લોકોના આશિષથી અહીં પહોંચ્યો છું. મે ક્યારેય એવો દાવો નથી કર્યો કે હું સીએમ બનીશ પણ હવે હું આવી ગયો. 

આ VIDEO પણ જુઓ...

હાલમાં પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને વિપક્ષના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. વિધાનસભામાં વાત કરતી વખતે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે હું ક્યારેય દેવેન્દ્ર ફડણવીસને વિપક્ષી નેતા નહીં કહું. હું તેમને એક જવાબદાર નેતા ગણીશ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news