સવર્ણોને અનામત મામલે BJPના આ નેતાએ NDA સામે જ માંડ્યો મોરચો
બિહારમાં સતત અનામતની આગ ભડકી રહી છે. હવે સવર્ણનો અવાજ બુલંદ કરવા માટે ભાજપના વરિષ્ઠ નેતા સાંસદ સી પી ઠાકુર આજે ગયાના ગાંધી મેદાનમાં મોટા ધરણા ધરશે.
Trending Photos
ગયા: બિહારમાં સતત અનામતની આગ ભડકી રહી છે. હવે સવર્ણનો અવાજ બુલંદ કરવા માટે ભાજપના વરિષ્ઠ નેતા સાંસદ સી પી ઠાકુર આજે ગયાના ગાંધી મેદાનમાં મોટા ધરણા ધરશે. ધરણામાં સૂરજભાણ સિંહ પણ સામેલ થવાના અહેવાલો આવી રહ્યાં છે. અત્રે જણાવવાનું કે અનામત ઉપરાંત 6 સપ્ટેમ્બરના રોજ બેલાગંજમાં પોલીસ દ્વારા ઘરોમાં ઘૂસીને મહિલાઓ અને બાળકોની પિટાઈના વિરોધમાં સરકાર વિરુદ્ધ ભાજપના નેતા સી પી ઠાકુરે મહાધરણાનું આયોજન કર્યું છે અને તેઓ તેનો વિરોધ કરશે.
આ સાથે એ પણ જણાવવાનું કે લોકસભા ચૂંટણી પહેલા સવર્ણોને અનામતની માગણીને લઈને સતત બિહારમાં પ્રદર્શનો થઈ રહ્યાં છે. આ જ કડીમાં સીપી ઠાકુર મહાધરણા ધરી રહ્યાં છે. સવર્ણો દવારા ભાજપના નેતાઓને સતત નિશાન બનાવવામાં આવી રહ્યાં છે.
સી પી ઠાકુર આર્થિક આધાર પર સવર્ણોને અનામત અને એસસી-એસટી એક્ટના વિરોધમાં સવર્ણ સમાજનું નેતૃત્વ કરશે. સીપી ઠાકુર ભાજપના મોટા નેતા છે અને તેમના પર એનડીએ કેવો પ્રતિભાવ આપશે તે જોવાનું રહેશે. કારણ કે રાજ્યમાં તેમની જ સરકાર છે.
સી પી ઠાકુરના ધરણા પર એ પણ સવાલ ઉઠી રહ્યો છે કે આખરે તેઓ આમ કેમ કરી રહ્યાં છે અને તેની પાછળ તેમની કોઈ રાજકીય મહેચ્છા છે કે નહીં તે તો સમય આવશે ત્યારે જ ખબર પડશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે