રાજસ્થાનમાં રાજકીય ઘમાસાણ, પૂર્વ CM વસુંધરા રાજેએ આખરે મૌન તોડી આપ્યું નિવેદન 

રાજસ્થાન (Rajasthan) માં જે રીતે રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે તેના પર પહેલીવાર ભાજપ (BJP) ના કદાવર નેતા અને રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેએ પોતાની ચૂપ્પી તોડીને નિવેદન આપ્યું છે. તેમણે એક નિવેદનમાં કહ્યું કે આ દુર્ભાગ્યપૂર્ણ છે કે રાજસ્થઆનની જનતાએ કોંગ્રેસના આંતરિક કલેહની કિંમત ચૂકવવી પડી રહી છે. કોંગ્રેસ સંપૂર્ણ દોષ ભાજપના માથે ઢોળવાની કોશિશ કરી રહી છે. 

રાજસ્થાનમાં રાજકીય ઘમાસાણ, પૂર્વ CM વસુંધરા રાજેએ આખરે મૌન તોડી આપ્યું નિવેદન 

નવી દિલ્હી: રાજસ્થાન (Rajasthan) માં જે રીતે રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે તેના પર પહેલીવાર ભાજપ (BJP) ના કદાવર નેતા અને રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેએ પોતાની ચૂપ્પી તોડીને નિવેદન આપ્યું છે. તેમણે એક નિવેદનમાં કહ્યું કે આ દુર્ભાગ્યપૂર્ણ છે કે રાજસ્થાનની જનતાએ કોંગ્રેસના આંતરિક કલેહની કિંમત ચૂકવવી પડી રહી છે. કોંગ્રેસ સંપૂર્ણ દોષ ભાજપના માથે ઢોળવાની કોશિશ કરી રહી છે. 

— Vasundhara Raje (@VasundharaBJP) July 18, 2020

કોંગ્રેસ તરફથી ભાજપના નેતાઓ પર લગાવવામાં આવેલા હોર્સ ટ્રેડિંગના આક્ષેપો પર વસુંધરા રાજેએ કહ્યું કે કોંગ્રેસ સંપૂર્ણ દોષ ભાજપના માથે ઢોળી રહી છે. તેમણે કહ્યું એ પણ એવા સમયે કે જ્યારે અમારા પ્રદેશમાં કોરોનાથી 500થી વધુ લોકોના મૃત્યુ થયા છે અને લગભગ 28 હજાર લોકો પોઝિટિવ છે. તેમણે વધુમાં કહ્યું કે એવા સમયે કે જ્યારે તીડ આપણા ખેડૂતોના ખેતરો પર સતત હુમલા કરી રહ્યાં છે. 

જુઓ LIVE TV

વસુંધરા રાજેએ કહ્યું કે 'એક એવા સમયે કે જ્યારે આપણી મહિલાઓ વિરુદ્ધ અપરાધે તમામ મર્યાદા પાર કરી દીધી છે. એવા સમયે કે જ્યારે પ્રદેશમાં વીજળી સમસ્યા ચરમસીમાએ છે. હું તો ફક્ત ગણતરીની સમસ્યાઓ ગણાવી રહી છું. કોંગ્રેસ ભાજપ અને ભાજપ નેતૃત્વ પર દોષનો ટોપલો ઢોળવાની કોશિશ કરી રહી છે. સરકાર માટે ફક્ત અને ફક્ત જનતાનું હિત સર્વોપરી હોવું જોઈએ. ક્યારેક તો જનતા વિશે વિચારવું જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news